india news/ ફ્લાઇટ હાઇજેક નિષ્ફળ બનાવનાર ભારતીય પાઇલટના PM મોદીએ કર્યા વખાણ

દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટમાં સહ-પાઇલટના હુમલા છતાં 174 લોકોના જીવ બચાવનાર ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર (Smit Machhar)ની બહાદુરીને PM મોદી, ટ્રમ્પ અને નેતન્યાહૂએ બિરદાવ્યા છે.

India Top Stories Trending
smit-machhar-became-real-heroes-of-the-world

India News :દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટમાં કથિત હુમલા દરમિયાન ગંભીર ઈજાઓ છતાં 174 લોકોના જીવ બચાવનાર ભારતીય પાઇલટ સ્મિત મચ્છર (Smit Machhar)ની PM મોદી (PM Modi), ટ્રમ્પ અને નેતન્યાહૂ (Benjamin Netanyahu)એ પ્રશંસા કરી. દુબઈથી તેલ અવીવ (Dubai to Tel Aviv)જતી ફ્લાયદુબઈની ફ્લાઇટ પર થયેલા કથિત હુમલાને પોતાની અદમ્ય બહાદુરીથી નિષ્ફળ બનાવનાર ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર આજે વૈશ્વિક સ્તરે ચર્ચા અને પ્રશંસાના કેન્દ્રમાં છે. તેમની આ સાહસિક કામગીરી બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમને ‘હીરો’ ગણાવીને સલામ કરી છે.

ભારતીય પાયલટ Smit Machhar પર થયો હતો હુમલો

ઘટનાની વિગતો મુજબ, ફ્લાઇટ દરમિયાન સહ-પાઇલટે ભારતીય પાઇલટ સ્મિત મચ્છર પર અચાનક હુમલો કર્યો હતો અને તેમને છરાના ઘા પણ માર્યા હતા. આ અત્યંત ખતરનાક અને ગંભીર પરિસ્થિતિમાં પણ કેપ્ટન મચ્છરે માનસિક સંયમ ગુમાવ્યો ન હતો. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે અદ્ભુત હિંમત દાખવી, કોકપીટનો દરવાજો ખોલ્યો અને મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સને હુમલાખોર પર કાબુ મેળવવામાં મદદ કરી હતી. તેમની આ સમયસૂચકતા અને બહાદુરીને કારણે હવામાં જ એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ હતી અને ઇઝરાયલી નાગરિકો સહિત કુલ 174 લોકોના જીવ બચી ગયા હતા.

NARENDR MODI

વડાપ્રધાન મોદીએ પણ કરી પ્રશંસા

આ ઘટનામાં બહાદુરીની નોંધ લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, “સ્મિત મચ્છર એક હીરો છે. ભારતને તેમના પર ગર્વ છે.” પીએમ મોદીએ તેમના ઝડપી સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પણ પ્રાર્થના કરી હતી.

SMIT

ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતીય પાયલટના કર્યા વખાણ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)પણ કેપ્ટન મચ્છરના વખાણ કરતા જણાવ્યું કે, હુમલામાં ઘાયલ થયા પછી પણ પાઇલટ શાંત રહ્યા અને પોતાની હાજરીથી મોટી દુર્ઘટના ટાળી દીધી. બીજી તરફ, ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું, “હું ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરને તેમની અસાધારણ બહાદુરી માટે સલામ કરું છું. તેઓ એક સાચા હીરો છે.”આ સમગ્ર ઘટનાએ સાબિત કરી દીધું કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ભારતીય યુવાનો પોતાની ફરજ નિભાવવા માટે ગમે તેવા જોખમનો સામનો કરવા તૈયાર રહે છે. કેપ્ટન સ્મિત મચ્છરની આ સાહસિક ગાથા આજે સમગ્ર દેશ માટે ગર્વનો વિષય બની ગઈ છે.


આ પણ વાંચો:Flydubai ફ્લાઇટમાં ખળભળાટ, કોકપીટમાં હુમલા બાદ 180 મુસાફરોના જીવ પર સંકટ

આ પણ વાંચો:ફેસ્ટિવ સીઝનમાં Airfare પર સરકારનો મોટો નિર્ણય, ફ્લાઇટ ભાડા પર નહીં લાગે કેપ

આ પણ વાંચો:કાર્ગો એરિયામાં એલાર્મ વાગતા અગરતાલા-દિલ્હી IndiGo ફ્લાઇટનું લખનૌમાં ઇમરજન્સી લેન્ડિંગ