Dharma & Bhakti/ 4 ઑક્ટોબરે શનિ સૂર્ય પર વક્રી દ્રષ્ટિ નાખશે…3 રાશિઓ થશે માલામાલ..!

ચાલો જાણીએ કે સૂર્ય અને શનિનું આમ સામસામે આવવું (Pratiyuti Yog 2026) કઈ 3 ભાગ્યશાળી રાશિઓ માટે બમ્પર લાભ પ્રદાન કરશે?

Trending Religious Rashifal Dharma & Bhakti
Pratiyuti Yog 2026: સૂર્ય-શનિ આમને-સામને, 3 lucky રાશિઓને મળશે Bumper Benefits!

Dharm & Bhakti: જ્યારે સૂર્ય અને શનિ…આ બંને શક્તિશાળી ગ્રહો એકબીજાની સામ-સામે અર્થાત્ 180 ડિગ્રીએ આવશે ત્યારે અત્યંત પ્રભાવશાળી પ્રતિયુતિ યોગ (Pratiyuti Yog 2026)નું નિર્માણ થશે.

વૈદિક જ્યોતિષમાં ગ્રહોના રાજા સૂર્ય અને ન્યાયના દેવતા શનિ મહારાજ (Surya Graha & Shani Graha)નું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. સૂર્યને આત્મા, માન-સન્માન અને ઊર્જાનો કારક માનવામાં આવે છે જ્યારે શનિ દેવને જાતકોને એમના કર્મોના આધારે ફળ આપનાર કર્મફળદાતાની ઉપાધિ મળેલી છે. જ્યારે સૂર્ય અને શનિ…આ બંને શક્તિશાળી ગ્રહો એકબીજાની સામ-સામે અર્થાત્ 180 ડિગ્રીએ આવે છે ત્યારે અત્યંત પ્રભાવશાળી પ્રતિયુતિ યોગનું નિર્માણ થાય છે.

પ્રતિયુતિ યોગ (Pratiyuti Yog 2026)થી 3 રાશિઓ માલામાલ

જ્યોતિષ પંચાંગ (Astrology Panchang) અનુસાર, 4 ઑક્ટોબર 2026 (4 October 2026)ની સાંજે 05:56 કલાકે સૂર્ય કન્યા રાશિમાં અને વક્રી શનિ મીન રાશિમાં બરાબર એકમેકની સામે હશે! ખગોળીય અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ સમસપ્તક યોગ (Samsaptak Yog) કેટલીક વિશેષ રાશિઓ માટે જીવનમાં લાંબા સમયથી ચાલતી આવતી અડચણોને દૂર કરનાર સાબિત થશે. તો ચાલો જાણીએ કે સૂર્ય અને શનિનું આમ સામસામે આવવું કઈ 3 ભાગ્યશાળી રાશિઓ માટે બમ્પર લાભ પ્રદાન કરશે?

સિંહ રાશિના જાતકો માટે લાભ
સિંહ રાશિના જાતકો માટે લાભ

સિંહ રાશિ (Leo)

સિંહ રાશિના જાતકો માટે સૂર્ય અને શનિનો આ પ્રતિયુતિ યોગ અનેક રીતે વિશેષ અને લાભકારક સિદ્ધ થશે. આ દરમિયાન શનિ તમારી કુંડળીના આઠમા ભાવમાં અને સૂર્ય બીજા ભાવમાં વિરાજમાન રહેશે.

તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓ હવે ધીમે-ધીમે સમાપ્ત થવા લાગશે. તમારા કેરિયર અથવા વેપાર ક્ષેત્રમાં કોઈ મોટા સ્તરે સફળતા પ્રાપ્ત થઈ શકે છે. નોકરી કરનારા લોકોના કામની ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રશંસા થશે જેથઈ ધન-ધાન્યમાં વૃદ્ધિના યોગ બનશે. સમાજમાં તમારા માન-સન્માનમાં ઝડપભેર વધારો થશે અને તમારી આવક સ્થિર જળવાઈ રહેશે.

કન્યા રાશિના જાતકો માટે રાહત
કન્યા રાશિના જાતકો માટે રાહત

કન્યા રાશિ (Virgo)

કન્યા રાશિના જાતકો માટે આ પ્રતિયુતિ યોગ વિશેષ રુપે રાહત લઈને આવી રહ્યો છે. હાલમાં સૂર્ય તમારી જ રાશિના લગ્ન ભાવમાં અને શનિ સપ્તમ ભાવમાં સંચરણ કરી રહ્યાં છે. આ અદ્ભૂત યોગના પ્રભાવથી તમારા જીવન પર લાંબા સમયથી છવાયેલી નિરાશા અથવા મુશ્કેલીઓ દૂર થશે. તમે તમારા સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વ પર વધુ સારી રીતે ધ્યાન આપી શકશો. જો જીવનસાથી સાથે કોઈ બાબત અંગે અણબનાવ હોય તો એ પરસ્પર વાતચીતથી પૂર્ણ રીતે સમાપ્ત થશે અને સંબંધોમાં મીઠાશ આવી જશે.

ધનુ રાશિના જાતકો માટે સકારાત્મક સંકેત
ધનુ રાશિના જાતકો માટે સકારાત્મક સંકેત

ધનુ રાશિ (Sagittarius)

ધનુ રાશિના જાતકો માટે સૂર્ય-શનિનું આમ સામસામે આવવું માનસિક શાંતિ અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક છે. તમારા જીવનમાં નકારાત્મકતા ઓછી થશે. નોકરી કરનારા જાતકો માટે આ સમય અત્યંત અનુકૂળ છે, જો તમે લાંબા સમયથી મનપસંદ જગ્યાએ ટ્રાન્સફર માટે પ્રયત્નશીલ છો તો તમારી ઈચ્છા પૂર્ણ થશે. પરિવારના સભ્યો વચ્ચે જો કોઈ ગેરસમજણ અથવા અણબનાવ ચાલી રહ્યો હોય તો એ દૂર થશે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનું વાતાવરણ સર્જાશે. જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ રાહત મળવાની પૂર્ણ સંભાવના છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: આજે કન્યા રાશિમાં એક્ટિવ થયો છે… મહાશક્તિશાળી બુધાદિત્ય રાજયોગ…26 સપ્ટેમ્બર સુધી આ 3 રાશિઓ પર વરસશે કૃપા..!

આ પણ વાંચો: આજથી આ 4 રાશિઓનો સુવર્ણ કાળ શરુ….મંગળ-બુધની યુતિ કરાવશે તગડી કમાણી…!!

આ પણ વાંચો: અક્ષય તૃતીયા સાથે બુધાદિત્ય યોગ બનશે, જાણો કઈ રાશિના જાતકોને લાભ થશે