Valsad News/ લક્ષદીપ નજીકથી ઝડપાયેલું 3 હજાર કરોડનું ડ્રગ્સ; ઈરાની બોટ નારગોલ બંદરે લંગારાઈ

લક્ષદીપ (Lakshadweep)નજીકથી 3 હજાર કરોડનું 526 કિલો MD ડ્રગ્સ ઝડપાયા બાદ ઈરાની બોટને વલસાડના નારગોલ બંદરે લાવવામાં આવી છે. પાકિસ્તાની આરોપીઓ 13 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર છે.

Top Stories Gujarat Others
Lakshadweep નજીક મોટું ઓપરેશન

Valsad News :ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા લક્ષદીપ (Lakshadweep)નજીક ઓપરેશન હાથ ધરીને ઈરાની બોટમાંથી અંદાજે ૩ હજાર કરોડની કિંમતનું 526 કિલો MD ડ્રગ્સ (MD Drugs)ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. આ વિદેશી બોટને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ બંદરે લંગારવામાં આવી છે. બોટની ઝીણવટભરી તપાસ માટે મરીન પોલીસ અને એસઓજી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આરોપીઓના 13 ઓક્ટોબર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર

પકડાયેલા પાંચેય આરોપીઓને સઘન પૂછપરછ માટે ગુજરાત એટીએસ (Gujarat ATS)દ્વારા મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ પાકિસ્તાની આરોપીઓને 13 ઓક્ટોબર સુધીના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે.

ઈરાનથી તમિલનાડુ મોકલવાનું હતું ડ્રગ્સ કન્સાઈનમેન્ટ

એટીએસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ બોટ ઈરાનથી લોડ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક તમિલનાડુની ‘થેલાપતિ’ નામની બોટને આ ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ સોંપવાનું મોટું કાવતરું હતું.

હવાલા નેટવર્ક અને NIA ની તપાસ શરૂ

આરોપીઓ પાસેથી ડ્રગ્સ માફિયાઓ (Drug mafias)ની લિંક અને હવાલા કાંડ અંગે પોલીસે (police)સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એનઆઈએ સહિતની અન્ય કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાશે.


આ પણ વાંચો:ખંભાતથી એમ્બરગ્રીસ લઈને બાવળા આવ્યા, સોદો થાય તે પહેલાં જ SMCએ દબોચ્યા

આ પણ વાંચો:લોનના બહાને 14 વીઘા જમીન પચાવી પાડવાનો આરોપ, પરત કરવા 3 કરોડ માંગ્યા

આ પણ વાંચો:નાસ્તાની લારીની આડમાં કથિત ડ્રગ્સનો વેપાર? સુરતમાં MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો