Pitru Paksh: પિતૃ પક્ષમાં પિતૃઓના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. આ ઉપરાંત, પિતૃ પક્ષ માં દાન-પુણ્યનું પણ વિશેષ મહત્વ હોય છે. ધાર્મિક માન્યતાનુસાર, પિતૃપક્ષ (Pitru Paksh)માં શ્રદ્ધાભાવ સાથે કરવાથી પિતૃઓના આશિષ પ્રાપ્ત થાય છે.
આ ઉપરાંત, પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત, પૂર્વજો (Ancecstors)ના આશીર્વાદથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. આ વર્ષે પિતૃ પક્ષનું સમાપન 10 ઑક્ટોબર 2026 (10 October 2026)ના રોજ સર્વપિતૃ અમાવસ્યાના દિવસે થશે. તો ચાલો જાણીએ પિતૃપક્ષમાં કઈ-કઈ વસ્તુઓનું દાન કરવાથી પુણ્ય લાભ મળશે?
પિતૃપક્ષમાં આ વસ્તુઓનું દાન કરવાથી પુણ્ય લાભ મળશે (Pitru Paksh Donation Importance)
હિન્દુ ધર્મમાં પિતૃપક્ષના 16 દિવસોનું વિશેષ મહત્વ છે. આ દિવસોમાં આપણે આપણા પૂર્વજો (Ancestors)ને યાદ કરીએ છીએ અને તેમની આત્માની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ (Shraddh) અને દાન-પુણ્ય કરીએ છીએ. માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન સાચા મનથી કરવામાં આવેલી પૂજા માત્ર વ્યક્તિને જ નહીં, પરંતુ તેના સમગ્ર પરિવારને લાભ આપે છે. પિતૃઓના આશીર્વાદ (Blessings)થી જ ઘરમાં સુખ-શાંતિ અને પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે.

શ્રાદ્ધની તિથિ વ્યક્તિની મૃત્યુ તિથિ ઉપરથી નિર્ધારિત કરવામાં આવે છે. પૂર્વજની મૃત્યુ કોઈ પણ મહિનાની જે પણ તિથિએ થયું હોય એમનું શ્રાદ્ધ પિતૃપક્ષ દરમિયાન એ જ તિથિએ કરવાનું રહેશે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિનું નિધન કોઈ પણ મહિનાના કોઈ પણ પક્ષની દ્વિતિયા તિથિએ થયું હોય તો એનું શ્રાદ્ધ કર્મ પિતૃપક્ષની દ્વિતિયા તિથિએ કરવામાં આવશે. વર્ષ 2026માં પિતૃપક્ષ દરમિયાન દ્વિતિયા તિથિ 28 સપ્ટેમ્બરે આવે છે.
પિતૃ પક્ષમાં પિતૃઓનું પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કરવા ઉપરાંત દાન કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. પિતૃપક્ષમાં બ્રાહ્મણ, ગરીબ અથવા તો કોઈ જરુરિયાતમંદ લોકોને અનાજ, ધન, વસ્ત્ર અને ભોજન સામગ્રીનું દાન (Donation) કરવું શુભ ગણાય છે. આ ઉપરાંત, ગાય, કૂતરા અને કાગડાને પણ ભોજન ખવડાવવાનું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આ સમયગાળા દરમિયાન, જાનવર, કોઈ પણ જીવ અથવા વડીલોનો અનાદર ન કરવો જોઇએ.
કાળા તલ (Black sesame seeds)
પિતૃપક્ષમાં કાળા તલનું દાન કરવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, તલનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને તમામ મુશ્કેલીઓમાંથી તરત મુક્તિ મળે છે.

ચાંદીની વસ્તુઓ (Silver items)
જો તમે સમર્થ હો તો પિતૃપક્ષમાં ચાંદીની વસ્તુઓનું દાન પણ કરી શકો છો. ચાંદીના વાસણ, સિક્કા કે અન્ય વસ્તુઓનું દાન કરવાથી પિતૃઓની કૃપા વરસે છે અને ધન-ધાન્યમાં બરકત આવે છે.

અન્ન દાન (Donation of Food)
પિતૃ પક્ષમાં બ્રાહ્મણને ભોજન કરાવવું અને આ ઉપરાંત, કોઈ ગરીબ અથવા જરુરિયાતમંદને અનાજનું દાન અવશ્ય કરવું. અન્ન દાનથી પિતૃઓની તૃપ્તિ થાય છે અને વંશવૃદ્ધિનો આશીર્વાદ મળે છે.
વસ્ત્ર દાન (Donation of Cloths)
પિતૃ પક્ષમાં બ્રાહ્મણો કે કોઈ ગરીબ વ્યક્તિને વસ્ત્રોનું દાન અવશ્ય કરવું. પરંતુ ધ્યાન રાખવું કે વસ્ત્રો નવા અને સ્વચ્છ હોવા જોઇએ. ફાટેલા કે જૂના કપડાનું દાન શ્રાદ્ધ કર્મમાં વર્જીત માનવામાં આવે છે.
આ વસ્તુઓનું પણ દાન કરી શકો
પિતૃ પક્ષમાં તમે પુસ્તકો, મીઠું, ઘી, અન્ય ખાદ્ય સામગ્રી અને દૈનિક ઉપયોગની વસ્તુઓનું પણ દાન કરી શકો છો. આ વસ્તુઓનું દાન કરવાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઇ રહે છે.
આટલું ધ્યાન રાખો
1. દાન હંમેશાં શ્રદ્ધા અને નિસ્વાર્થ ભાવનાથી કરવું જોઈએ. દાન કરતી વખતે દેખાડો કે અભિમાન જરાયે ન કરવું જોઇએ.
2. દાન આપ્યા બાદ અન્યો સામે વારંવાર બોલવાથી એનુ પુણ્ય નષ્ટ થાય છે.
3. દાન કરતા પિતૃઓનું અવશ્ય સ્મરણ કરવું અને એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી.
4. પિતૃઓનું શ્રાદ્ધ કે પિંડદાન કરો તો શ્રાદ્ધ કર્મ (Shraddh Karm) બાદ યોગ્ય સુપાત્ર બ્રાહ્મણને જ દાન કરવું.
5. ધાર્મિક કાર્યોમાં દાન કરતી વખતે સદા જમણા હાથે જ દાન કરવું.
6. ફાટેલા, જૂના કપડા, વાસી ખાવાનું કે તૂટેલી વસ્તુઓનું દાન પિતૃપક્ષમાં ન કરવું.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: પિતૃ પક્ષમાં અકાળ મૃત્યુ પામનારા માટે શાથી વિશેષ છે ચતુર્દશી? જાણો શ્રાદ્ધના નિયમો અને ઉપાયો…
આ પણ વાંચો: પિતૃ પક્ષની આ 3 તિથિઓ છે સૌથી વિશેષ….ભૂલે-ચૂકે પણ ન ચૂકતા શ્રાદ્ધ-તર્પણ…!
આ પણ વાંચો:
