Pitru Paksh/ માતૃ નવમી ક્યારે છે? 4 કે 5 ઑક્ટોબર? ભૂલેચૂકેય ન કરશો આ ભૂલો…પિતૃ પક્ષની મહત્વની તિથિ!

પિતૃપક્ષના સોળ દિવસોમાં નવમી તિથિનું ખાસ મહત્વ છે. આ દિવસ માતાને અનુલક્ષીને શ્રાદ્ધકર્મ કરવામાં આવે છે આથી એેને માતૃનવમી (Matru Navmi) પણ…

Trending Religious Rashifal Dharma & Bhakti
Matru Navmi 2026ની તારીખ, મુહૂર્ત અને મહત્વ વિશે જાણો...

Pitru Paksh: પિતૃ પક્ષ (Pitru Paksh 2026)માં આવનારી માતૃ નવમી તિથિ (Matru Navmi Tithi)નું સવિશેષ મહત્વ છે. આ દિવસે કેવળ માતાઓ અને સ્ત્રીઓના નામથી તર્પણ કરવામાં આવે છે. જો કોઈ મહિલાની મૃત્યુની સાચી તિથિ ખબર ન હોય તો એનું શ્રાદ્ધ માતૃ નવમીના દિવસે કરવું શાસ્ત્ર સંમત માનવામાં આવેલું છે. ધાર્મિક માન્યાતાનુસાર, આ દિવસે વિધિ-વિધાન સાથે તર્પણ અને પિંડદાન કરવાથી માતૃ ઋણથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ અને પ્રસન્નતા જળવાઈ રહે છે. તો ચાલો જાણીએ કે આ વર્ષે પિતૃ પક્ષની માતૃ નવમી ક્યારે છે ?

માતૃ નવમીનું મહત્વ (Importance of Matru Navmi)

શાસ્ત્રો અનુસાર, નોમનું શ્રાદ્ધ (Nom Shraddh) દિવંગત દાદી, નાની, સાસુ, માતાઓ, બહેનો, દીકરીઓ અને સુહાગણ મહિલાઓના આત્માની શાંતિ માટે સમર્પિત હોય છે. આ દિવસો મહિલા પૂર્વજો-પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. માતૃ નવમીના દિવસે કરવામાં આવેલુ શ્રાદ્ધ ન કેવળ દિવંગત સ્ત્રી (Women) પૂર્વજોને તૃપ્ત કરે છે પરંતુ ઘરની સ્ત્રીઓની રક્ષા, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની દ્રષ્ટિએ પણ અત્યંત ફળદાયક હોય છે.

પિતૃપક્ષના સોળ દિવસોમાં નવમી તિથિનું ખાસ મહત્વ છે. આ દિવસ માતાને અનુલક્ષીને શ્રાદ્ધકર્મ કરવામાં આવે છે આથી એેને માતૃનવમી (Matru Navmi) પણ કહેવામાં આવે છે. નોમના દિવસે આ શ્રાદ્ધ કરવાથી તમે માતાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. તો ચાલો જાણીએ, નોમના શ્રાદ્ધ (Matru Navmi Tithi) વિશે સવિસ્તાર…

માતૃનવમીનું શ્રાદ્ધ
માતૃનવમીનું શ્રાદ્ધ

સૌભાગ્યવતીનું શ્રાદ્ધ

પિતૃપક્ષ (Pitrupaksh)ની શરુઆત થઇ ચૂકી છે. આ સમય દરમિયાન, સૌ પિતૃઓનું પૂજન કરે છે અને એમના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ વગેરે કરવામાં આવે છે. આ એવો સમય છે કે જે દરમિયાન, સાત્વિક મનથી પૂર્વજોનું સ્મરણ કરવાની સલાહ આપવામાં આવે છે. પૂર્વજો અને દેવતાઓ પ્રસન્ન થાય તો જીવનમાં ધન-ધાન્યની કમી રહેતી નથી. શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતા કર્મ જ શ્રાદ્ધ (Shraddha) છે અને એને યથાશક્તિ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. એમાંયે માતાનું ઋણ તો કદીયે ભૂલી શકાય એમ નથી હોતું. આથી જ દિવંગત સૌભાગ્યવતી માતા (Saubhagyavati)ના આત્માની શાંતિ અર્થે આ શ્રાદ્ધકર્મ કરવું જોઇએ.

પિતૃપક્ષની નોમે એવી સ્ત્રીઓનું શ્રાદ્ધ કરવાનું વિધાન છે કે, જેમનું મૃત્યુ એમના પતિ જીવિત હોય ત્યારે જ થઇ ગયું હોય! હિન્દુ ધર્મની માન્યતા અનુસાર, જેમની મૃત્યુતિથિની તમને ખબર ન હોય એવી માતાઓ, બહેનો અને દીકરીઓનું પણ આ તિથિએ શ્રાદ્ધ કરવામાં આવે છે. નોમ (Matru Navmi Tithi)ના દિવસે શ્રાદ્ધ કરવાથી દિવંગત મા પ્રસન્ન થાય છે અને તમારા કુળ અને વંશની પ્રગતિ થાય છે.

માતૃનવમીનું મહત્વ

માતૃપક્ષને સમર્પિત શ્રાદ્ધ માતૃનવમીએ કરવાનું શાસ્ત્રોક્ત વિધાન છે. માતાનું ઋણ તો કદીયે ભૂલી શકાય એમ નથી હોતું. આથી જ દિવંગત સૌભાગ્યવતી માતાના આત્માની શાંતિ અર્થે (Peace of Soul) આ શ્રાદ્ધકર્મ કરવું જોઇએ. આ દિવસે કરવામાં આવતા શ્રાદ્ધથી દિવંગત માતાઓ અને કુળની સ્ત્રીઓના આત્માને શાંતિ અને મોક્ષ (Moksha) પ્રદાન થાય છે. જે વ્યક્તિ માતૃ નવમીએ શ્રાદ્ધ કરે છે એમના જીવનમાં ક્યારેય વહાલ અને માતૃત્વની ઓછપ વરતાતી નથી.

માતૃ નવમી 2026ની તારીખ (Matru Navmi 2026 Date)

જ્યોતિષ પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની નવમી તિથિનો પ્રારંભ 4 ઑક્ટોબર (4 October 2026)ના સવારે 05:51 કલાકે થશે. નોમ તિથિનું સમાપન 5 ઑક્ટોબર 2026ના રોજ સવારે 03:53 મિનિટે થશે. આથી માતૃ નવમી 4 ઑક્ટોબર 2026ના રવિવારે ગણાશે.

માતૃ નવમી 2026 શ્રાદ્ધકર્મનું મુહૂર્ત (Matru Navmi 2026 Shraddh Mahurat)

શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવા માટે કુતુપ, રૌહિણ નો સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે. અપરાન્હ કાળ સમાપ્તિ બાદ શ્રાદ્ધ કર્મ સંપન્ન કરી લેવું જોઇએ. માતૃ નવમીના દિવસે અપરાન્હ કાળ બપોરે 01:39 કલાકે શરુ થઈને બપોરે 04:01 કલાક સુધી વિદ્યમાન રહેશે. જ્યારે કુતુપ મુહૂર્તની શરુઆત બપોરે 12:03 કલાકે થશે અને સમાપ્તિ બપોરે 12:51 કલાકે થશે. જ્યારે રૌહિણ મુહૂર્ત બપોરે 12:51 કલાકથી પ્રારંભ થઈને બપોરે 01:39 કલાક સુધી વિદ્યમાન રહેશે.

ગાય, કૂતરા, કાગડા, કીડી અને દેવ માટે પંચબલિ ભાગ કાઢવો
ગાય, કૂતરા, કાગડા, કીડી અને દેવ માટે પંચબલિ ભાગ કાઢવો

માતૃ નવમીના દિવસે આ નિયમોનું પાલન કરવું (Rules for Matru Navmi)

1. માતૃ નવમીના દિવસે તામસિક વસ્તુઓનું સેવન ન કરવું.

2. શ્રાદ્ધ કર્મ માટે ભોજન બનાવતા સમયે સાત્વિકતા અને શુદ્ધિનું ધ્યાન રાખવું.

3. માતૃ નવમીના દિવસે કોઈ પણ મહિલાનું અપમાન ન કરવું અને સાથોસાથ કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર ન કરવો.

4. શ્રાદ્ધ કર્મ હંમેશા બપોરે કુતુપ મુહૂર્તમાં કે રૌહિણ મુહૂર્તમાં જ કરવું.

5. શ્રાદ્ધ અગાઉ સૌપ્રથમ ગાય, કૂતરા, કાગડા, કીડી અને દેવ માટે પંચબલિ ભાગ કાઢવો.

6. શ્રાદ્ધ ભોજન બ્રાહ્મણોને ખવડાવીને પછી પોતે ગ્રહણ કરવું.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: શ્રાદ્ધ અને પિંડદાન માટે સૌથી પવિત્ર છે આ તીર્થ સ્થળ…જાણો એનો પૌરાણિક ઇતિહાસ અને ધાર્મિક મહત્વ!

આ પણ વાંચો: પિતૃ પક્ષમાં અકાળ મૃત્યુ પામનારા માટે શાથી વિશેષ છે ચતુર્દશી? જાણો શ્રાદ્ધના નિયમો અને ઉપાયો…

આ પણ વાંચો: