Pitru Paksh: શાસ્ત્રોમાં કેટલાક મુખ્ય તીર્થ સ્થળો (Pitru Tirth)નો ઉલ્લેખ મળે છે જ્યાં શ્રાદ્ધ કર્મ અથવા પિંડદાન કરવાથી વ્યક્તિને વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
પિતૃ પક્ષ પિતૃઓને સમર્પિત હોય છે. આ દરમિયાન, દાન-પુણ્ય કરવાની સાથોસાથ પિતૃઓનું તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન (Tarpan, Shraddh, Pind daan) કરવાથી પૂર્વજોનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવું કહે છે કે, સમુદ્ર અથવા સમુદ્રમાં ભળતી નદીના તટે, જ્યાં બળદ ન હોય એ ગૌશાળામાં, નદીના સંગમ પર, ઊંચા પર્વતના શિખરે, લીંપેલી સાફ અને સુંદર ભૂમિ પર વિધિપૂર્વક અને નિષ્કામભાવે કરવામાં આવેલું શ્રાદ્ધ તમામ મનોરથો પૂર્ણ કરે છે. અત્રે જણાવી દઈએ કે, શાસ્ત્રોમાં કેટલાક મુખ્ય તીર્થ સ્થળો (Pitru Tirtha)નો ઉલ્લેખ મળે છે જ્યાં શ્રાદ્ધ કર્મ અથવા પિંડદાન કરવાથી વ્યક્તિને વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ, શ્રાદ્ધ અને પિંડદાન માટેની પ્રમુખ જગ્યાઓ વિશે…

1. હરિદ્વાર (Haridwar Pitru Tirth)
હરદ્વારમાં નારાયણી શિલા પાસે પૂર્વજોનું પિંડદાન કરવામાં આવે છે, એવી માન્યતા છે કે અહિં પિંડદાન કરવાથી પિતૃઓના આશિષ પ્રાપ્ત થાય છે અને સદાય આશીર્વાદ મળતા રહે છે. એના જાવનમાં હંમેશઆ શાંતિ જળવાઇ રહે છે અને એનું નસીબ સદા એનો સાથ આપે છે.

2. કાશી (Kashi-Varanasi Pitru Tirth)
કાશી ધર્મ અને અધ્યાત્મની નગરી છે અને એ મોક્ષ નગરી તરીકે પણ પ્રસિદ્ધ છે. અહિં પિતૃઓની પ્રેત બાધાઓથી મુક્તિ માટે શ્રાદ્ધ અને પિંડદાન કરવામાં આવે છે. ત્રણ પ્રકારના પ્રેતાત્માઓ છે એવું માનવામાં આવે છે, સાત્વિક, રાજસી અને તામસી…આ યોનિઓમાંથી મુક્તિ અર્થે દેશભરમાં કેવળ કાશી નગરીમાં જ પિશાચ મોચન કુંડ છે. અહિં માટીના 3 કળશની સ્થાપના કરવામાં આવે છે અને એની ઉપર ભગવાન શંકર, બ્રહ્મા અને વિષ્ણુના પ્રતીકના સ્વરુપમાં કાળા, લાલ અને સફેદ રંગના ઝંડા લગાવવામાં આવે છે. આ પછી શ્રાદ્ધકર્મ કરવામાં આવે છે. કાશીમાં શ્રાદ્ધ કરનારના ઘરમાં સદાયે આનંદ પ્રવર્તે છે.

3. કુરુક્ષેત્ર (Kurushetra Pitru Tirth)
હરિયાણાના કુરુક્ષેત્રમાં પિહોવા તિર્થ પર અકાળ મૃત્યુ પામનાર વ્યક્તિનું શ્રાદ્ધ કરવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે, ખાસ કરીને અમાવસ્યાના દિવસે…જેનો સ્વર્ગવાસ સમય અગાઉ જ કોઈ એક્સીડન્ટ અથવા તો શસ્ત્રઘાત દ્વારા થયો હોય એમનું શ્રાદ્ધ અહિં કરવામાં આવે છે. આ સ્થાન સરસ્વતી નદીના કિનારે સ્થિત છે. અહિં શ્રાદ્ધ કે પિંડદાન કરનારને શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે અને એ જ સંતાન એમના ઘડપણમાં સહારો બને છે. મહાભારત અનુસાર, ધર્મરાજ યુધિષ્ઠિરે યુદ્ધમાં મૃત્યુ પામેલા પોતાના પરિવારજનોનું શ્રાદ્ધ અને પિંડદાન પિહોવા તીર્થ પર કર્યુ હતુ. વામન પુરાણમાં પણ આ સ્થળનો ઉલ્લેખ મળે છે જેમાં પુરાતન કાળમાં રાજા પૃથુએ પોતાના પિતા રાજા વેનનું શ્રાદ્ધ પણ અહિં જ કર્યુ હતુ. આ પછી જ રાજા વેનની તૃપ્તિ થઈ હતી.

4. બોધગયા (Bodh Gaya Pitru Tirth)
બિહાર રાજ્યની ફલ્ગુ નદીના કિનારે મગધ ક્ષેત્રમાં સ્થિત આ બોધગયા સૌથી પ્રાચીન અને પવિત્ર તીર્થ સ્થાનો પૈકીનું એક છે. અહિં પોતાના પૂર્વજોનું પિંડદાન કરવા માટે અનેક લોકો આવે છે. આ જ સ્થળે ભગવાન બુદ્ધને બોધિ નામના વૃક્ષ નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. વિષ્ણુ પુરાણ અને વાયુ પુરાણમાં આને મોક્ષ ભૂમિ તરીકે વર્ણવવામાં આવી છે. એવું મનાય છે કે સ્વયં વિષ્ણુ દેવતા પિતૃના સ્વરુપે અહિં હાજરાહજૂર છે! અહિં કરવામાં આવેલું પિંડદાન 108 કુળ અને સાત પેઢીઓનો ઉદ્ધાર કરે છે એવી માન્યતા છે.
સ્વયં બ્રહ્માએ પણ પોતાના પૂર્વજોનું પિંડદાન ગયાજીમાં ફલ્ગુ નદીના તટ પર કર્યુ હતુ અને ત્રેતા યુગમાં ભગવાન શ્રીરામે પોતાના પિતા દશરથનું પણ અહિં પિંડદાન કર્યુ હતુ. એવું કહે છે કે અહિં પહેલા 360 વેદિઓ હતી જે હવે 48 જ રહી છે. અહિં પિતૃઓનું પિંડદાન કરાય છે. અહિં એક જગ્યા છે અક્ષયવટ…જ્યાં પૂર્વજો નિમિત્તે દાન કરવાની પરંપરા છે. અહિં કરવામાં આવેલું દાન અક્ષય મનાય છે. જેટલું પુણ્ય અહિં કરવામાં આવે એટલું જ પુણ્ય પરત મળે છે એવી ધઆર્મિક માન્યતા છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: કેરિયરમાં પ્રગતિ અને વેપારમાં લાભ…પિતૃ પક્ષમાં આ 5 નસીબવંતી રાશિઓ પર વરસશે પિતૃઓની વિશેષ કૃપા..!
આ પણ વાંચો: પિતૃ પક્ષની આ 3 તિથિઓ છે સૌથી વિશેષ….ભૂલે-ચૂકે પણ ન ચૂકતા શ્રાદ્ધ-તર્પણ…!
આ પણ વાંચો:
