World News:પશ્ચિમ બંગાળની હાઈ-પ્રોફાઈલ નંદીગ્રામ (Nandigram)વિધાનસભા બેઠક પર 6 ઓક્ટોબરે યોજાનારી પેટાચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું છે. ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીએ એક ચૂંટણી સભાને સંબોધતા લઘુમતી (મુસ્લિમ) મતદારોને ભાજપને સમર્થન આપવા માટે ભાવુક અપીલ કરી છે. નંદીગ્રામના મુસ્લિમ-બહુલ વિસ્તાર ગણાતા બિરુલિયા બજારમાં રેલી યોજીને તેમણે આ નિવેદન આપ્યું હતું.
લઘુમતી મતદારોને મિત્રતાનો હાથ લંબાવવાની અપીલ
ભાજપના ઉમેદવાર હસીરાની રાઠના સમર્થનમાં પ્રચાર કરતા શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)નું અસ્તિત્વ લગભગ સમાપ્ત થઈ ચૂક્યું છે, તેથી લઘુમતી સમુદાયે ભાજપથી દૂર રહેવાથી કોઈ ફાયદો નહીં થાય.

રેલી દરમિયાન તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું
“અમારી તરફ મિત્રતાનો હાથ લંબાવવાનો આ શ્રેષ્ઠ સમય છે. 6 ઓક્ટોબર ખૂબ જ શુભ દિવસ છે, અને મિત્ર તરીકે અમારો હાથ પકડવાની આવી તક તમને ફરી ક્યારેય નહીં મળે. હા, અમે ‘જય શ્રી રામ’નો નારો લગાવીએ છીએ, પરંતુ તે બોલવા માટે અમે તમારા પર જરાય દબાણ કરતા નથી. જો તમે ઈચ્છો તો, ‘જય શ્રી રામ’ને બદલે ફક્ત ‘ભારત માતા કી જય’ કહી શકો છો.”*
Bengal ના ભૂતપૂર્વ પીએ (PA) ચંદ્રનાથની હત્યાનો ઉલ્લેખ અને ‘લોકશાહી બદલો’
આ ચૂંટણીને તેમના ભૂતપૂર્વ પીએ અને સ્વર્ગસ્થ ચંદ્રનાથ રાની નિર્દય હત્યા સાથે જોડતા શુભેન્દુએ મતદારોને અપીલ કરી કે આ ચૂંટણીનો ઉપયોગ “લોકશાહી બદલા” તરીકે કરવો જોઈએ. હસીરાની રાઠ એ સ્વર્ગસ્થ ચંદ્રનાથ રાઠનાં માતા છે.
શુભેન્દુએ આરોપ લગાવ્યો કે ચંદ્રનાથનો ગુનો માત્ર તેમની સાથેની નિકટતા હતી. ઉત્તર પ્રદેશના શૂટર્સ અને બિહારના મુંગેરના શખ્સો મારફતે આ હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો કે સીબીઆઈ (CBI) દ્વારા આ મામલે ૯૦ ટકા તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે અને આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે. તેમણે જનતાને આનો જવાબ ૬ ઓક્ટોબરે ઇવીએમ (EVM) પર બટન દબાવીને આપવા આહ્વાન કર્યું હતું.
ટીએમસી (TMC) પર આકરા પ્રહારો
મમતા બેનર્જી (Mamata Banerjee)અને Trinamool Congress )નું સીધું નામ લીધા વિના તેમના પર પ્રહાર કરતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાંથી તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress)નો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. ચૂંટણી પંચ દ્વારા ટીએમસીના વિભાજિત જૂથોને અલગ નામો અને ચૂંટણી ચિહ્નો ફાળવવાનો ઉલ્લેખ કરીને તેમણે દાવો કર્યો કે હવે આ પક્ષનું અસ્તિત્વ માત્ર કાગળ પર જ બચ્યું છે.
આ પણ વાંચો:મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો; TMCના ફ્રીઝ બેંક ખાતાઓ ચલાવવાની અરજી ફગાવી
આ પણ વાંચો:પશ્ચિમ બંગાળમાં TMC ધારાસભ્ય કુણાલ ઘોષની કાર પર હુમલો, પથ્થર-ઈંડા ફેંકાયા
આ પણ વાંચો:બંગાળ રાજ્યસભા પેટાચૂંટણીમાં ભાજપનો મોટો દાવ, TMC છોડનારા ત્રણ પૂર્વ સાંસદોને બનાવ્યા ઉમેદવાર
