Rajkot News/ રાજકોટમાં સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો, ત્રણ સામે ગુનો

Rajkot Murder Case: રાજકોટના જંગલેશ્વરમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ 56 વર્ષીય ઇકબાલભાઈ લોધી પર હુમલો થયો હતો. ગંભીર ઈજાઓ બાદ સારવાર દરમિયાન તેમનું મોત થયું. ભક્તિનગર પોલીસે ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો.

Gujarat Top Stories Rajkot Breaking News
Rajkot Murder Case: સામાન્ય બાબતે બોલાચાલી બાદ 56 વર્ષીય પ્રૌઢનું મોત

Rajkot News: રાજકોટમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીનો કરુણ અંજામ (Rajkot Murder Case) આવ્યો છે. ગોંડલ ચોકડી નજીક જૂના ગણેશનગર વિસ્તારમાં રહેતા 56 વર્ષીય ઇકબાલભાઈ ઉર્ફે જૂનાગઢી ઇબ્રાહીમ લોધી પર જંગલેશ્વર મેઇન રોડ વિસ્તારમાં હુમલો કરવામાં (56 Year Old Man Murder) આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

Rajkot Murder Case: સામે જોવા જેવી બાબતે થયો હતો વિવાદ

મળતી માહિતી મુજબ, ઇકબાલભાઈ અને જંગલેશ્વરમાં (Jangleshwar Murder) રહેતા દાનીશ અમીનભાઈ વચ્ચે સામે જોવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઇકબાલએ પોતાના પુત્ર સોહિલને ફોન કરીને દાનીશ સાથે થયેલા વિવાદ અંગે જાણ કરી હતી.મોડી રાત્રે સોહિલને તેના મિત્રનો ફોન આવ્યો હતો. તેને જાણ કરવામાં આવી હતી કે ખ્વાજા એપાર્ટમેન્ટ નીચે આવેલા નિસ્બત પાન પાસે તેના પિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યા છે.

ત્રણ શખ્સો સામે હુમલાનો આક્ષેપ

પુત્ર ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે ઇકબાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ, દાનીશ પોતાના બે સાગરીતો સુફિયાન હનીફ આરબ અને રિયાઝ સાથે ત્યાં આવ્યો હતો અને ઇકબાલ સાથે માથાકૂટ બાદ તેમના પર હુમલો કર્યો હતો.હુમલા બાદ ઇકબાલભાઈને સારવાર માટે પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

ભક્તિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો

હોસ્પિટલ ચોકીમાંથી જાણ થતાં ભક્તિનગર પોલીસે (Bhaktinagar Police) તપાસ શરૂ કરી હતી. મૃતકના મોટા પુત્ર સોહિલની ફરિયાદના આધારે દાનીશ અમીન, સુફિયાન હનીફ આરબ અને રિયાઝ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મૃતક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા

56 વર્ષીય ઇકબાલ મૂળ જૂનાગઢના વતની હતા અને વિસ્તારમાં ‘ઇકબાલભાઈ જૂનાગઢી’ તરીકે ઓળખાતા હતા. તેઓ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને ચાર પુત્રો છે.મૃતકના પુત્રએ પોલીસ સમક્ષ આરોપ લગાવ્યો છે કે હુમલામાં સામેલ શખ્સો અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. આ દાવાની પોલીસ તપાસ કરી રહી છે. હાલ હત્યાના કારણ અને આરોપીઓની ભૂમિકા અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: સાબરમતીમાં ઉધારની પડીકીનો વિવાદ હત્યા સુધી પહોંચ્યો, આરોપી અનિલ ઠાકોર ફરાર

આ પણ વાંચો: વિજયવાડામાં પૈસાના વિવાદમાં મહિલા મિત્રની હત્યા, આરોપીએ શરીરના 9 ટુકડા કરી નહેરમાં ફેંક્યા

આ પણ વાંચો: અમરેલીમાં દીકરીની હત્યા બાદ પિતાનો આપઘાત, 7.25 લાખના નાણાં મામલે મિત્ર સામે ફરિયાદ