ChhotaUdepur News/ નસવાડી સરકારી બી.એડ્ કૉલેજના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં ઝળક્યા

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી (Nasvadi) સરકારી બી.એડ્. કૉલેજના તાલીમાર્થીઓએ તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં 400
મીટર દોડ, ચક્ર ફેંક અને બરછી ફેંકમાં શાનદાર વિજય મેળવ્યો છે.

Top Stories Gujarat Others
Nasvadi બી.એડ્. કૉલેજના વિદ્યાર્થીઓનો જાદુ

chhotaudepur news: ગુજરાત સરકાર દ્વારા આયોજિત તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં નસવાડી (Nasvadi)ની સરકારી બી. એડ્. કૉલેજ (B.Ed. College)ના તાલીમાર્થીઓએ ઉત્કૃષ્ટ રમત-ગમત કૌશલ્ય દાખવ્યું હતું. કૉલેજના સ્પોર્ટ્સ આસિસ્ટન્ટ પ્રિયાબેન તડવી (Priyaben Tadvi)ના માર્ગદર્શનમાં વિવિધ રમત સ્પર્ધામાં કૉલેજના ખેલાડીઓએ બહેતરીન પ્રદર્શન કર્યું હતું. તાલુકા કક્ષાએ પોતાના શ્રેષ્ઠ રમત કૌશલ્ય દ્વારા વિજેતા બનેલા આ તાલીમાર્થીઓ હવે પછી યોજાનાર જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં નસવાડી તાલુકા અને કૉલેજનું પ્રતિનિધિત્વ કરવા જશે.

વિજેતા તાલીમાર્થીઓની સિદ્ધિઓ

400 મીટર દોડ સ્પર્ધા: ચૌહાણ અલ્કેશે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

ચક્ર ફેંક સ્પર્ધા: આ સ્પર્ધામાં ડું. ભીલ રતનએ પ્રથમ ક્રમાંક તથા પટેલ મિતેશકુમારે (Patel Miteshkumar)દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

બરછી ફેંક સ્પર્ધા: ભીલ મહેશે શાનદાર પ્રદર્શન કરી તૃતિય ક્રમાંક મેળવી ઝળહળતી સફળતા હાંસલ કરી છે.


આ પણ વાંચો:EWS આવાસોની તપાસમાં 290 મકાનોમાં ગેરરીતિ: AMCની નોટિસ, એક સપ્તાહમાં જવાબ આપવો પડશે

આ પણ વાંચો:સચિનમાં A to Z હોસ્પિટલ ઉપર ભીષણ આગ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓએ કાબૂ મેળવ્યો

આ પણ વાંચો:કપાસના ખેતરમાં ‘કાળો કારોબાર’! 666 ગાંજાના છોડ સાથે 2 કરોડથી વધુનો જથ્થો ઝડપાયો