Chhota Udepur News/ છોટાઉદેપુરવાસીઓ માટે રાહતના સમાચાર; સિહોદ ખાતે ભારજ નદી પર ઓવરબ્રિજનું કામ પુનઃ ધમધમ્યું

છોટાઉદેપુર (Chhota Udepur)ના પાવીજેતપુર-સિહોદ નજીક નેશનલ હાઇવે NH-56 પર ભારજ નદી પર નિર્માણ પામી રહેલા નવા પુલની કામગીરીએ ફરી વેગ પકડ્યો છે. ભારે મશીનરીથી કામ શરૂ થતાં વાહનચાલકોએ રાહત અનુભવી છે.

Gujarat Top Stories Others
Chhota Udepur Relief for motorists

Chhota Udepur News:  છોટાઉદેપુર (Chhota Udepur)નેશનલ હાઇવે NH-56 પર પાવીજેતપુર (Pavi Jetpur)-સિહોદ નજીક ભારજ નદી પર નિર્માણ પામી રહેલા નવા પુલની કામગીરીએ આખરે લાંબા સમયની રાહ જોયા બાદ જોરદાર ગતિ પકડી છે. નિર્ધારિત 18 માસની સમયમર્યાદા વીતી જવા છતાં અત્યાર સુધી મંથરગતિએ ચાલતા આ કામમાં હવે સ્થળ પર ભારે મશીનરી અને ક્રેઇનની મદદથી ગર્ડર સહિતના મહત્વના સ્ટ્રક્ચરની કામગીરી ધમધમતી જોવા મળી રહી છે, જેને કારણે લાંબા સમયથી મુશ્કેલી વેઠી રહેલા વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોમાં રાહતની લાગણી પ્રસરી છે.

ભારે મશીનરી અને ક્રેઇનની મદદથી ચાલી રહી છે કામગીરી

વહીવટી તંત્ર અને સંબંધી એજન્સી દ્વારા કામમાં ઝડપ લાવવામાં આવતા હવે ભારજ નદી (Bharaj River)પર પુલ નિર્માણની પ્રક્રિયા વેગવંતી બની છે. સાઈટ પર મોટી ક્રેઈન અને હેવી મશીનરી ઉતારીને ગર્ડર લોન્ચિંગ (Girder Launching)અને અન્ય માળખાકીય કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સ્થાનિક લોકો અને રાહદારીઓ લાંબા સમયથી આ મહત્વના માર્ગના પુલનું કામ વહેલી તકે પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા હતા.

જુલાઈ 2023માં બેસી ગઈ હતી પુલની સપાટી

ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2023 માં ભારે વરસાદને પગલે ભારજ પુલની સપાટી બેસી ગઈ હતી, જેને કારણે સુરક્ષાના ભાગરૂપે વાહનવ્યવહાર બંધ કરી ડાયવર્ઝન શરૂ કરાયું હતું. ત્યારબાદ 26 ઓગસ્ટ 2024ના રોજ સુખી ડેમના દરવાજા ખોલવામાં આવતા આવેલા ધસમસતા પૂરમાં 60 વર્ષ જૂનો આ જૂનો પુલ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો હતો અને તેની સાથે જ બનાવવામાં આવેલું ડાયવર્ઝન પણ ધોવાઈ જવાથી ભારે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી.


આ પણ વાંચો:છોટાઉદેપુર: બોડેલી, પાવીજેતપુર, સંખેડા સહીત જિલ્લામા ધોધમાર વરસાદ નીચાણ વાળા વિસ્તારોમા પાણી ભરાયા

આ પણ વાંચો:પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામે ફીલ્મી સ્ટાઇલ થી નકલી ઇન્કમટેક્સ ઓફીસરોની રેડ

આ પણ વાંચો:પાવીજેતપુરના સમડી ગામમાં પુત્રએ માતાની હત્યા કરતા ચકચાર