Vadodara News/ દારૂ છુપાવવા એક્ટિવામાં બનાવ્યા ચોરખાના! વડોદરામાં 455 બોટલ સાથે બેની ધરપકડ

Vadodara Liquor: વડોદરાના બાપોદ વિસ્તારમાં પોલીસે બે મોપેડમાંથી 455 દારૂની બોટલ ઝડપી પાડી છે. રૂ.1.41 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Gujarat Top Stories Vadodara
Vadodara Liquor: એક્ટિવામાંથી 455 દારૂની બોટલ ઝડપાઈ, બે આરોપીની ધરપકડ

Vadodara News: વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં પોલીસે દારૂની હેરાફેરીનો (Vadodara Liquor) પર્દાફાશ કરી બે મોપેડ પરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસ દરમિયાન બંને વાહનોમાં બનાવવામાં આવેલા અલગ-અલગ ખાનામાંથી કુલ 455 બોટલ દારૂ મળી આવી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર બે વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Vadodara Liquor: બાતમીના આધારે પોલીસે બંને મોપેડ અટકાવ્યા

બાપોદ પોલીસની (Bapod Police) ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે બે મોપેડ મારફતે વિદેશી દારૂનો જથ્થો લઈ કેટલાક શખ્સો પસાર થવાના છે. માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી GJ-06-PM-5003 અને GJ-23-DB-7712 નંબરની બંને મોપેડને અટકાવી તપાસ હાથ ધરી હતી.

મોપેડની તપાસ દરમિયાન પોલીસને વાહનના અલગ-અલગ ભાગોમાં છુપાવવામાં આવેલી દારૂની બોટલો મળી આવી હતી. બંને વાહનોમાંથી કુલ 455 બોટલ, જેની અંદાજિત કિંમત રૂ. 91 હજાર હોવાનું સામે આવ્યું છે.

બે આરોપીની ધરપકડ

પોલીસે સ્થળ પરથી અલ્કેશ અરવિંદ રાઠવા, રહે. ખોરવાણીયા, તાલુકો-જિલ્લો છોટાઉદેપુર અને સુનિલ રાઠવા, રહે. લગામી, છોટાઉદેપુરની ધરપકડ (Bootlegger) કરી છે.પોલીસે દારૂ ઉપરાંત બંને મોપેડ અને બે મોબાઈલ ફોન સહિત કુલ આશરે રૂ. 1.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

દારૂનો જથ્થો આપનાર અને મંગાવનાર વોન્ટેડ

બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.ડી. લાડુમોરના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન દારૂનો જથ્થો (Vadodara Liquor) આપનાર તરીકે છોટાઉદેપુરના લગામી ગામના રિતેશ રાઠવાનું નામ સામે આવ્યું છે. જ્યારે વડોદરાના ડોડકા ગામની લક્ષ્મી માળીએ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની માહિતી મળી છે.

પોલીસે બંનેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને સમગ્ર દારૂની હેરાફેરીના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં (Liquor Seized) આવી રહી છે.

એક્ટિવામાં બનાવેલા ચોરખાનાથી પોલીસ પણ ચોંકી

આ સમગ્ર કાર્યવાહીમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર બાબત બંને મોપેડમાં દારૂ છુપાવવા માટે કરવામાં આવેલી ગોઠવણ છે. વાહનની સામાન્ય તપાસમાં જથ્થો સરળતાથી નજરે ન પડે તે રીતે દારૂની બોટલો અલગ-અલગ જગ્યાએ સંતાડવામાં આવી હતી. તપાસ આગળ વધતા એક પછી એક બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે આ જ પ્રકારની રીતે અગાઉ (Vadodara Crime) કેટલા વખત દારૂની હેરાફેરી કરવામાં આવી હતી અને આ નેટવર્ક સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે.


આ પણ વાંચો: બગોદરા પોલીસે પ્લાસ્ટિક વેસ્ટની આડમાં હેરાફેરી થતો 22.72 લાખનો દારૂ ઝડપ્યો, ડ્રાઈવરની ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પરથી 84.32 લાખનો દારૂ ઝડપાયો, 8,592 બોટલ સાથે બે ઝડપાયા

આ પણ વાંચો: ચાંદખેડામાં દારૂના નશામાં કોન્સ્ટેબલે એક્ટિવાને મારી ટક્કર, કાકા-ભત્રીજી ઈજાગ્રસ્ત