Ahmedabad News/ 10 લાખમાં બાળકનો સોદો! અમદાવાદમાં બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ, 4 ઝડપાયા

Ahmedabad Child Trafficking: અમદાવાદના ન્યૂ રાણીપમાં 37 દિવસના બાળકની ચોરીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે યુવતી, બે સગીર અને યુપીના એક આરોપી સહિત 4ને ઝડપી લીધા છે. તપાસમાં બાળકના લાખો રૂપિયાના સોદાનો ખુલાસો થયો.

Ahmedabad Top Stories Gujarat Breaking News
Ahmedabad Child Trafficking: બાળક ચોરી કેસમાં મોટો ખુલાસો, 10 લાખના સોદાની તપાસ

Ahmedabad News: ન્યૂ રાણીપ વિસ્તારમાં શ્રમજીવી પરિવારના 37 દિવસના બાળકની ચોરીના ચકચારી કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો (Ahmedabad Child Trafficking) પર્દાફાશ કર્યો છે. પોલીસે એક યુવતી, બે સગીર અને ઉત્તર પ્રદેશના એક યુવક સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં બાળકને ઉત્તર પ્રદેશમાં નિઃસંતાન દંપતી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની વિગતો સામે આવી છે.

2 ઓક્ટોબરની વહેલી સવારે ન્યૂ રાણીપ વિસ્તારમાં ફૂટપાથ પર પરિવાર સાથે સૂતેલા બાળક ગુમ થતાં પોલીસને જાણ (New Ranip Child Theft) કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સાબરમતી પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય પોલીસ ટીમોએ તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ તપાસ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Ahmedabad Child Trafficking: 38 કલાક બાદ બાળક સલામત મળ્યું

પોલીસની તપાસ દરમિયાન 3 ઓક્ટોબરે સાંજે બાળક રાણીપ વિસ્તારના તળાવ નજીકથી મળી આવ્યું હતું. પોલીસે બાળકને સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડ્યું હતું. ત્યારબાદ ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવતા એક યુવતીની શંકાસ્પદ હિલચાલ સામે આવી હતી.

સીસીટીવી અને અન્ય તપાસના આધારે પોલીસે યુવતીને ઝડપી (Child Trafficking Racket) લીધી હતી. પૂછપરછ દરમિયાન સમગ્ર મામલે અન્ય આરોપીઓની સંડોવણીની માહિતી મળતાં પોલીસે બે સગીરોને પણ ઝડપી લીધા હતા.

બાળકના બદલામાં લાખોની રકમ આપવાની વાત

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ બાળકને એક એજન્ટ મારફતે ઉત્તર પ્રદેશમાં પહોંચાડવાની(UP Child Trafficking) તૈયારીમાં હતા. બાળકના બદલામાં લાખો રૂપિયાની લેવડદેવડ થવાની હતી. તપાસમાં એક યુવાનની પણ સંડોવણી સામે આવતા પોલીસે તેને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી લીધો છે.

પોલીસના જણાવ્યા મુજબ, આ કેસમાં બાળકને ખરીદવા ઇચ્છતા નિઃસંતાન દંપતી સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકની ઉંમર અંગે પણ ચોક્કસ પસંદગી રાખવામાં આવી હોવાની માહિતી તપાસમાં સામે આવી છે.

અગાઉ પણ બાળક શોધવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી

પોલીસ તપાસમાં આરોપીઓએ અગાઉ પણ બાળક મેળવવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર રેકેટમાં અન્ય વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તે અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલી રહી છે.પોલીસ હવે બાળકના સોદામાં સંડોવાયેલા સંભવિત વચેટિયા, નાણાકીય લેવડદેવડ અને બાળક ખરીદવા ઇચ્છતા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ કેસમાં વધુ આરોપીઓની સંડોવણી સામે આવે તેવી શક્યતા છે.


આ પણ વાંચો: બનાસકાંઠામાં 4 વર્ષના બાળકના અપહરણથી ખુલ્યું બાળ તસ્કરીનું નેટવર્ક

આ પણ વાંચો: અમદાવાદમાં 20 દિવસની નવજાત બાળકીના ગેરકાયદે સોદાનો ભંડાફોડ: 4 મહિલાઓની ધરપકડ, બાળ તસ્કરી એંગલથી તપાસ

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પાસેથી નવજાત બાળકનું રેસ્ક્યૂ, આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ