Surat News/ સુરતની લાજપોર જેલમાં વહીવટનો પર્દાફાશ! મોબાઈલ મળ્યા બાદ સ્ટાફ સામે કડક કાર્યવાહી

Lajpore Jail Mobile Phones: સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન 11 એન્ડ્રોઇડ મોબાઈલ મળ્યા. 2 હવાલદાર, 3 સુબેદાર અને 3 સિપાહી સસ્પેન્ડ કરાયા, જેલરની બદલી અને 3 કેદી ટ્રાન્સફર કરાયા.

Surat Top Stories Gujarat Breaking News
Lajpore Jail Mobile Phones: 11 મોબાઈલ મળ્યા, 8 કર્મચારી સસ્પેન્ડ; જેલરની બદલી

Surat News: સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં કેદીઓને મળતી કથિત ગેરકાયદે સવલતો અને જેલની અંદર મોબાઈલના (Lajpore Jail Mobile Phones) ઉપયોગને લઈને વડી કચેરી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદની સ્પેશિયલ જેલ સરપ્રાઇઝ ચેકિંગ ટીમે લાજપોર જેલમાં તપાસ દરમિયાન અલગ-અલગ બેરેકમાંથી 11 એન્ડ્રોઇડ મોબાઈલ મળી આવ્યા હતા. આ મામલે થયેલી તપાસ બાદ જેલના 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ જેલર કે.જે. ધારગેની બદલી કરવામાં આવી છે અને ત્રણ કેદીઓને અન્ય જેલમાં ખસેડવામાં આવ્યા છે.

Lajpore Jail Mobile Phones: સરપ્રાઇઝ ચેકિંગમાં 11 મોબાઈલ મળ્યા

લાજપોર મધ્યસ્થ જેલમાં અમદાવાદની સ્પેશિયલ જેલ (Surat Lajpore Jail) ચેકિંગ સ્ક્વોડ દ્વારા સરપ્રાઇઝ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેદીઓની બેરેકમાંથી કુલ 11 એન્ડ્રોઇડ મોબાઈલ મળી આવ્યા હતા.જેલ જેવી ઉચ્ચ સુરક્ષાવાળી જગ્યામાં કેદીઓ પાસેથી મોટી સંખ્યામાં મોબાઈલ મળી (Prison Mobile Case) આવતાં જેલ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા હતા. ત્યારબાદ વડી કચેરી દ્વારા સમગ્ર મામલે આંતરિક તપાસ હાથ (Surat Jail Raid) ધરવામાં આવી હતી.

2 હવાલદાર, 3 સુબેદાર અને 3 સિપાહી સસ્પેન્ડ

તપાસ દરમિયાન ફરજમાં બેદરકારી અને કેદીઓ સાથે કથિત સાંઠગાંઠના આરોપોને ગંભીરતાથી લેવામાં આવ્યા હતા. આ મામલે બે હવાલદાર, ત્રણ સુબેદાર અને ત્રણ સિપાહી મળી કુલ આઠ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.કર્મચારીઓ સામેની કાર્યવાહીમાં જેલના નિયમોનું પાલન ન કરવું અને કેદીઓને કથિત રીતે ગેરકાયદે સવલતો મળતી હોવા અંગેની બાબતોનો સમાવેશ થાય છે. સમગ્ર મામલે વિભાગીય સ્તરે વધુ તપાસ પણ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.

પાન-મસાલાથી મોબાઈલ સુધી સવલતોનો આક્ષેપ

તપાસ દરમિયાન જેલમાં કેટલાક કેદીઓને નિયમ વિરુદ્ધ (Lajpore Jail Mobile Phones) સવલતો મળતી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા હતા. કેદીઓને પાન-મસાલા અને સિગારેટ જેવી પ્રતિબંધિત વસ્તુઓથી લઈને અન્ય સુવિધાઓ મળતી હોવાની માહિતી તપાસમાં સામે આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.

કેટલાક કેદીઓ જેલ પરિસરમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાની બાબત પણ તપાસનો મહત્વનો મુદ્દો બની હતી. જેલની સુરક્ષા અને વહીવટ માટે આ બાબતને ગંભીર ગણવામાં આવી છે.

જેલર કે.જે. ધારગેની બદલી

કર્મચારીઓ સામેની સસ્પેન્શન કાર્યવાહી ઉપરાંત લાજપોર જેલના જેલર કે.જે. ધારગેની પણ બદલી કરવામાં આવી છે. વહીવટી આદેશ અનુસાર તેમને તાત્કાલિક અસરથી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે.જેલમાં ચાલી રહેલી કથિત ગેરરીતિઓ સામે દેખરેખ અને વહીવટની જવાબદારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય (Jail Staff Suspended) લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

ત્રણ કેદીઓને અન્ય જેલમાં ખસેડાયા

જેલની અંદર કથિત રીતે પ્રભાવ ધરાવતા ત્રણ કેદીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણેયને સુરતની લાજપોર જેલમાંથી રાજ્યની અન્ય જેલોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.બિપિન નટવર શર્મા (કેદી નંબર 2410)ને પાલારા ખાસ જેલ, કૈલાસ જીવતરામ રાજાણીને (કેદી નંબર 2576) વડોદરા મધ્યસ્થ જેલ અને પ્રશાંત ચંદ્રકાંત રાજપૂત (કેદી નંબર 98388)ને પોરબંદર ખાસ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

જેલની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો

લાજપોર જેલ જેવી સુરક્ષિત જગ્યામાં 11 મોબાઈલ મળી આવવાની ઘટના બાદ જેલની આંતરિક સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થા ચર્ચામાં આવી છે. એક તરફ કેદીઓ સુધી મોબાઈલ કેવી રીતે પહોંચ્યા અને બીજી તરફ પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં કેવી રીતે પ્રવેશી તે અંગે પણ તપાસનો મુદ્દો બન્યો છે.

વડી કચેરીની કાર્યવાહી બાદ હવે જેલમાં સુરક્ષા અને ચેકિંગ વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલે વિભાગીય તપાસ આગળ વધે તેમ વધુ વિગતો સામે આવી શકે છે.


આ પણ વાંચો: સુરતની લાજપોર જેલના કોન્સ્ટેબલ પર મહિલા પર બળાત્કારનો આરોપ

આ પણ વાંચો: સુરત : લાજપોર જેલમાંથી ફરાર થયેલા આરોપી ઝડપાયા

આ પણ વાંચો: ઓડિશામાં ગાંજાનું નેટવર્ક સુરતની લાજપોર જેલમાંથી થતું હતું ઓપરેટ