Ahmedabad News/ દૈનિક વેતનમાંથી કાયમી બનેલા કર્મચારીઓને રાહત, નિવૃત્ત પેન્શનરોને થશે ફાયદો,જાણો સંપૂર્ણ વિગત

સુપ્રીમ કોર્ટે દૈનિક વેતનમાંથી કાયમી બનેલા કર્મચારીઓની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો (Government of Gujarat) છે. 30 જૂને નિવૃત્ત થતા કર્મચારીઓને વાર્ષિક ઈન્ક્રીમેન્ટ અને વધેલા પેન્શનનો લાભ મળશે

Top Stories Ahmedabad Gujarat
Government of Gujarat ને સુપ્રીમ કોર્ટનો ઝટકો

Ahmedabad News :ગુજરાત સરકાર (Government of Gujarat)ના દૈનિક વેતનદારો અને કાયમી કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટે (Supreme Court)એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જે દૈનિક વેતનના કુશળ કામદારોને સરકારી ઠરાવ હેઠળ કાયમી કર્મચારી ગણવામાં આવ્યા હતા અને નિયમિત પગારધોરણ તથા નિવૃત્તિના તમામ લાભો આપવામાં આવ્યા હતા, તેમને માત્ર એટલા જ કારણસર નિવૃત્તિ પછી મળવાપાત્ર વાર્ષિક ઈન્ક્રીમેન્ટથી વંચિત રાખી શકાય નહીં કે તેઓ મૂળ રૂપે દૈનિક વેતનદાર તરીકે જોડાયા હતા. જસ્ટિસ સંજય કુમાર (Sanjay Kumar)અને જસ્ટિસ સંજીવ ખન્ના (Sanjiv Khanna)ની બેન્ચે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચનો નિર્ણય ફગાવી દીધો છે અને સરકારની દલીલને રદ કરી છે.

hc

Government of Gujarat :30 જૂને નિવૃત્ત થતા કર્મચારીઓ માટે મોટો ફાયદો

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના 17 ઓક્ટોબર 1988 ના ઠરાવને માન્ય રાખ્યો છે, જેના હેઠળ 10 વર્ષની નિર્ધારિત સેવા પૂરી કરનાર દૈનિક વેતનના કુશળ કામદારોને કાયમી કર્મચારી તરીકે સ્વીકારવામાં આવ્યા હતા. આ અપીલકર્તાઓએ ગુજરાત સિંચાઈ વિભાગ (Gujarat Irrigation Department)માં 30 વર્ષથી વધુ સમય સુધી સેવા આપી હતી. અગાઉ સિંગલ બેન્ચે કર્મચારીઓની તરફેણમાં હુકમ કર્યો હતો, પરંતુ ડિવિઝન બેન્ચે સરકારની દલીલ સ્વીકારીને તે રદ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે 30 જૂને નિવૃત્ત થતા કર્મચારીઓ પેન્શનના હેતુ માટે વાર્ષિક ઈન્ક્રીમેન્ટના હકદાર છે.

karmio

30 દિવસમાં નાણાકીય રકમ ચૂકવવાનો આદેશ

ફેબ્રુઆરી 2025ના એમ.સિદ્ધરાજ કેસના આદેશ મુજબ, જે કર્મચારીઓએ અદાલતમાં રિટ પિટિશન દાખલ કરી હોય તેમને અરજી દાખલ કર્યાના મહિના પહેલાંના 3 વર્ષના સમયગાળા માટે એક ઈન્ક્રીમેન્ટ ઉમેરીને વધેલું પેન્શન મળવાપાત્ર બને છે. અપીલકર્તાઓએ વર્ષ 2022 માં જ હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હોવાથી તેઓ આ લાભ માટે સંપૂર્ણપણે હકદાર બન્યા છે. સુપ્રીમ કોર્ટે સત્તાવાળાઓને 30 દિવસમાં આ નાણાકીય રકમ ચૂકવી દેવાનો આદેશ આપ્યો છે અને જો સમયમર્યાદામાં ચૂકવણી નહીં થાય તો ડિસ્ક્રિપ્શન તારીખથી 6 ટકા વ્યાજ વસૂલવામાં આવશે.


આ પણ વાંચો:ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનો ઠરાવ, વર્કિંગ પ્રોફેશનલ હવેથી ફૂલ ટાઈમ કોર્સ કરી શકશે

આ પણ વાંચો:ગુજરાત સરકારના વિવિધ કર્મચારીઓ આજે સામુહિક રજા ઉપર, સરકારી કામગીરીને અસર

આ પણ વાંચો:દિવ્યાંગ કર્મચારીઓ માટે બઢતીમાં અનામતનો રસ્તો ખુલ્યો, રાજ્ય સરકારની મોટી પહેલ