Delhi News/ દિલ્હી એરપોર્ટ પર દોડશે ડ્રાઇવરલેસ ટ્રેન, માત્ર 13 મિનિટમાં ટર્મિનલ 1 થી 3 પહોંચાડાશે

દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ (Delhi Airport) પર મુસાફરો માટે ડ્રાઇવરલેસ ટ્રેન શરૂ કરવાની યોજના. ટર્મિનલ-1 થી ટર્મિનલ-૩ સુધીનું અંતર માત્ર 13 મિનિટમાં કપાશે.

Top Stories India
Delhi Airport પર દોડશે ડ્રાઇવરલેસ ટ્રેન

Delhi News:દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (Delhi Airport) પર આવનારા સમયમાં મુસાફરોને ટ્રાફિક જામ અને વીઆઈપી મૂવમેન્ટની ઝંઝટમાંથી મોટી મુક્તિ મળવા જઈ રહી છે. એરપોર્ટ ઓપરેટર ‘દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ’ (DIAL) દ્વારા એક મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરવામાં આવી છે, જે અંતર્ગત વર્ષ 2030 સુધીમાં એરપોર્ટ પર ડ્રાઇવરલેસ ટ્રેન (Driverless train)શરૂ કરવામાં આવશે.

આ અત્યાધુનિક ઓટોમેટેડ પીપલ મૂવર (Automated People Mover) સિસ્ટમ દ્વારા મુસાફરો માત્ર 13 મિનિટમાં ટર્મિનલ-1 થી સીધા ટર્મિનલ-3 સુધી પહોંચી શકશે. હાલમાં આ અંતર કાપવામાં 15 થી 20 મિનિટ કે પીક અવર્સમાં તેનાથી પણ વધુ સમય લાગે છે.

igia

Delhi Airport પર 7.3 કિલોમીટર લાંબો રૂટ અને 6 સ્ટેશનોનું આયોજન

આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 3500 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. આ 7.3 કિલોમીટર લાંબી ઇન્ટર-ટર્મિનલ રેપિડ રેલ સિસ્ટમ (Inter-terminal rapid rail system)ની વિશેષતાઓ આ મુજબ છે.આ રૂટ પર કુલ 6 સ્ટેશનો બનાવવામાં આવશે, ટર્મિનલ (Terminal)-1, એરોસિટી ખાતે ત્રણ સ્ટેશન, કાર્ગો વિસ્તાર અને ટર્મિનલ-3

ટર્મિનલ-1 અને 3 તથા એરોસિટીના સ્ટેશનો દિલ્હી મેટ્રો લાઇન સાથે જોડવામાં આવશે, જેથી મુસાફરોની સફર અત્યંત સરળ બને. આ ટ્રેકનો 5.3 કિલોમીટરનો હિસ્સો જમીનથી ઉપર (એલિવેટેડ) જ્યારે 2 કિલોમીટરનો હિસ્સો જમીન સ્તર પર હશે.DIAL દ્વારા દર 10 મિનિટે આ ટ્રેન દોડાવવાનું આયોજન છે, જેનો ઉપયોગ શરૂઆતમાં દૈનિક અંદાજે 55000 અને બાદમાં 85000 મુસાફરો કરી શકશે.કનેક્ટિંગ ફ્લાઇટ્સ પકડતા મુસાફરો માટે આ ટ્રેનની મુસાફરી મફત રહેવાની સંભાવના છે.

indira gandhi airpot

125 મિલિયનથી વધુ મુસાફરોની ક્ષમતા વધારવા માસ્ટર પ્લાન

આ APM સિસ્ટમ વર્ષ 2036 સુધીના IGIA ના માસ્ટર પ્લાનનો મુખ્ય ભાગ છે, જે સમય સુધીમાં એરપોર્ટની વાર્ષિક પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા 125 મિલિયનથી વધીને 129 મિલિયન સુધી પહોંચવાની ધારણા છે. આ ઉપરાંત ટર્મિનલ-1, ટર્મિનલ-2 અને ટર્મિનલ-3 ની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે જેથી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મુસાફરોને ઉત્તમ સુવિધાઓ મળી રહે.


આ પણ વાંચો:દિલ્હીના IGI એરપોર્ટ પર કટોકટી જાહેર, મોસ્કો જતી ફ્લાઇટમાંથી નીકળ્યો કાળો ધુમાડો અને…

આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટ પર દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ, USD અને SAR સાથે મુસાફર ઝડપાયો

આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી, પોલીસે સુરક્ષા વધારી