Surat News/  સુરતમાં વકીલ રહીમ શેખ પર નામ બદલીને મહિલા એડવોકેટનું શોષણ કરવાનો આરોપ, સાડા ચાર મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

 સુરત (Surat)ના ચોકબજારમાં ‘રોહન’ નામે ઓળખ આપી મહિલા એડવોકેટ સાથે સંબંધ બાંધી લગ્નનું વચન તોડવાનો આરોપ

Gujarat Top Stories Surat Breaking News
surat

Surat News:સુરત (Surat)ના ચોકબજાર વિસ્તારમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આક્ષેપ મુજબ, રહીમ નામના વકીલે પોતાની ઓળખ છુપાવીને ‘રોહન’ નામ ધારણ કર્યું અને એક મહિલા વકીલ સાથે નજીકના સંબંધો કેળવ્યા. લગ્નનું વચન આપીને તેણે શારીરિક સંબંધ બાંધ્યા, પરંતુ પછી બીજી યુવતી સાથે નિકાહ કરી લેતાં સમગ્ર મામલો ઉજાગર થયો.

Suratમાં વકીલ સામે દુષ્કર્મની ગુનો દાખલ

ખલફરિયાદ મુજબ, આરોપી રહીમ રઝાક મુસલમાન ઉર્ફે રહીમ શેખ (Rahim Shaikh) પીડિતા સાથે પરિચયમાં આવ્યો ત્યારે પોતે હિન્દુ ધર્મ પ્રત્યે ઊંડી આસ્થા ધરાવતો હોવાનો દેખાવ કરતો હતો. પોતાની ઓફિસમાં પણ તે સાથી કર્મચારીઓ અને અસીલો સમક્ષ ‘રોહન’ નામથી જ ઓળખાતો, જેથી પીડિતાને કોઈ શંકા ગઈ નહીં અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો.

કથામાં બેઠો, ઓફિસમાં જ માંગ ભરી

પીડિતાનો વિશ્વાસ જીતવા માટે આરોપી ગણેશ ઉત્સવ દરમિયાન પૂજા-અર્ચના અને સત્યનારાયણની કથામાં પણ તેની સાથે બેસતો હતો. સંબંધ ગાઢ બનતાં એક દિવસ તેણે પીડિતાની ઓફિસમાં જ તેની માંગમાં સિંદૂર પૂર્યું અને ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું. “થોડા સમયમાં પરિવારની હાજરીમાં ધામધૂમથી લગ્ન કરીશું” એવો ભરોસો આપી તેણે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા, એવો પીડિતાનો આક્ષેપ છે.

સિનિયર વકીલની દીકરી સાથે નિકાહ, વિરોધ કરતાં માર માર્યો

લાંબા સમય બાદ પીડિતાએ વિધિવત લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે આરોપીએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો. આ દરમિયાન પીડિતાને જાણ થઈ કે રહીમે એક સિનિયર એડવોકેટની દીકરી સાથે નિકાહ પઢી લીધા છે. પીડિતાએ આ છેતરપિંડીનો વિરોધ કર્યો તો આરોપીએ તેને ઢોર માર માર્યો, તેની જાતિ અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી અને ગાળાગાળી કરી હોવાનો પણ આરોપ છે.

સાડા ચાર મહિને પોલીસના હાથે ઝડપાયો

છેતરાયેલી પીડિતાએ હિંમત એકઠી કરીને ચોકબજાર પો લીસ (Chowkbazar Police) સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર, છેતરપિંડી તેમજ એટ્રોસિટી એક્ટ (Atrocity Act)ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો. કેસની સંવેદનશીલતા જોતાં તેની તપાસ SC-ST સેલના ACP મુકેશ ઉપાધ્યાય (Mukesh Upadhyay)ને સોંપવામાં આવી હતી.


આ પણ વાંચો:લવ જેહાદના આરોપો પર આમિર ખાનની એન્ટ્રી, ત્રીજા લગ્નના વિવાદ વચ્ચે ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ

આ પણ વાંચો:વડોદરામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મનો આરોપ: પરિવારનો ‘લવ જેહાદ’નો આક્ષેપ, આરોપી ફરાર

આ પણ વાંચો:કોલ્હાપુરમાં લવ જેહાદ જેવો કાંડ, યુવતીઓનું શોષણ, વીડિયો બનાવી બ્લેકમેલ