Botad News/ બોટાદના ખેડૂતોની મુશ્કેલી વધશે? ડેમોમાં પાણી ઓછું, શિયાળુ વાવેતર સામે પડકાર

Botad Dam Water Level: બોટાદ જિલ્લાના 9 ડેમમાં સરેરાશ માત્ર 30% પાણી! ઘઉં, ચણા, જીરું અને વરિયાળીના વાવેતર માટે સિંચાઈના પાણીની ચિંતા વધી. ખેડૂતોની સૌની યોજના હેઠળ ડેમ ભરવાની માગ.

Top Stories Gujarat Breaking News Uncategorized
Botad Dam Water Level: બોટાદના 9 ડેમમાં માત્ર 30% પાણી

Botad News: બોટાદ જિલ્લામાં જળસંકટની સ્થિતિ વચ્ચે શિયાળુ વાવેતર સામે મુશ્કેલી ઊભી થવાની ભીતિ છે. જિલ્લાના 9 ડેમમાં સરેરાશ માત્ર 30 ટકા પાણીનો જથ્થો (Botad Dam Water Level)  ઉપલબ્ધ હોવાથી ઘઉં, ચણા, જીરું અને વરિયાળીના પાક માટે પૂરતું સિંચાઈનું પાણી મળશે કે નહીં તે અંગે ખેડૂતો ચિંતિત છે.

Botad Dam Water Level: 8 પિયતની જરૂરિયાત સામે માત્ર 3 પિયત શક્ય

સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર જેશીગ સુવરના જણાવ્યા અનુસાર, હાલ ડેમોમાં ઉપલબ્ધ પાણીના આધારે શિયાળુ પાકને અંદાજે 3 પિયત આપી શકાય તેમ છે, જ્યારે પાક માટે 8 પિયતની જરૂરિયાત રહે છે. આ સ્થિતિમાં આગામી સિઝનમાં સિંચાઈના પાણીની અછત ઊભી (Winter Crop Irrigation) થવાની શક્યતા છે.

20 હજાર હેક્ટરનો કમાન્ડ વિસ્તાર

બોટાદ જિલ્લાના સુખભાદર, ગોમા, કાનિયાડ, ખાંભડા, ગુંદા, માલપરા, લીંબાળી, ઘેલો ઇતરીયા અને ભીમદાડ સહિતના 9 ડેમ સિંચાઈ માટે મહત્ત્વપૂર્ણ છે. આ ડેમોનો કુલ કમાન્ડ વિસ્તાર આશરે 20 હજાર હેક્ટર છે.

સૌની યોજના હેઠળ ડેમ ભરવાની ખેડૂતોની માગ

ખાંભડા અને લીંબાળી ડેમ ભરાયેલા હોવા છતાં નર્મદા કમાન્ડ હેઠળ આવતા હોવાથી અન્ય વિસ્તારોને ત્યાંથી પાણી આપી શકાતું નથી. બીજી તરફ, ઓછા વરસાદ અને ડેમોમાં પાણીના મર્યાદિત જથ્થાને પગલે ખેડૂતો સૌની યોજના હેઠળ (Sauni Yojana) ડેમોમાં પાણી પહોંચાડવાની માગ કરી રહ્યા છે.હવે શિયાળુ પાકની સિઝન નજીક આવતાં ખેડૂતોની નજર સિંચાઈના પાણીની ઉપલબ્ધતા પર છે. સમયસર પાણીની વ્યવસ્થા નહીં થાય તો વાવેતર અને પાકના ઉત્પાદન પર અસર થવાની ચિંતા ખેડૂતોને સતાવી (Gujarat Farmers) રહી છે.


આ પણ વાંચો: ગુજરાતમાં હળવા વરસાદની આગાહી વચ્ચે દુષ્કાળ જાહેર કરવાની માગ તેજ, ઉત્તર ગુજરાત માટે CMને પત્ર

આ પણ વાંચો: ‘ગૌડઝિલા અલ-નીનો’ લાવશે ભારે દુષ્કાળનું સંકટ, ગુજરાત સહિત 4 રાજ્યો પર મોટો ખતરો

આ પણ વાંચો: ભારતના સિંધુ કરાર અંગેના નિર્ણયને કારણે પાકિસ્તાનમાં દુષ્કાળ અને Pokમાં પૂર? સેટેલાઇટ ઇમેજમાંથી સત્ય બહાર આવ્યું