Ahmedabad News/ અમદાવાદમાં કિર્તીદાન ગઢવીના ગરબામાં દુર્ઘટના, ડોમનો આગળનો ભાગ બેસ્યો

Kirtidan Gadhvi Garba: કિર્તીદાન ગઢવીના ‘પરંપરા’ ગરબા માટે તૈયાર કરાયેલા એસી ડોમનો આગળનો ભાગ બેસી ગયો. ઘટનાની જાણ થતાં આયોજકો અને પોલીસ સ્થળે પહોંચ્યાં. પ્રાથમિક અહેવાલ મુજબ, કોઈ જાનહાનિના સમાચાર નથી.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Kirtidan Gadhvi Garba: 'પરંપરા' ગરબાના ડોમનો એક ભાગ બેસી ગયો

Ahmedabad News: અમદાવાદમાં નવરાત્રિ પહેલાં જ કિર્તીદાન ગઢવીના ‘પરંપરા’ ગરબા (Kirtidan Gadhvi Garba) આયોજનમાં અચાનક મુશ્કેલી સર્જાઈ છે. મકરબામાં ગરબા માટે તૈયાર કરવામાં આવી રહેલા એસી ડોમનો આગળનો ભાગ બેસી જતાં દોડધામ મચી હતી. જોકે, પ્રાથમિક અહેવાલ મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

Kirtidan Gadhvi Garba: ગરબાની તૈયારીઓ વચ્ચે ઘટના

અમદાવાદના મકરબામાં કિર્તીદાન ગઢવીના ‘પરંપરા’ ગરબાનું (Parampara Garba Ahmedabad) આયોજન કરવામાં આવ્યું છે. 11 ઓક્ટોબરથી ગરબા શરૂ થવાના હોવાથી સ્થળ પર એસી ડોમ બનાવવાની કામગીરી ચાલી રહી હતી.આ દરમિયાન અચાનક ડોમનો એક ભાગ બેસી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આયોજકો અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.

ડોમના આગળના ભાગને નુકસાન

Kirtidan Gadhvi Garba: 'પરંપરા' ગરબાના ડોમનો એક ભાગ બેસી ગયો
Kirtidan Gadhvi Garba: ‘પરંપરા’ ગરબાના ડોમનો એક ભાગ બેસી ગયો(file photo)

સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એલ. ચાવડાના જણાવ્યા અનુસાર, સ્થળ પર બે ભાગમાં ડોમ બનાવવામાં આવ્યો છે. તેમાંથી આગળનો ભાગ બેસી ગયો હતો.ઘટનાને પગલે સ્થળ પર પરિસ્થિતિની તપાસ હાથ ધરવામાં આવી હતી. ડોમ કયા કારણોસર બેસી ગયો અને માળખાની સુરક્ષા અંગે વધુ વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.

11 ઓક્ટોબરથી ગરબા શરૂ થવાના હોવાથી હવે આયોજન સ્થળની સુરક્ષા અને ડોમની સ્થિતિ મહત્ત્વપૂર્ણ બની છે. મોટી સંખ્યામાં લોકો ગરબામાં ભાગ લેવા આવે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને માળખાની યોગ્ય ચકાસણી અને સુરક્ષાની ખાતરી જરૂરી છે.

બે મહિનાની મહેનત બાદ તૈયાર થયેલો આખો ડોમ ધરાશાયી

એસ.પી. રિંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મમાં ‘પરંપરા નવરાત્રી’નું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં કીર્તિદાન ગઢવી (Makraba Garba) પર્ફોર્મ કરવાના હોવાથી ખાસ એસી ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો. આશરે બે મહિનાની કામગીરી બાદ ડોમ સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો. તેમાં લાઇટિંગ સહિતની તમામ વ્યવસ્થાઓ પણ ગોઠવી દેવામાં આવી હતી. જોકે, અંતિમ તૈયારીઓ દરમિયાન કામ કરી રહેલા શ્રમિકોની હાજરીમાં જ અચાનક આખો ડોમ ધરાશાયી થઈ ગયો હતો. આ ઘટનામાં કેટલાક શ્રમિકોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

નવરાત્રિ દરમિયાન ઘટના બની હોત તો મોટી દુર્ઘટના

પ્રાથમિક માહિતી મુજબ, ડોમના પિલ્લર જમીનમાં યોગ્ય રીતે લગાવવામાં ન આવ્યા હોવાને કારણે આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, દુર્ઘટનાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. નવરાત્રિ શરૂ થવાના ગણતરીના દિવસો પહેલાં બનેલી આ ઘટનાએ આયોજન સ્થળની સુરક્ષા અંગે સવાલો ઊભા કર્યા છે. જો ગરબા દરમિયાન મોટી સંખ્યામાં લોકો ડોમની અંદર હાજર હોત અને તે સમયે આ ઘટના બની હોત, તો ગંભીર પરિણામો આવી શક્યાં હોત.


આ પણ વાંચો: નવરાત્રી ગરબા આયોજકો સાવધાન! જાણી લો આ નિયમો, નહીતર  થશે કાર્યવાહી 

આ પણ વાંચો: નવરાત્રીમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોસે, સુરતમાં 23 કોમર્શિયલ ગરબા છતાં ફાયર વિભાગમાં એક પણ અરજી નહીં

આ પણ વાંચો: અમદાવાદની નવરાત્રીમાં પોલીસનો નવો પ્લાન! NRI-Gen-Z માટે ખાસ પોલીસ ટીમ, 15 સ્થળે ટ્રાફિક બંદોબસ્ત