Gujarat News: ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન (Deepak Babaria Death) થયું છે. તેમના અવસાનથી કોંગ્રેસ પક્ષમાં શોકની લાગણી ફેલાઈ છે. પક્ષના નેતાઓ અને કાર્યકરોએ દુઃખ વ્યક્ત કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. નોંધનીય છે કે, ત્રણ દિવસ પહેલાં જ કોંગ્રેસના અમરેલીના નેતા વીરજી ઠુમ્મરનું પણ માંદગી બાદ નિધન થયું હતું.
2020માં આવ્યો હતો બ્રેઈન સ્ટ્રોક
મળતી માહિતી અનુસાર, દીપક બાબરિયાને વર્ષ 2020માં બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારથી તેઓ સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓને કારણે સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા. કોંગ્રેસ (Gujarat Congress News)માં તેમણે લાંબા સમય સુધી વિવિધ મહત્ત્વની જવાબદારીઓ નિભાવી હતી.

શ્રમિકોના પ્રશ્નોથી રાજકીય કારકિર્દીની શરૂઆત
દીપક બાબરિયાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત (Deepak Babaria Biography) શ્રમિકો અને ઔદ્યોગિક યુનિયનોના પ્રશ્નો ઉઠાવીને કરી હતી. શ્રમિકોના હિત માટેની તેમની રજૂઆતોને કારણે તેમણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી હતી. કોંગ્રેસ સંગઠનમાં વિવિધ હોદ્દાઓ પર રહીને તેમણે પક્ષના કામકાજમાં યોગદાન આપ્યું હતું.
<blockquote class=”twitter-tweet”><p lang=”hi” dir=”ltr”>भारतीय राष्ट्रीय कांग्रेस के वरिष्ठ नेता एवं पूर्व महासचिव श्री दीपक बाबरिया जी के निधन का समाचार अत्यंत दुखद है। ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें। शोक-संतप्त परिजनों एवं समर्थकों के प्रति मेरी गहरी संवेदनाएं। दीपक जी कांग्रेस पार्टी एवं विचारधारा के प्रति समर्पित सिपाही थे। उनका जाना कांग्रेस परिवार के लिए अपूरणीय क्षति है। भावभीनी श्रद्धांजलि।</p>— Priyanka Gandhi Vadra (@priyankagandhi) <a href=”https://x.com/priyankagandhi/status/2108830241942888459?ref_src=twsrc%5Etfw”>October 10, 2026</a></blockquote> <script async src=”https://platform.x.com/widgets.js” charset=”utf-8″></script>
<blockquote class=”twitter-tweet”><p lang=”hi” dir=”ltr”>वरिष्ठ कांग्रेस नेता और पूर्व महासचिव श्री दीपक बाबरिया जी के निधन का समाचार अत्यंत दुखद है। उनका जाना कांग्रेस परिवार के लिए एक अपूरणीय क्षति है। संगठन के प्रति उनका समर्पण और पार्टी को मजबूत करने में उनका योगदान सदैव याद रखा जाएगा। इस कठिन समय में उनके परिजनों, साथियों और समर्थकों के प्रति अपनी गहरी संवेदनाएँ व्यक्त करता हूं। दीपक जी को भावभीनी श्रद्धांजलि और नमन।</p>— Rahul Gandhi (@RahulGandhi) <a href=”https://x.com/RahulGandhi/status/2108824409436008830?ref_src=twsrc%5Etfw”>October 10, 2026</a></blockquote> <script async src=”https://platform.x.com/widgets.js” charset=”utf-8″></script>
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના પ્રભારી તરીકે જવાબદારી
દીપક બાબરિયાને મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી હતી. સંગઠનને મજબૂત બનાવવામાં અને ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં તેમણે મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી હતી. 2018ની મધ્યપ્રદેશ (Madhya Pradesh Congress) વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા મળ્યા બાદ કમલનાથના નેતૃત્વમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર રચાઈ હતી.
કોંગ્રેસ માટે વધુ એક આઘાત
વીરજી ઠુમ્મરના નિધન (Virji Thummar Death)ના ત્રણ દિવસ બાદ દીપક બાબરિયાના અવસાનના સમાચારથી ગુજરાત કોંગ્રેસમાં શોકનો માહોલ છે. પક્ષના નેતાઓ અને કાર્યકરો દ્વારા તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. કોંગ્રેસ સંગઠનમાં તેમના યોગદાનને યાદ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ના અભિનેતા સતીશ શાહનું 74 વર્ષની વયે અવસાન
આ પણ વાંચો: “મહાભારત” ફેમ અભિનેતા પંકજ ધીરનું અવસાન; મિત્ર ફિરોઝે કહ્યું, “મેં એક ખૂબ જ સારો મિત્ર ગુમાવ્યો છે”
આ પણ વાંચો: વડોદરાનાં કોંગી નેતા અને ડે. મેયર ચિરાગ ઝવેરીનું હાર્ટ એટેકથી અવસાન
