World News/ નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતા ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ; નોર્વેની આકરી ટીકા કરી ઇતિહાસ યાદ અપાવ્યો

નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા પર ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)નોર્વેની આકરી ટીકા કરી છે. તેમણે દાવો કર્યો છે કે ભારત-પાકિસ્તાન સહિતના યુદ્ધો અટકાવવા બદલ તેમને આઠ નોબેલ પુરસ્કાર મળવા જોઈએ.

Top Stories World
Donald Trump નો હુંકાર

World News:નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાની આશા રાખી રહેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને ફરી એકવાર નિરાશાનો સામનો કરવો પડ્યો છે. નોબેલ શાંતિ પુરસ્કાર (Nobel Peace Prize)માટે તેમના નામનો વિચાર ન કરવા બદલ નોર્વે (Norway)ની આકરી ટીકા કરતા તેમણે મોટો દાવો કર્યો છે કે, તેમણે જેટલા યુદ્ધો અટકાવ્યા છે તે જોતાં તેમને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આઠ વખત મળવો જોઈતો હતો.

શુક્રવારે એક જાહેર સભાને સંબોધતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે પરમાણુ શસ્ત્રો ધરાવતા બે પાડોશી દેશો ભારત અને પાકિસ્તાનને યુદ્ધ કરતા અટકાવીને તેમણે લાખો નિર્દોષ લોકોના જીવ બચાવ્યા છે. ટ્રમ્પે રોષ વ્યક્ત કરતા કહ્યું, “તમારા રાષ્ટ્રપતિ તરીકે મેં જે અમેરિકાનું નેતૃત્વ કર્યું તેને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જ જોઈતો હતો, પરંતુ રાજકારણને કારણે તે આપવામાં આવ્યો નથી.”

TRAMP

“નોર્વે અને નિર્ણય લેનારાઓ પર એક કાયમી ડાઘ”

અમેરિકન નેતાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે આ નિર્ણય નોર્વે અને આ અપમાનજનક તથા શરમજનક પ્રક્રિયા માટે જવાબદાર લોકો પર એક કાયમી કલંક સમાન છે. યુએસ પ્રમુખે ટિપ્પણી કરી કે કટ્ટરપંથી વિચારધારા (Hardline ideology)ધરાવતા લોકોના એક જૂથે નોબેલ શાંતિ પુરસ્કારની ગરિમા અને પ્રતિષ્ઠાને કાયમ માટે ખરડી નાખી છે. તેમણે નોર્વેને સીધી ચેતવણી આપતા કહ્યું, “નોર્વે, અમે એ ક્યારેય નહીં ભૂલીએ કે ઇતિહાસમાં અમારા આટલા ઉત્કૃષ્ટ અને અદભૂત ટ્રેક રેકોર્ડ હોવા છતાં તમે અમને આ પુરસ્કાર ન આપ્યો.”

DONAL TRAMP

નવનેથમ ‘નાવી’ પિલ્લેને પુરસ્કાર મળવા પર ઉઠાવ્યા સવાલ

આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકન અને સંયુક્ત રાષ્ટ્ર (UN) ના માનવાધિકાર વિભાગના ભૂતપૂર્વ વડા નવનેથમ ‘નાવી’ પિલ્લેને આપવામાં આવ્યો છે. પિલ્લે વિશે વાત કરતા ટ્રમ્પે કટાક્ષ કર્યો હતો કે તેઓ એવી વ્યક્તિ છે “જેના વિશે અગાઉ ક્યારેય કોઈએ સાંભળ્યું પણ નથી.” ટ્રમ્પે ઉમેર્યું કે સંયુક્ત રાષ્ટ્રમાં કામ કરતી એક અજાણી ઉદારવાદી વ્યક્તિને આ પુરસ્કાર આપી દેવાયો છે, તેમ છતાં તેઓ તેમને અભિનંદન પાઠવે છે. આ સાથે જ તેમણે દાવો કર્યો હતો કે તેમણે ઇતિહાસમાં અન્ય કોઈપણ વ્યક્તિ કરતાં સૌથી વધુ લોકોના જીવ બચાવ્યા છે અને ઈરાનને પરમાણુ હથિયારો મેળવતા અટકાવીને સમગ્ર મધ્ય પૂર્વને વિનાશમાંથી બચાવ્યું છે.


આ પણ વાંચો:નવનીથમ પિલ્લેને નોબેલ શાંતિ પુરસ્કાર, આંતરરાષ્ટ્રીય ન્યાયમાં યોગદાનની વૈશ્વિક ઓળખ

આ પણ વાંચો:ટ્રમ્પનો પ્રતિભાવ: ‘નોબેલ શાંતિ પુરસ્કારનો દાવો મારા માટે સન્માન’

આ પણ વાંચો:પાકિસ્તાને નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પનું નામ મોકલ્યું, કાશ્મીર પર પોતાના બદ્દઈરાદા પુરા કરવા નાટક રચ્યું