New Delhi News: દિલ્હીથી ચેન્નઈ જઈ રહેલી ઈન્ડિગો(IndiGo) ફ્લાઇટમાં હવામાં જ એક મુસાફરના પાવરબેંકમાં બ્લાસ્ટ થયો, જેનાથી ઓવરહેડ બિનમાં રાખેલી બેગમાં આગ લાગી ગઈ. ધુમાડો નીકળતો જોઈને મુસાફરોએ ક્રૂને જાણ કરી અને વિમાનને હૈદરાબાદ ડાયવર્ટ કરવામાં આવ્યું. થોડી વારમાં જ આગ બુઝાવી દેવામાં આવી હતી.
IndiGoની ફ્લાઈટમાં પાવરબેંક બ્લાસ્ટ
મુસાફરોની બેઠકોની ઉપર બનેલા ઓવરહેડ બિનમાં એક પેસેન્જરના પાવરબેંક (Power Bank) માં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે ત્યાં રાખેલી બેગમાં આગ લાગી ગઈ. ઈન્ડિગોએ નિવેદનમાં જણાવ્યું કે આગ લાગ્યાની જાણ થતાં જ કેબિન ક્રૂએ તાત્કાલિક કાર્યવાહી કરી અને સ્થિતિને કાબૂમાં લઈ લીધી.
ત્યારબાદ પાઇલટે વિમાનને હૈદરાબાદ (Hyderabad) ડાયવર્ટ કર્યું, જ્યાં ઇમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરવામાં આવ્યું. ઈન્ડિગોએ જણાવ્યું કે મુસાફરોને ચેન્નઈ પહોંચાડવા માટે બીજા વિમાનની વ્યવસ્થા કરવામાં આવી.
વીડિયો વાઇરલ, મુસાફરો ફાયર-ફાયર બૂમો પાડતા દેખાયા
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં મુસાફરો ફાયર-ફાયર બૂમો પાડતા નજરે પડે છે. ત્યારબાદ ત્યાં બેઠેલા અન્ય મુસાફરો ઓવરહેડ બિન (સામાન રાખવાની જગ્યા) માંથી સામાન હટાવતા દેખાય છે. જોકે થોડી વારમાં જ આગ બુઝાવી દેવામાં આવી હતી.
બુધવારે પટના-લખનઉ ફ્લાઇટ પર પડી હતી વીજળી

આ પહેલાં બુધવારે સાંજે પટનાથી લખનઉ આવી રહેલી ઈન્ડિગોની એક ફ્લાઇટ ખરાબ હવામાન દરમિયાન આકાશીય વીજળી (Lightning Strike) ની ઝપેટમાં આવી ગઈ હતી. તેનાથી વિમાનનો આગળનો ભાગ એટલે કે નોઝ ક્ષતિગ્રસ્ત થયો. તે સમયે વિમાન લગભગ 17 હજાર ફૂટની ઊંચાઈ પર હતું. પાઇલટે સમજદારીથી વિમાનનું લખનઉ (Lucknow) એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું. વિમાનમાં 150 મુસાફરો સવાર હતા અને તમામ સુરક્ષિત છે.
ઈન્ડિગો વિમાને બુધવારે બપોરે 3:10 વાગ્યે પટના એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આ જ વિમાનને સાંજે 5:05 વાગ્યે લખનઉથી અમદાવાદ જવાનું હતું. એરપોર્ટના સૂત્રો અનુસાર, વીજળીની ચપેટમાં આવ્યા બાદ વિમાન સાંજે 4:05 વાગ્યે લખનઉ ઉતર્યું, જ્યારે તેને 4:20 વાગ્યે પહોંચવાનું હતું.
તકનીકી સમસ્યા સર્જાયા બાદ વિમાનને લખનઉમાં જ રોકી દેવામાં આવ્યું. મુસાફરો માટે બીજા વિમાનની વ્યવસ્થા કરાઈ અને તમામને સાંજે 6:22 વાગ્યે અમદાવાદ માટે રવાના કરવામાં આવ્યા. એન્જિનિયરોની ટીમ ક્ષતિગ્રસ્ત વિમાનની તપાસ કરી રહી છે.
19 જૂને પણ ઈન્ડિગોના વિમાન પર પડી હતી વીજળી
વાવાઝોડાને કારણે 19 જૂન, 2026ના રોજ કોલકાતા એરપોર્ટ પર ઊભેલા ઈન્ડિગોના વિમાન (6E6068) પર વીજળી પડી હતી. આ ઘટનામાં કોઈ મુસાફર ઘાયલ થયો નહોતો. વિમાનમાં સવાર તમામ 141 મુસાફરો અને 6 ક્રૂ સભ્યોને ઉતારી લેવામાં આવ્યા હતા. બાદમાં તેમને બીજા વિમાન દ્વારા અગરતલા મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:9 હજાર ફૂટ સુધી નીચે આવ્યું વિમાન! 7700 કોડ બાદ British Airwaysની ફ્લાઇટ લંડન પરત
આ પણ વાંચો:ઇન્ડિગોમાં મુસાફરી થશે મોંઘી, ફ્લાઇટ ટિકિટમાં ₹10,000 સુધીનો વધારો; જાણો શું છે કારણ
આ પણ વાંચો:બરમુડાથી બોસ્ટન જતી એર એમ્બ્યુલન્સ ફ્લાઇટ એટલાન્ટિકમાં ગાયબ, 6 લોકો હતા સવાર
