Vadodara News/ વડોદરામાં 12 મિનિટમાં 8 કરોડથી વધુના સોનાની ચોરી, ચોરીની ઘટનાથી પોલીસ થઈ દોડતી

વડોદરા (Vadodara)ના વાઘોડિયા રોડ પર શ્રી અંબિકા જ્વેલર્સમાં 8.28 કરોડની કિંમતના આશરે 5.5 કિલો સોનાના દાગીનાની ચોરી

Vadodara Top Stories Gujarat Breaking News
Vadodara

Vadodara News: વડોદરા (Vadodara) શહેરના વાઘોડિયા રોડ પર આવેલી એક જ્વેલર્સની દુકાનમાંથી ₹8.28 કરોડની કિંમતના સોનાના દાગીનાની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. દશેરાના પર્વે નવી દુકાનના ઉદ્ઘાટન માટે મુંબઈથી મંગાવવામાં આવેલા આશરે 5.5 કિલો સોનાના દાગીનાની બે બેગ માત્ર 12 મિનિટમાં ગાયબ થઈ ગઈ હતી. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ફરાર આરોપીઓને પકડવા તપાસ તેજ કરી છે.

Vadodaraમાં 8 કરોડથી વધુના સોનાની ચોરી 

મુંબઈના ઝવેરી બજારમાં આવેલી યુગન ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા હિમાંશુ મહેશ જૈન ગુજરાતના વેપારીઓને સોનાના દાગીના સપ્લાય કરવા અને પેમેન્ટ ઉઘરાવવાનું કામ કરે છે. ફરિયાદ મુજબ, ડાકોરમાં સોનાની દુકાન ચલાવતા ભાવિકકુમાર દીપેશભાઈ સોની સાથે તેમના વર્ષ 2017થી ધંધાકીય સંબંધો હતા.

ભાવિક સોનીએ વડોદરાના વાઘોડિયા રોડ પર ઝવેરનગર પાસે આવેલા સાઈ ગણેશ કોમ્પ્લેક્સમાં ‘શ્રી અંબિકા જ્વેલર્સ’ નામે નવી દુકાન શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. દશેરાના પર્વે દુકાનના ઉદ્ઘાટન માટે મોટી માત્રામાં સોનાના દાગીનાની જરૂર હોવાનું કહી તેમણે ઓર્ડર આપ્યો હતો.

વેપારી વોશરૂમમાં ગયા ને દાગીનાની બે બેગ ગાયબ

ઓર્ડર મુજબ હિમાંશુ જૈન આશરે 5.5 કિલો વજનના સોનાના વિવિધ દાગીના લઈને વડોદરા પહોંચ્યા હતા. આ દાગીનાની અંદાજિત કિંમત 8,28,37,680 હતી.દાગીના બતાવતી વખતે બપોરે જમવાનો સમય થતાં ભાવિક સોની અને હિમાંશુ જૈનના ભાઈ નીલ જૈન જમવા માટે દુકાનની બહાર ગયા હતા.

ફરિયાદ મુજબ, ભાવિક સોનીએ દાગીનાની બંને બેગ દુકાનમાં સુરક્ષિત રહેવાની ખાતરી આપી હતી. ત્યારબાદ દુકાનને બહારથી તાળું મારી ચાવી પોતાની પાસે રાખીને તે નીલ જૈન સાથે નીકળ્યો હતો. આ દરમિયાન હિમાંશુ જૈન વોશરૂમમાં ગયા હતા.

આશરે 12 મિનિટ બાદ હિમાંશુ જૈન પરત ફર્યા ત્યારે દુકાનનું તાળું ખુલ્લું હતું. અંદર તપાસ કરતાં સોનાના દાગીના ભરેલી બંને બેગ ગાયબ(Gold Theft) હોવાનું જણાયું હતું, જ્યારે અન્ય દાગીના દુકાનમાં જ પડ્યા હતા.

CCTVમાં વાદળી સ્કૂટર પર આવેલા બે શખ્સો દેખાયા

ઘટના બાદ આસપાસનાં CCTV ફૂટેજ તપાસવામાં આવ્યાં હતાં. તેમાં વાદળી રંગના સુઝુકી એક્સેસ જેવા સ્કૂટર પર આવેલા બે અજાણ્યા શખ્સો દાગીનાની બેગ લઈને જતા દેખાયા હતા.

બીજી તરફ, જમવા માટે નીકળેલા ભાવિક સોનીનો પણ કોઈ પત્તો લાગ્યો નહોતો. તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવતો હોવાથી ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો.

બાપોદ પોલીસે ચાર ટીમો બનાવી તપાસ શરૂ કરી

આ મામલે એસીપી એસીપી જી.બી. બાભણીયા (Gujarat Police)એ જણાવ્યું કે, હિમાંશુ જૈનની ફરિયાદના આધારે અંબિકા જ્વેલર્સના સંચાલક ભાવિક સોની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી(Jewellery Shop Robbery)નો ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસને આશંકા છે કે દશેરાના પર્વે નવી દુકાન શરૂ કરવાના બહાને સોનાના દાગીના મંગાવી પૂર્વઆયોજિત કાવતરું રચવામાં આવ્યું હોઈ શકે છે. હાલ CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ફરાર ભાવિક સોની તથા દાગીનાની બેગ લઈ ગયેલા બે શખ્સોને શોધવા માટે ચાર અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ છે.

Vadodara Crime, Gold Theft, Jewellery Shop Robbery, Gujarat Police, Gold Jewellery Scam


આ પણ વાંચો: અમદાવાદમાં ‘બંટી-બબલી’ જેવો પરિવાર ઝડપાયો: બિલ્ડર બનવાનો ઢોંગ કરી જ્વેલર્સ સાથે ₹4.45 કરોડની ઠગાઈ

આ પણ વાંચો: સુરતમાં ‘ચણીયા ટોળી’નો તરખાટ! સાસુ-વહુ બની જ્વેલર્સમાં ઘૂસી 11 જોડી ઝાંઝરી ચોરી

આ પણ વાંચો: અમદાવાદમાં 1.66 કરોડના સોનાના દાગીનાની ચોરી, જ્વેલર્સની સેલ્સ ગર્લ શોરૂમમાંથી ફરાર