india news/ BIMSTEC ગૃહમંત્રીઓની બેઠક; આતંકવાદ અને ડ્રગ્સ વિરુદ્ધ એક થઈને લડવા અમિત શાહની પ્રચંડ અપીલ

નવી દિલ્હીમાં યોજાયેલી પ્રથમ BIMSTEC ગૃહમંત્રીઓની બેઠકમાં અમિત શાહે (Amit Shah) આતંકવાદ, ડ્રગ્સની હેરાફેરી અને સાયબર જોખમો સામે સભ્ય દેશોને એક થઈને લડવા માટે આહ્વાન કર્યું છે.

Top Stories India
Amit Shah Strong statement BIMSTEC meeting

India News:નવી દિલ્હી ખાતે 13 ઓક્ટોબર, 2026 ના રોજ ‘બિમસ્ટેક’ (BIMSTEC) દેશોના ગૃહમંત્રીઓની પ્રથમ ઐતિહાસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ બેઠકમાં ક્ષેત્રીય સુરક્ષા, આંતરરાષ્ટ્રીય ગુનાખોરી, ડ્રગ્સની હેરાફેરી અને સાયબર જોખમો જેવા ગંભીર મુદ્દાઓ પર સઘન ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે (Amit Shah)આ બેઠકની અધ્યક્ષતા કરતા સભ્ય દેશોને મજબૂત સહકાર અને સંકલન વધારવા માટે આહ્વાન કર્યું હતું.

ડ્રગ્સ અને આતંકી ફંડિંગ સામે સંયુક્ત કાર્યવાહીની જરૂરિયાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈપણ એક દેશના એકલાના પ્રયાસોથી અપરાધોને સંપૂર્ણપણે ડામી શકાતા નથી. નશાના ગેરકાયદે વેપારનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ (Terrorist activities)ને નાણાં પૂરા પાડવા માટે થાય છે. આથી, તમામ સભ્ય રાષ્ટ્રોએ ડ્રગ્સ તસ્કરો સામે કડક હાથે કામ લઈને તેમની સંપત્તિ જપ્ત કરવી જોઈએ અને આતંકી ફંડિંગના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે સહિયારી રણનીતિ અપનાવવી અનિવાર્ય છે.

 ભારતની શાંતિપ્રિય નીતિ અને પ્રાદેશિક સુરક્ષાનું મોડેલ

બેઠકની યજમાની કરવાને ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવતા અમિત શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીવડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ બિમસ્ટેક માત્ર એક પ્રાદેશિક મંચ નથી, પરંતુ સર્વસમાવેશી વિકાસ અને સુરક્ષાનું ઉત્તમ મોડેલ છે. ભારતે હંમેશાં ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને અનુસરીને દરેક દેશની સાર્વભૌમત્વ (Sovereignty)અને અખંડિતતા (Integrity)નું સન્માન કર્યું છે. તેમણે સાયબર સુરક્ષા, માનવ તસ્કરી વિરોધી અભિયાનો અને ગેરકાયદે નાણાકીય પ્રવાહને રોકવા માટે પરસ્પર સહયોગ વધારવા પર વિશેષ ભાર મૂક્યો હતો.


આ પણ વાંચો:અમદાવાદના બોપલ-આંબલી-ઘૂમા-શેલામાં પાણી ભરાવાની સમસ્યા, અમિત શાહે કાયમી ઉકેલ માટે લખ્યો પત્ર

આ પણ વાંચો:ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અમિત શાહે કહ્યું, દેશ પહેલા આવે છે, વિદ્યાર્થીઓથી વધુ કોઈ પદ મહત્વનું નથી

આ પણ વાંચો:શું બંગાળમાં ભાજપની સરકાર બનશે? જાણો ‘સંકલ્પ પત્ર’માં અમિત શાહે જનતાને શું આપી ગેરંટી