West Bengal News/ શું બંગાળમાં ભાજપની સરકાર બનશે? જાણો ‘સંકલ્પ પત્ર’માં અમિત શાહે જનતાને શું આપી ગેરંટી

West Bengal વિધાનસભા ચૂંટણી 2026 માટે ભાજપે ‘સંકલ્પ પત્ર’ લોન્ચ કર્યો. અમિત શાહે ભ્રષ્ટાચારીઓને જેલ, ઘૂસણખોરોને બહાર કાઢવા અને 7મું પગારપંચ લાગુ કરવા સહિત 6 મોટા વાદા કર્યા.

Top Stories NATIONAL India
West Bengal Election 2026

West Bengal Election 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 નો સંગ્રામ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને ટક્કર આપવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો એટલે કે ‘સંકલ્પ પત્ર’ લોન્ચ કરી દીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોલકાતાની નોવોટેલ હોટલ ખાતેથી આ સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો, જેને ભાજપે બંગાળની જનતા માટેનો ‘ભરોસાનો શપથ પત્ર’ ગણાવ્યો છે. અગાઉ ભાજપે TMC ના 15 વર્ષના શાસન સામે ‘ચાર્જશીટ’ પણ બહાર પાડી હતી.

અમિત શાહે આપ્યા 6 મોટા વચન

ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં બંગાળની જનતાને 6 મુખ્ય ગેરંટી આપી છે:

ભયમુક્ત બંગાળ: બંગાળમાંથી ભયનો માહોલ સંપૂર્ણપણે ખતમ કરવામાં આવશે અને તેની જગ્યાએ ભરોસો કાયમ કરાશે.

સિસ્ટમની જવાબદેહી: સરકારી કામકાજ અને સિસ્ટમની કડક જવાબદેહી (Accountability) નક્કી કરવામાં આવશે.

ફાઈલો ખુલશે: ભૂતકાળમાં થયેલા દરેક કૌભાંડ અને રેપ કેસની ફાઈલો ફરીથી ખોલવામાં આવશે અને સઘન તપાસ કરાશે.

ભ્રષ્ટાચારીઓને જેલ: કૌભાંડીઓ અને ભ્રષ્ટાચારીઓની જગ્યા હવે બંગાળમાં નહીં, પરંતુ જેલના સળિયા પાછળ હશે.

ઘૂસણખોરોને તગેડાશે: પશ્ચિમ બંગાળમાંથી તમામ ગેરકાયદેસર ઘૂસણખોરોને શોધીને બહાર કાઢવામાં આવશે.

7મું પગારપંચ: બંગાળમાં સરકારી કર્મચારીઓ માટે સાતમું પગારપંચ (7th Pay Commission) લાગુ કરવામાં આવશે.

અમિત શાહના TMC પર આકરા પ્રહાર

સંકલ્પ પત્ર લોન્ચ કરતી વખતે ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. શાહે જણાવ્યું હતું કે, “આ સંકલ્પ પત્ર બંગાળના દરેક વર્ગમાં વ્યાપેલી નિરાશામાંથી બહાર આવવાનો એકમાત્ર માર્ગ છે. લોકોએ ડાબેરીઓની વિચારધારામાંથી મુક્તિ મેળવવા માટે મોટી આશા સાથે મમતા બેનર્જીને 3 વખત સમર્થન આપ્યું હતું, પરંતુ આજે બંગાળની જનતા અત્યંત નિરાશ છે અને હવે માત્ર ભયથી મુક્તિ ઈચ્છે છે.”

તેમણે ઉમેર્યું કે ભાજપનો આ ઢંઢેરો ખેડૂતો, બેરોજગાર યુવાનો અને ભયથી ત્રસ્ત મહિલાઓને નવો રસ્તો બતાવશે. સાથે જ તેમાં બંગાળની સંસ્કૃતિને ‘વિકસિત ભારત’ ના વિઝન સાથે જોડવામાં આવી છે.

પીએમ મોદીએ પણ કર્યો હતો ઉલ્લેખ

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક દિવસ અગાઉ બંગાળના પ્રવાસ દરમિયાન આ 6 મોટા સંકલ્પોનો ઉલ્લેખ કરીને TMC પર નિશાન સાધ્યું હતું. સંકલ્પ પત્ર લોન્ચ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સૌમિક ભટ્ટાચાર્ય અને વિધાનસભાના વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આજે અમિત શાહ પશ્ચિમ મેદિનીપુરના ડેબરામાં જનસભા અને ખડગપુરમાં ભવ્ય રોડ-શો પણ કરવાના છે.

West Bengalમાં 2 તબક્કામાં થશે મતદાન

સામે પક્ષે શાસક પક્ષ TMC એ સીએમ મમતા બેનર્જીની આગેવાનીમાં જનતા સમક્ષ 10 પ્રણ (Pledges) લીધા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી આ વખતે બે તબક્કામાં યોજાવા જઈ રહી છે.

  • પ્રથમ તબક્કો: 23 એપ્રિલ (152 બેઠકો માટે મતદાન)
  • બીજો તબક્કો: 29 એપ્રિલ (142 બેઠકો માટે મતદાન)

આ પણ વાંચો:મતદાર યાદીના વિશેષ સુધારા (SIR) પર પશ્ચિમ બંગાળમાં રાજકીય ઉથલપાથલ

આ પણ વાંચો:પશ્ચિમ બંગાળ ચૂંટણી: TMC માટે સત્તા વિરોધી લહેર મોટો પડકાર?

આ પણ વાંચો:બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ કરવાનું જાહેર કર્યું, હુમાયુ કબીરને TMCએ સસ્પેન્ડ કર્યો