Gandhinagar News/ નવરાત્રિમાં બહારનું ખાવાનું ખાતાં પહેલાં ચેતી જજો! ગુજરાતમાં 328 હોસ્ટેલ-કેન્ટીનને નોટિસ

Navratri Food Safety Drive: નવરાત્રિ 2026 પહેલાં ગુજરાતના આરોગ્ય વિભાગે ખાદ્ય સુરક્ષા માટે તપાસ તેજ કરી છે. રાજ્યમાં 1407 હોસ્ટેલ-કેન્ટીનની તપાસ દરમિયાન 328ને નોટિસ અપાઈ, 459 એકમોમાંથી સેમ્પલ લેવાયાં અને પાંચનાં લાયસન્સ સસ્પેન્ડ કરાયાં.

Gujarat Gandhinagar Top Stories Trending
Navratri Food Safety Drive: 1407 એકમોની તપાસ, 328ને નોટિસ

Gujarat News: નવરાત્રિના તહેવારમાં નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને ભેળસેળમુક્ત ખોરાક મળી રહે તે માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ખાદ્ય સુરક્ષાને લઈને કામગીરી (Navratri Food Safety Drive) તેજ કરી છે. મીઠાઈ, ફરસાણ, દૂધ અને ઘી સહિતના ખાદ્યપદાર્થોમાં ભેળસેળ (Food Adulteration Gujarat) રોકવા રાજ્યભરમાં તપાસ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન દ્વારા સ્થળ પર જ ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

Navratri Food Safety Drive: રાજ્યભરમાં 1407 હોસ્ટેલ અને કેન્ટીનની તપાસ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 14થી 28 સપ્ટેમ્બર, 2026 દરમિયાન હોસ્ટેલ-કેન્ટીન સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ અભિયાન હેઠળ રાજ્યભરમાં કુલ 1407 હોસ્ટેલ અને કેન્ટીનની તપાસ કરવામાં આવી હતી. તેમાં 259 સરકારી, 303 અર્ધસરકારી અને 845 ખાનગી એકમોનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી.

328 એકમોને સુધારા માટે નોટિસ, 5નાં લાયસન્સ સસ્પેન્ડ

તપાસ દરમિયાન સ્વચ્છતા અને ગુણવત્તા સંબંધિત ખામીઓ સામે આવતાં 328 હોસ્ટેલ અને કેન્ટીનને સુધારા માટે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત 459 એકમોમાંથી ખાદ્યપદાર્થોના નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. વહીવટી ખામીઓ અને અન્ય અનિયમિતતાઓને પગલે 16 એકમો સ્વૈચ્છિક રીતે બંધ થયા હતા, જ્યારે પાંચ એકમોનાં લાયસન્સ સસ્પેન્ડ (Canteen License Suspended) કરવામાં આવ્યાં હતાં.

હોટેલ-રેસ્ટોરન્ટમાં ભોજન લેતાં પહેલાં રાખો ધ્યાન

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે જાગૃત રહેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હોટેલ કે રેસ્ટોરન્ટમાં ભોજન લેતી વખતે ગ્રાહકો ત્યાંની સ્વચ્છતા પર ધ્યાન આપી શકે છે. જો ખોરાકની ગુણવત્તા અંગે શંકા હોય અથવા અસ્વચ્છતા જોવા મળે તો સંબંધિત તંત્રને સત્તાવાર ફરિયાદ કરવી જોઈએ.

તહેવારો પૂરતી નહીં, આખું વર્ષ ચાલુ રહેશે તપાસ

ગાંધીનગરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં આરોગ્ય મંત્રીએ (Praful Pansheriya) ખાદ્ય સુરક્ષાની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શુદ્ધ ખોરાક સુનિશ્ચિત કરવા માટેની કામગીરી માત્ર તહેવારો પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ, પરંતુ આખું વર્ષ સતત ચાલુ રહેવી જોઈએ. અમદાવાદ, સુરત અને વડોદરા સહિતનાં શહેરોમાં ખાદ્ય સુરક્ષાને લઈને દેખરેખ વધારવા અને નિયમોનો ભંગ (Food Quality Inspection) કરનારાઓ સામે કાર્યવાહી કરવા પણ ભાર મૂકવામાં આવ્યો હતો.


આ પણ વાંચો: વડોદરામાં ફુડ વિભાગ એક્શનમાં: દશેરા પહેલાં મીઠાઈ-ફરસાણની દુકાનોમાં ચેકિંગ, ગંદકી જણાતા નોટિસ ફટાકારાઈ

આ પણ વાંચો: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ! ભાજપને 38, કોંગ્રેસને 5 બેઠક, આપનું ખાતું પણ ન ખુલ્યું

આ પણ વાંચો: નવરાત્રીમાં વસ્ત્રો ધારણ કરતા પહેલા જોઈ લો આ લિસ્ટ…જાણો કયા દિવસે કયો રંગ પહેરવો શુભ છે?