Food Recipe/ દિલ્હી સ્પેશ્યલ ચટપટી વ્રત આલુ ચાટ બનાવો…ઉપવાસ ન કરેલો હોય એ પણ ડિમાન્ડ કરશે!

દિલ્હી સ્ટ્રીટ સ્ટાઈલ આલુ ચાટ (Street Style Delhi Aloo Chaat) …આ વાનગીને તમે ઉપવાસ દરમિયાન પણ ખાઇ શકો છો. જેમણે વ્રત નહિં કર્યુ હોય…

Trending Food Lifestyle
Aloo Chaat ...Amazing રેસિપી...દિલ્હીના Delicious Street Foodની ઘરે મજા માણો...9 સ્ટેપ્સમાં તૈયાર!

Food Recipe: ઉપવાસમાં બટાટાની સૂકી ભાજી ખાઇને બોર થઈ ગયા હો તો દિલ્હીની શેરીઓમાં મળતી ક્રંચી, ચટપટી અને સ્વાદિષ્ટ આલુ ચાટ (Street Style Delhi Aloo Chaat) બનાવો. તમને એકદમ અલગ જ સ્વાદ મળશે. આ આલુચાટમાં ઘીનો સ્વાદ આવે છે જે એને ઓર પણ મજેદાર બનાવી દે છે! લીલી ચટણીની સાથે ગરમાગરમ આલુચાટનો સ્વાદ અનેકગણો વધી જાય છે! તો વિના વિલંબે નોંધી લો ફરાળી આલુ ચાટની આ મજેદાર રેસિપી…

શી રીતે બનાવશો ફરાળી આલુ ચાટની રેસિપી? ((Street Style Delhi Aloo Chaat Recipe)

આલુ ચાટ બનાવવા માટે તમારે આટલી સામગ્રી (Ingredients)ની જરુર પડશે.

Aloo Chaat Recipe Ingredients
Aloo Chaat Recipe Ingredients

સામગ્રી

4-5 લાલ બટાટા અથવા નોર્મલ બટાટા

આવશ્યકતા અનુસાર પાણી

સ્વાદાનુસાર સિંધાલૂણ

તળવા માટે ઘી અથવા તેલ

ચટણી માટેની સામગ્રી

1 કપ તાજી કોથમીર

2 લીલા મરચાં

1 લીંબુનો રસ

1 ચમચી જીરું

સ્વાદાનુસાર સિંધાલૂણ (ઉપવાસનું મીઠું)

1-2 આઇસ ક્યુબ

મસાલા

સિંધાલૂણ

શેકેલો જીરા પાવડર

કાળા મરીનો પાવડર

આમચૂર

ચાટ મસાલા

લાલ મરચું

Aloo Chaat Recipe
Aloo Chaat Recipe

આલુ ચાટ બનાવવાની વિધિ

1. સૌપ્રથમ તમારે લાલ આલુ (Red Potatoes) લેવાના રહેશે. જો એ ઉપલબ્ધ ન હોય તો તમે નોર્મલ બટાટા વડે પણ ચાટ બનાવી શકો છો.

2. આ બટાટાને સારી રીતે છીણીને ચાટની જેમ મોટા ટુકડામાં સમારી લો અને ઠંડા પાણીમાં રાખો.

3. હવે 10 મિનિટ પાણીમાં ઉકાળી લો. ઉકાળતી વખતે એમાં થોડું સિંધવ મીઠું (Rock Salt) ઉમેરી દો.

4. બટાટાને પાણીમાંથી કાઢીને ઠંડા થવા દો અને એક ચાળણીમાં રાખીને તમામ પાણી નીતરી જવા દો.

5. એક કડાઈમાં ઉપવાસ માટેનું શુદ્ધ તેલ અથવા ઘી લો. એને ગરમ થવા દો.

6. એ ગરમ થાય ત્યાં સુધી તાજી કોથમીર, લીલા મરચાં, લીંબુ, જીરું અને સિંધાલૂણ વડે લીલી ચટણી બનાવી લો. ચટણીનો લીલો રંગ જળવાઈ રહે એ માટે એમાં આઇસ ક્યુબ ઉમેરી દો. તમારા ટેસ્ટની ચટપટી ચટણી (Green Chutney) તૈયાર કરી લો.

7. ગરમ તેલમાં બટાટાને ફ્રાય કરી લો. એને ગોલ્ડન ફ્રાય કરવાના છે. એ માટે એક પૅનમાં ઘી લેવું અને બટાટાને ઊલટાવી-પલટાવીને ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી તળી લો.

8. ફ્રાય થયેલા બટાટાને એક બાઉલમાં લઇ લો. એમાં સિંધાલૂણ, શેકેલો જીરા પાવડર, કાળા મરીનો પાવડર અને લીલી તાજી ચટણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

9. ઉપર લીંબુનો રસ નીચોવી લો. તમે જો ઈચ્છો તો એમાં આમચૂર પાવડર, ચાટ મસાલા અને લાલ મરચું પણ નાખીને ખાઇ શકો છો.

તો તૈયાર છે તમારી દિલ્હી સ્ટ્રીટ સ્ટાઈલ આલુ ચાટ (Street Style Delhi Aloo Chaat) …આ વાનગીને તમે ઉપવાસ (Vrat Fast Recipe) દરમિયાન પણ ખાઇ શકો છો. જેમણે વ્રત નહિં કર્યુ હોય એમનું મન પણ ખાવા માટે લલચાઇ જશે!


આ પણ વાંચો: નવરાત્રિ સ્પેશ્યલ ફરાળી અપ્પમ…સામા કે મોરૈયા વડે બનાવો અને લીલી તીખી ચટણી સાથે ખાઓ!

આ પણ વાંચો: પરફેક્ટ ભટૂરેનો લોટ શી રીતે બાંધશો? એમાં શું-શું મિક્સ કરવામાં આવે છે? ફૂલેલા ભટૂરા બનાવવાની સરળ રેસિપી…

આ પણ વાંચો: સવારના નાસ્તામાં શું બનાવવું એ સમજ ન પડે ત્યારે ટ્રાય કરો આ મિલેટ કટલેટ…હૅલ્ધી રેસિપી..!