Mehsana News : મહેસાણા ફૂડ વિભાગની તપાસ (food department) દરમિયાન નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીમાં 20 સ્થળોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો અને એક પેઢીને સુધારા માટે નોટિસ આપવામાં આવી હતી.
મહેસાણામાં food departmentની તપાસ
નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તંત્રની ટીમોએ વિવિધ ખાદ્ય એકમોમાં તપાસ હાથ ધરી હતી. આ અભિયાનમાં ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ (Food Safety on Wheels) વાનની મદદથી સ્થળ પર જ 20 જેટલા સ્થળોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન 5 લીટર તેલ, 2.5 કિલો ગ્રીન ચટણી, 5 લીટર પાણીપુરીનું પાણી અને ન્યૂઝ પેપરનો ઉપયોગ થતો હોવાથી 1 કિલો ન્યૂઝ પેપર સહિતની વસ્તુઓનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નાસ્તા અને પ્રસાદીના પંડાલો સહિત કુલ 18 પેઢીઓની તપાસ કરીને ખાદ્ય પદાર્થોના 34 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા.
જય ખોડિયાર સ્વીટમાર્ટને નોટિસ
તપાસ દરમિયાન જય ખોડિયાર સ્વીટમાર્ટ (Jay Khodiyar Sweetmart)માંથી સર્વેલન્સ માટે નમૂના લેવામાં આવ્યા હતા. ત્યાં અસ્વચ્છતા જોવા મળતાં પેઢીને ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી. નિર્ધારિત સમયમાં જરૂરી સુધારા નહીં કરવામાં આવે તો લાયસન્સ રદ કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન 3 કિલો કોપરા લાડુ, 2 કિલો ફુલવડી અને 1 કિલો કઢીનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
સોનલ બેકરી સ્વીટ એન્ડ નમકીનમાં કાર્યવાહી
સોનલ બેકરી સ્વીટ એન્ડ નમકીન(Sonal Bakery)માંથી 8 કિલો વડી ફરસાણનો અખાદ્ય જથ્થો(Unfit-for-consumption stock) મળી આવ્યો હતો. તંત્ર દ્વારા આ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આમ, મહેસાણામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને લગતી તપાસ દરમિયાન વિવિધ સ્થળોએ ચકાસણી કરવામાં આવી હતી અને અખાદ્ય જથ્થા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો:નવરાત્રિમાં સ્ટ્રીટ ફૂડ ખાતા પહેલાં સાવધાન! સુરેન્દ્રનગરમાં ફૂડ વિભાગની કાર્યવાહી
આ પણ વાંચો:કલોલના સાંતેજમાં ફૂડ વિભાગ ત્રાટક્યું! શંકાસ્પદ ઘી મામલે કંપનીમાં તપાસ, નમૂના લેબમાં મોકલાયા
આ પણ વાંચો:તહેવારોમાં ફૂડ વિભાગ એલર્ટ, ડીસામાં દરોડા દરમિયાન 987 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
