New Delhi :દિલ્હીના પોલીસ (Delhi Police)કમિશનર અનુરાગ કુમારે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ સોગંદનામું દાખલ કર્યું છે. જેમાં 10 ઓક્ટોબરે જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janata Party) ના વિરોધ પ્રદર્શન માટે પરવાનગી કેમ નકારવામાં આવી હતી તેનું સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું છે.
20 જુલાઈની હિંસા અને સુરક્ષાના કારણો
પરવાનગી નકારવાનું મુખ્ય કારણ: પોલીસ કમિશનરે (Police Commissioner)જણાવ્યું કે 20 જુલાઈના વિરોધ પ્રદર્શન દરમિયાન મોટા પાયે હિંસા થઈ હતી અને CJP ના નેતાઓ (અભિજીત દિપકે અને સૌરભ દાસ સહિત) તેમના સમર્થકોને કાબુમાં રાખવામાં નિષ્ફળ રહ્યા હતા.
ગંભીર પરિસ્થિતિની આશંકા: 6 થી 8 ઓક્ટોબર દરમિયાન સતત વિરોધ પ્રદર્શનોના કારણે મધ્ય દિલ્હીમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા(Serious traffic problem in Delhi) સર્જાઈ હતી. જો 10 ઓક્ટોબરે ફરી પરવાનગી આપવામાં આવી હોત, તો દિલ્હીની સ્થિતિ 20 જુલાઈ કરતા પણ વધુ ખરાબ થઈ શકી હોત.
સંવેદનશીલ વિસ્તાર: રાષ્ટ્રપતિ ભવન, સંસદ, સુપ્રીમ કોર્ટ અને વિવિધ દૂતાવાસો આવેલા હોવાથી મધ્ય દિલ્હી અત્યંત સંવેદનશીલ છે, જ્યાં જાહેર વ્યવસ્થા જાળવવી અનિવાર્ય છે.

પ્રદર્શન દરમિયાન Delhi Police પર હુમલો અને અટકાયત
પોલીસકર્મીઓ પર હિંસા: 10 ઓક્ટોબરના પ્રદર્શન દરમિયાન આક્રમક ભીડ દ્વારા કેટલાક લોકો “ફ્રીલાન્સ જર્નાલિઝમ” (Freelance Journalism)ની આડમાં પોલીસ અધિકારીઓ સાથે શારીરિક શોષણ અને મહિલા પોલીસ અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી, જેમાં એક ડઝનથી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
વાહનોને નુકસાન: અટકાયત કરાયેલા લોકોએ તેમને લઈ જતી બસોના ટાયરમાં પંચર કરી દીધા હતા અને બારીઓ તોડી નાખી હતી.
માનવીય અભિગમ: સોગંદનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અટકાયત કરાયેલા તમામ લોકોને થોડા કલાકો પછી છોડી દેવામાં આવ્યા હતા અને તેમને લોકઅપને બદલે કામચલાઉ સુવિધાઓમાં રાખીને ગરમ ભોજન, ચા-કોફી પૂરા પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:CJP પર મેરી મિલબેનના ગંભીર આરોપ, વિદેશી ફંડિંગથી અશાંતિ ફેલાવવાનો દાવો
આ પણ વાંચો:CJPના 3 નેતાઓને શરતી મુક્તિ: એક વર્ષ સુધી શાંતિ જાળવવાની શરત
આ પણ વાંચો:દિલ્હીમાં CJPના વિરોધ પહેલાં સુરક્ષા કડક, કલમ 163 લાગુ
