Ahmedabad News: ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly)માં તારીખ 26 અને 27એ કલાકારો (Artist)ને બોલાવવા મુદ્દે વિવાદનો જન્મ થયો છે. ભાજપ પક્ષના કાર્યકરોને વિધાનસભા સત્ર જોવા બોલાવતા લોકોએ રોષ ઠાલવ્યો છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં મહિલા અને અન્ય કાર્યકરો (Party workers)એ સોશિયલ મીડિયા (Social Media)માં રોષ ઠાલવ્યો છે.

અમદાવાદ શહેરના ઠક્કરબાપાનગર વિધાનસભામાં આવેલ ઈન્ડિયા કોલોની (India Colony) અને સૈજપુર વોર્ડ (Saijpur Ward)ના કાર્યકરોને વિધાનસભા સત્ર વખતે બોલાવતા પક્ષના સોશિયલ મીડિયા (Social Media) વોટ્સગ્રુપ (Whatsapp group)માં મહિલા સહિત કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો હતો. સૂત્રો મુજબ અમદાવાદ શહેરમાં આવેલ ઠક્કરબાપા નગર (Thakkarbapa nagar) વિધાનસભાના MLA કંચનબેન રાદડીયાની સૂચના મુજબ કાર્યકરો વિધાનસભા સત્ર (Legislative Session) જોવા ગયા હતા. તેથી બળાપો કાઢવા મહિલાઓએ વોટ્સએપ ગ્રુપનો સહારો લીધો હોવાનું સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રમુખ સાહેબ આવું કેમ ચાલે, મહિલાઓને ફક્ત બસ ભરવા માટે જ રાખ્યા છે. બહેનોને શું મૂર્ખ સમજો છો? ઉપરાંત, બધા ગ્રુપમાં મેસેજ જોવાનું કહ્યું હતું. એટલે કે વોર્ડમાં હવે કેવી રીતે કામ કરવું તેની ખબર પડે.

તો ગ્રુપમાં એક કાર્યકરે એવું પણ લખ્યું કે, કાર્યક્રમ (Program)માં ભીડ એકઠી કરવા સૂચના આપેે, આવી રીતે જવા સૂચના ન આપે, જય હો વહાલા દવલાં કાર્યકરોને. એમ પણ જાણવા મળ્યું કે, મહિલા કાર્યકરો મોટેભાગે મહિલા ધારાસભ્ય અને વોર્ડના પ્રમુખ પર બળાપો ઠાલવ્યો હતો. ગુજરાત વિધાનસભામાં કેટલાક લોકો ભાજપના કાર્યકરો તેમજ નવા નિમાયેલા પ્રમુખથી નારાજ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છેકે, ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરે (Vikram Thakore) કલાકારોને વિધાનસભા સત્રમાં ન બોલાવવા અંગે કહ્યું હતું કે, ‘વિધાનસભામાં કલાકારો (Artist)ને બોલાવ્યા તેનો વિરોધ નથી, પરંતુ ઠાકોર સમાજને સ્થાન નથી મળતું એનો વિરોધ છે. દરેક કલાકારનું સ્વાગત કર્યું સારી બાબત છે, મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મેં ધ્યાન દોર્યું છે. કલાકારને નાત-જાત નથી હોતી, સરકારે દરેક જાતિના કલાકારનું સન્માન કરવું જોઈએ. શંકરભાઈ ચૌધરીએ તમામ કલાકારને બોલાવ્યા હતા’.
આ પણ વાંચો:સુરતમાં ધંધામાં રોકાણનાં બહાને વેપારી સાથે થઈ લાખોની છેતરપિંડી, નફો ન મળતાં નોંધાવી ફરિયાદ
આ પણ વાંચો:શેરબજારમાં રોકાણના નામે 1.81 કરોડની છેતરપિંડી, 2 આરોપી ઝડપાયા
આ પણ વાંચો:સુરતમાં શેરમાર્કેટમાં રોકાણ કરાવી નફો આપવાની લાલચે 15 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયા
