Ajab Gajab News: આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટ આજ સુધી લોકોની મદદ કરવા, સામાન ઉઠાવવા અને મુશ્કેલ કાર્યોને આસાન બનાવવા માટે હોય છે. પરંતુ જર્મનીથી સામે આવેલો (German Robot)નો એક અજીબ કિસ્સો દર્શાવે છે કે ટેકનોલોજીનો દુરુપયોગ પણ થઇ શકે છે.
અહિં પોલીસે એક German Robotને જપ્ત કર્યો છે જેના પર 16 વર્ષના એક છોકરી સાથે ખોટી રીતે સ્પર્શ કરવાનો અને અશ્લીલ હરકતો (Robot Misbehave with German Girl)કરવાનો આરોપ છે. પોલીસ આ કિસ્સામાં બે યુવકોની ભૂમિકાને પણ તપાસી રહી છે.
નવાઈની બાબત તો એ છે કે સોશિયલ મીડિયા (Social Media) પર લોકોએ એવું માની લીધું છે કે રોબોટે પોતે જ આવું કર્યુ છે! વાસ્તવમાં હજુ સુધી એવો કોઈ જ રોબોટ નથી બન્યો જે જાતે નિર્ણય લઇ શકે અર્થાત્ રોબોટ્સમાં માણસોની જેમ મગજ (Brain) હોતું નથી. માર્કેટમાં અવેલેબલ હ્યુમનૉઇડ રોબોટ્સ (Humanoid Robots)ને ફીડ કરવામાં આવે છે એટલે કે એમને રિમોટથી કંટ્રોલ (Remote Control) કરવામાં આવે છે.
આ અગાઉ પણ એવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં રોબોટ્સ કોઈને ખોટી રીતે ટચ (Obscene act) કરતા દેખાયા છે. જો કે, પાછળથી એમાં માલફંકશન થયું હોવાથી એનામાં ખરાબી આવી હોવાથી આમ બન્યુ હોવાનું જાણવા મળ્યું હતુ. આ કારણે એ આઉટ ઑફ કંટ્રોલ થઈ ગયા હતા!
પોલીસનું શું કહેવું છે?
આ ઘટના જર્મનીના કોલોન શહેર (The German city of Cologne)માં થઈ હતી. પોલીસના જણાવ્યાનુસાર German Robotના 16 વર્ષના માલિક અને એના 19 વર્ષના સાથી પર આરોપ છે કે એમણે આ ઘટનાને રેકોર્ડ પણ કરી અને એને સોશિયલ મીડિયા પર લાઈવ પણ દર્શાવી હતી! જો કે, આ બંને પરના આરોપો (Allegations) હજુ નિયત કરવામાં નથી આવ્યા પણ પોલીસ તપાસ કરી રહી છે કે રોબોટની આ હરકતો કોઈએ રિમોટથી કરાવી હતી અથવા અગાઉથી જ પ્રોગ્રામ (Software Programe) કરવામાં આવી હતી?

યુવતી પાસે રોબોટ (German Robot) પહોંચ્યો, પછી શું શયું?
German Police ના જણાવ્યાનુસાર, આ ઘટના 10 ઓક્ટોબરની મોડી રાત્રે એક ફાસ્ટ ફૂડ રેસ્ટૉરન્ટની બહાર થઈ હતી. 16 વર્ષની આ યુવતી પોતાની બે બહેનપણીઓ સાથે ત્યાં હાજર હતી. ત્યારે જ લગભગ 1.2 મીટર લાંબો અને સોનેરી રંગનો રોબોટ પાછળથી એની પાસે આવ્યો.
એવો આરોપ છે કે German Robot એ યુવતીને ખોટી રીતે સ્પર્શ કર્યો અને ત્યાર બાદ એવી હરકતો કરી કે જે ન થવી જોઇએ! આને પોલીસે ધક્કો મારવા જેવી એક્ટિવિટીનું નામ આપ્યું છે. યુવતી ગભરાઈને ત્યાંથી દૂર હટી ગઈ. ઘટના દરમિયાન, રોબોટ સાથે હાજર યુવકોએ એને રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર લાઈવ દર્શાવ્યાનો પણ શક છે.
પોલીસે આ બનાવની તપાસ થરુ કરી અને કેટલાક સમય બાદ શંકાસ્પદોને આસપાસના વિસ્તારમાંથી શોધી લીધા. અધિકારીઓએ રોબોટ ઉપરાંત બંને યુવકોના મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે.

રોબોટને કપડા પહેરાવવામાં આવેલા (Robot was wearing cloths)
આ કિસ્સામાં રોબોટ (German Robot)ની બનાવટ પણ લોકોનું ધ્યાન આકર્ષી રહી છે. પોલીસ તરફથી જાહેર કરાયેલી તસવીરમાં રોબોટે સફેદ બનિયાન, કાળા કપડા, ચશ્મા, નકલી મૂછ અને ગળામાં સોના જેવી ચેઇન (Gold chain & Spectacles) પહેરી હતી. એની લંબાઈ આશરે 120 સેન્ટીમીટર જણાવાઇ છે.
પોલીસના જણાવ્યાનુસાર આ ઘટના બાદ રોબોટને એક કારની ડિક્કીમાં રાખવામાં આવેલો. અધિકારીઓએ એને ત્યાંથી જ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, બંને સંદિગ્ધોના ફોન પણ પોતાના કબ્જામાં લઇ લીધા હતા જેથી રેકોર્ડિંગ અને રોબોટના ઉપયોગની સંબંધિત જાણકારીની તપાસ કરી શકાય.
પોલીસ એ બાબતની તપાસ કરી રહી છે કે એ સમયે રોબોટને કોઈ વ્યક્તિ ઓપરેટ કરી રહી હતી કે પછી એ પહેલેથી આપેલા કમાન્ડ્સ મુજબ કામ કરી રહ્યો હતો! અત્યાર સુધીની તપાસમાં આ સવાલનો અંતિમ જવાબ સામે આવ્યો નથી.
શું રોબોટે પોતે આ હરકત કરી કે પછી કોઈએ એને કંટ્રોલ કર્યો?
આ સવાલ આ ઘટનાનો મુખ્ય પ્રશ્ન છે. આજે રોબોટ અનેક પ્રકારના કામો કરી શકે છે. કેટલાક રોબોટ પોતાની આસપાસની વસ્તુઓને ઓળખીને જાતે ચાલે છે, જ્યારે અમુકને રિમોટ કે સૉફ્ટવેરની મદદથી ચલાવવામાં આવે છે. કેટલાક મશીનોમાં અગાઉથી જ નક્કી એક્ટિવિટીઝ ફીડ કરી શકાય છે.
આથી કોઈ પણ રોબોટની કોઈ ખોટી હરકતને સીધી જ એની પોતાની મરજી કહેવાનું યોગ્ય નથી. એ જાણવું અત્યંત જરુરી છે કે આ મશીન શી રીતે કામ કરી રહ્યું હતુ અને એને કોણે કમાન્ડ્સ (Commands) આપેલા? જર્મનીની કોલોન પોલીસ આ પાસાની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રોબોટ્સને પોતાનું મગજ હોતું નથી.
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
