World News/ સૌન્ય ઓપરેશન દરમિયાન સ્ટારલિંકની સ્પીડ ઘટાડતા મસ્ક સામે ભારે રોષ

યુક્રેનમાં લશ્કરી ઓપરેશન દરમિયાન સ્ટારલિંકની સ્પીડ અચાનક ધીમી થતા પોલેન્ડ અને યુક્રેને એલોન મસ્ક (Elon Musk)સામે ગંભીર આરોપો મૂક્યા છે. આ વિવાદ અને ટેક્નોલોજીના રાજકારણ વિશે વિગતવાર જાણો.

Top Stories World
Elon Musk સામે ઇન્ટરનેટ મુદ્દે ભારે રોષ

World News :એલોન મસ્ક (Elon Musk)અને તેમની કંપની તાજેતરમાં મોટા વિવાદો અને ક્રોસફાયરમાં ફસાઈ ગઈ છે. યુક્રેન (Ukraine)અને પોલેન્ડે(Poland) એલોન મસ્ક તથા તેમની કંપની સામે ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા છે. યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી દરમિયાન સ્ટારલિંક (Starlink)ના ઇન્ટરનેટ કનેક્શન અચાનક ધીમા પડી જવાથી ત્યાં મોટો વિવાદ સર્જાયો છે. પોલેન્ડના નાયબ વડા પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “X” પર પોસ્ટ કરીને એલોન મસ્ક પર પોતાના ઉત્પાદનો અને ટેક્નોલોજીનું ખુલ્લેઆમ રાજકારણ કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે.

યુક્રેનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, 13-14 ઓક્ટોબરની રાત્રે યુક્રેનિયન સેના સાથે સંકળાયેલા એક મહત્વપૂર્ણ લશ્કરી અભ્યાસ અને ઓપરેશન દરમિયાન સ્ટારલિંકની ઇન્ટરનેટ સ્પીડમાં અચાનક ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે સેનાના સંચાર અને ઓપરેશન પર ભારે અસર પડી હતી.

AELON MASK

પ્રતિબંધો પાછળનું અસલી કારણ શું?

યુક્રેનમાં એવી પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ પ્રતિબંધો અને સ્પીડ ઘટાડવા પાછળ યુએસ (US) ના વહીવટી તંત્ર દ્વારા કિવ પર દબાણ લાવવાના પ્રયાસો સંકળાયેલા છે. યુક્રેન દ્વારા રશિયન તેલ સ્થાપનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલા રોકવાની માંગણીઓ સામે આવી રહી હતી, તે જ સમયગાળામાં આ ઘટના ઘટી છે.

આ સમગ્ર વિવાદ અંગે સ્પષ્ટતા કરતા એલોન મસ્કે જણાવ્યું હતું કે સ્ટારલિંક અને ‘સ્ટારશિલ્ડ’ (Starshield) બંનેને સમાન સેવા તરીકે ગણવા જોઇએ નહીં. સ્ટારલિંકનો ઉપયોગ સામાન્ય રીતે નાગરિકો માટે ઇન્ટરનેટ સેવા તરીકે થાય છે, જ્યારે સ્ટારશિલ્ડ એ યુએસ સરકારની વિશેષ જરૂરિયાતો અને સુરક્ષા માટે વિકસાવવામાં આવેલી એક સમર્પિત લશ્કરી સિસ્ટમ છે.

મસ્કના જણાવ્યા મુજબ, યુએસ સરકાર સ્ટારશિલ્ડના ઉપયોગને સંપૂર્ણપણે નિયંત્રિત કરે છે અને તેની ગતિ તથા ઉપયોગ અંગેના તમામ નિર્ણયો યુએસ સૈન્ય દ્વારા જ લેવામાં આવે છે. જોકે, આ અંગે યુએસ વહીવટીતંત્ર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

પોલેન્ડની આકરી ટીકા અને વૈશ્વિક સુરક્ષા પર સવાલો

પોલેન્ડના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન રાડોસ્લા સિકોર્સ્કીએ પણ આ સમગ્ર વિકાસક્રમ પર મસ્કની આકરી ટીકા કરી છે. સોશિયલ મીડિયા પર મસ્કને સંબોધતા સિકોર્સ્કીએ સીધો સવાલ કર્યો હતો કે શું મસ્ક ફરી એકવાર તેમના ઉત્પાદનોનું રાજકારણ રમી રહ્યા છે? તેમણે ઉમેર્યું હતું કે યુરોપમાં તેમના ગ્રાહકો આ તમામ ઘટનાઓ પર ખૂબ જ નજીકથી નજર રાખી રહ્યા છે.


આ પણ વાંચો:AI 2028 સુધી માણસોને પાછળ છોડશે? જાણો એલોન મસ્કે શું કહ્યું

આ પણ વાંચો:ઘટતો જન્મદર ભારત માટે કેમ ખતરનાક? એલોન મસ્કે સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી મોટી ચિંતા

આ પણ વાંચો:પીએમ મોદી-ડોનાલ્ડ ટ્રમ્પ કોલમાં એલોન મસ્ક? વિદેશ મંત્રાલયે દાવા નકારી કાઢ્યા