Ahmedabad News: અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં AMCના ફૂડ વિભાગે ટોમેટો સોસ (Fake Tomato Sauce) બનાવતા એક યુનિટ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન આશરે 2,000 કિલો કાચો માલ અને તૈયાર સોસનો જથ્થો મળી આવ્યો હતો. વિભાગના જણાવ્યા મુજબ, યુનિટમાં લાયસન્સ વિના અને અસ્વચ્છ સ્થિતિમાં સોસનું ઉત્પાદન થતું હતું. કાર્યવાહી દરમિયાન સ્થળને સીલ કરવામાં આવ્યું છે.
ટામેટાંના બદલે બટાકાના પાવડરનો ઉપયોગ
બહેરામપુરા (Behrampura News) વિસ્તારમાં ફૂડ વિભાગની તપાસ (AMC Food Department)માં સોસ બનાવવા માટે ટામેટાંના બદલે બટાકાના પાવડર અને એસિડિક કલર સહિતની ચીજવસ્તુઓ વપરાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. યુનિટમાં ગંદકી અને અસ્વચ્છતા પણ જોવા મળી હતી.

લાયસન્સ અને બિલ અંગે સવાલો
અધિકારીઓના જણાવ્યા મુજબ, યુનિટના સંચાલકો જરૂરી લાયસન્સ રજૂ કરી શક્યા નહોતા. લાયસન્સમાં દર્શાવેલું સરનામું પણ યોગ્ય ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ‘ટેસ્ટી સ્નેક્સ કેચઅપ’ નામે તૈયાર થતો સોસ દુકાનો અને ખાણીપીણીની લારીઓમાં વેચાતો હોવાની માહિતી મળી છે.
ફૂડ વિભાગે ખરીદ-વેચાણનાં બિલ માગતાં સંચાલકો બિલ રજૂ કરી શક્યા નહોતા.
સોસના જથ્થાનાં સેમ્પલ લેવાયા
ફૂડ વિભાગે સ્થળ પરથી આશરે 2,000 કિલો કાચો માલ અને તૈયાર સોસ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા જથ્થાનાં સેમ્પલ (Food Safety) લેવામાં આવ્યા છે અને તેનો નિકાલ કરવાની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: એક રૂમના લાઇસન્સ પર 4 રૂમમાં દવાઓનો સંગ્રહ! પટનાની ફાર્મા કંપની પર દરોડો
આ પણ વાંચો: મુંદરા મરીન વિસ્તારમાં LCBનો દરોડો, 178 દારૂની બોટલ-24 બિયર ટીન સાથે શખ્સ ઝડપાયો
આ પણ વાંચો: પામ ઓઈલ-મિલ્ક પાવડરથી બનતું હતું દૂધ? ઉપલેટામાં પોલીસનો દરોડો, લાખોનો મુદ્દામાલ જપ્ત
