Sabarkantha News/ ગેસ્ટ હાઉસમાં કથિત દેહવ્યાપારનો પર્દાફાશ, એક સંચાલકની ધરપકડ

AHTU Raid Prantij: સાબરકાંઠાના પ્રાંતિજમાં રાજ ગેસ્ટ હાઉસ ખાતે AHTUની ટ્રેપ કાર્યવાહી. ત્રણ યુવતીઓને મુક્ત કરાવાઈ, એક સંચાલકની ધરપકડ અને અન્ય બેની શોધખોળ શરૂ.

Gujarat Top Stories Breaking News
AHTU Raid Prantij: 3 યુવતીઓને મુક્ત કરાવાઈ, એકની ધરપકડ

Prantij News: સાબરકાંઠાના પ્રાંતિજમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતી હોવાની આશંકા ધરાવતી ગેરકાયદે પ્રવૃત્તિ સામે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ કાર્યવાહી (AHTU Raid Prantij) કરી છે. કાટવાડ પાટિયા પાસે આવેલા રાજ ગેસ્ટ હાઉસમાં (Raj Guest House Raid) ડમી ગ્રાહક મોકલી ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ગેસ્ટ હાઉસમાંથી ત્રણ યુવતીઓ મળી આવતાં તેમને મુક્ત કરાવવામાં આવી હતી. પોલીસે આ મામલે એક સંચાલકની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે સંચાલકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

AHTU Raid Prantij: ડમી ગ્રાહક મોકલી AHTUએ ગોઠવી ટ્રેપ

પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાંથી યુવતીઓને બોલાવી રાજ ગેસ્ટ હાઉસમાં કથિત દેહવ્યાપાર ચલાવવામાં આવતો હોવાની માહિતી AHTUને મળી હતી. આ બાતમીના આધારે ટીમે તપાસ હાથ ધરી અને ડમી ગ્રાહકની મદદથી ટ્રેપ ગોઠવી હતી.

ટ્રેપ દરમિયાન ગેસ્ટ હાઉસમાં કાર્યવાહી કરતાં ત્રણ યુવતીઓ મળી આવી હતી. ત્યારબાદ ટીમે તેમને મુક્ત કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

એક સંચાલકની ધરપકડ, બેની શોધખોળ

આ મામલે પ્રાંતિજ પોલીસ મથકે રાજ ગેસ્ટ હાઉસના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે એક સંચાલકની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય બે સંચાલકોને પકડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.

પોલીસ હવે આ સમગ્ર પ્રવૃત્તિમાં કોની ભૂમિકા હતી અને ગેસ્ટ હાઉસનું સંચાલન કેવી રીતે કરવામાં આવતું હતું તે અંગે તપાસ કરી રહી છે.

યુવતીઓને કોણ લાવતું હતું? પોલીસ તપાસમાં ખુલશે વિગતો

આ ઘટનાને પગલે અનેક સવાલો ઊભા થયા છે. યુવતીઓને અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાંથી કોણ લાવતું હતું? તેમને ગેસ્ટ હાઉસ સુધી પહોંચાડવા માટે કોઈ વ્યવસ્થિત નેટવર્ક કાર્યરત હતું? આ કથિત પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલતી હતી અને તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે કેમ?

આ તમામ મુદ્દાઓની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની વધુ વિગતો સામે આવશે.

પ્રાંતિજમાં AHTUની કાર્યવાહીથી ચર્ચા

પ્રાંતિજમાં રાજ ગેસ્ટ હાઉસ ખાતે AHTUની ટ્રેપ કાર્યવાહી બાદ આ મામલો સ્થાનિક સ્તરે ચર્ચામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓની ભૂમિકા અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

@દિપકસિંહ રાઠોડ


આ પણ વાંચો: દેહવ્યાપારની કમાણીથી ખરીદેલી રૂ.80 લાખની મિલકત જપ્ત, રાજ્યમાં પ્રથમવાર BNSS હેઠળ કાર્યવાહી

આ પણ વાંચો: રાજકોટ બસ પોર્ટ કોમ્પ્લેક્સમાં સ્પા સેન્ટર પર પોલીસનો દરોડો, દેહવ્યાપારના મોટા રેકેટનો પર્દાફાશ

આ પણ વાંચો: નવસારીમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા દેહવ્યાપાર રેકેટનો પર્દાફાશ