Kalol News: અમદાવાદ-ગાંધીનગર સરહદ નજીક સાંતેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી સિંઘલ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ (Singhal Industries Fire) લાગતાં અફરાતફરી મચી ગઈ છે. કારોલી પાસે આવેલી ફેક્ટરીમાં આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના કાળા ગોટા દૂરથી દેખાવા લાગ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો છે. આગ પર કાબૂ મેળવવા કલોલ, કડી અને ગાંધીનગરથી ફાયર ફાઇટરોની ટીમો કામે લાગી છે.
Singhal Industries Fire: મેજર કોલ જાહેર, 7 ફાયર ગાડીઓ આગ બુઝાવવામાં લાગી
કલોલ ફાયર બ્રિગેડના (Kalol Fire) ઇન્ચાર્જ ફાયર ઓફિસર અસલમ ચૌહાણના જણાવ્યા અનુસાર, આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. આગ પર કાબૂ મેળવવા કલોલથી ત્રણ, કડીથી બે અને ગાંધીનગરથી બે ગજરાજ ફાયર ગાડીઓ સહિત કુલ સાત ગાડીઓ કામગીરીમાં જોડાઈ છે.
ફાયર વિભાગની ટીમો આગને ફેલાતી અટકાવવા અને તેના પર કાબૂ મેળવવા સતત પ્રયાસ કરી રહી છે. ઘટનાસ્થળે મામલતદાર સહિતના અધિકારીઓ પણ પહોંચી ગયા છે.
ફેક્ટરીમાં કર્મચારીઓની હાજરીથી ચિંતા વધી
આગ લાગી ત્યારે ફેક્ટરીમાં શ્રમિકો અને કર્મચારીઓ હાજર હોવાનું જાણવા મળ્યું છે. આગ ફાટી નીકળતાં જ કર્મચારીઓમાં જીવ બચાવવા માટે દોડધામ મચી ગઈ હતી. ફાયર અધિકારીના જણાવ્યા અનુસાર, કર્મચારીઓની પ્રાથમિક પૂછપરછમાં આગ લાગતાં જ લોકો બહાર નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
હાલ સુધીની પ્રાથમિક માહિતી પ્રમાણે કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી. જોકે, આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ અને સ્થળની તપાસ કર્યા પછી જ જાનહાનિ અંગે સ્પષ્ટ માહિતી મળી શકશે.
જ્વલનશીલ માલસામાનને કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાની આશંકા
પ્રાથમિક તબક્કે ફેક્ટરીમાં રહેલી ફોમ શીટ સહિતના જ્વલનશીલ માલસામાનને (Santej Industrial Area Fire) કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગમાંથી નીકળતા ધુમાડાના ગોટાઓને કારણે આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આગ પર કાબૂ મેળવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવશે.
સાંતેજ પોલીસ ઘટનાસ્થળે, તપાસ બાદ વધુ વિગતો મળશે
સાંતેજ પોલીસ મથકના પીઆઈ એસ. આર. ચૌધરીના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલાને સ્થળ પર મોકલવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સંકલન સાથે કામગીરી કરી રહી છે.
સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. હાલમાં મુખ્ય પ્રાથમિકતા આગ પર કાબૂ મેળવવાની અને સ્થળ પર સલામતી જાળવવાની છે. આગનું ચોક્કસ કારણ, નુકસાનની વિગતો અને જાનહાનિ અંગેની સ્થિતિ તપાસ બાદ સ્પષ્ટ થશે.
આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ છે. સત્તાવાર પુષ્ટિ વિના જાનહાનિ કે નુકસાન અંગે અંતિમ દાવો કરી શકાય તેમ નથી.મેજર કોલ જાહેર(Major Fire Call Gujarat) , 7 ફાયર ગાડીઓ આગ બુઝાવવામાં લાગી
કલોલ ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસર અસલમ ચૌહાણના જણાવ્યા અનુસાર, આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. આગ પર કાબૂ મેળવવા કલોલથી ત્રણ, કડીથી બે અને ગાંધીનગરથી બે ગજરાજ ફાયર ગાડીઓ સહિત કુલ સાત ગાડીઓ કામગીરીમાં જોડાઈ છે. ફાયર વિભાગની ટીમો આગને ફેલાતી અટકાવવા અને તેના પર કાબૂ મેળવવા સતત પ્રયાસ કરી રહી છે. ઘટનાસ્થળે મામલતદાર સહિતના અધિકારીઓ પણ પહોંચી ગયા છે.
આ પણ વાંચો: સુરતમાં બે સ્થળે ભીષણ આગથી અફરાતફરી, હોટ ફિક્સના કચરાથી ગોડાદરાના લાકડા સુધી ધુમાડો
આ પણ વાંચો: સચિનમાં A to Z હોસ્પિટલ ઉપર ભીષણ આગ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓએ કાબૂ મેળવ્યો
આ પણ વાંચો: સારોલીની સંગીની હબ-2માં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ દોડી
