Sports News: Hong Kong Sixes 2026 માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની ટીમમાંથી વિદાય બાદ ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભુવનેશ્વર કુમારને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવતા હવે તેઓ હોંગકોંગ સિક્સેસમાં રમી શકશે નહીં.
ભુવનેશ્વરના સ્થાને ગુજરાત ટાઇટન્સના 34 વર્ષીય ફાસ્ટ બોલર કુલવંત ખેજરોલિયાને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે જ (Hong Kong Sixes 2026 India Squad)માં પણ મહત્વનો ફેરફાર થયો છે.
Hong Kong Sixes 2026 માટે ક્રુણાલ પંડ્યા બન્યા કેપ્ટન

ભુવનેશ્વર કુમાર અગાઉ હોંગકોંગ સિક્સેસ માટે ભારતીય ટીમની કેપ્ટનશિપ કરવાના હતા. જોકે, ન્યૂઝીલેન્ડ પ્રવાસ અને હોંગકોંગ સિક્સેસની તારીખો વચ્ચે ટક્કર થતાં તેઓ આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.
ભુવનેશ્વરની ગેરહાજરીમાં ક્રુણાલ પંડ્યાને ટીમની કમાન સોંપવામાં આવી છે. ક્રુણાલ પાસે IPLમાં કેપ્ટનશિપનો અનુભવ પણ છે. તેમણે IPLમાં 6 મેચમાં કેપ્ટન તરીકે જવાબદારી સંભાળી છે, જેમાં 3 મેચમાં ટીમને જીત અપાવી હતી અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
કુલવંત ખેજરોલિયાને ટીમમાં સ્થાન
Captaincy duties? Checked. Excitement levels? Through the roof! 🔥🇮🇳
Krunal Pandya is all set for Hong Kong Sixes 2026! 🤌
#TurnItUpToSix #HongKongSixes #M品牌活動#大型體育活動事務委員會#政府資助計劃 #MMarkEvents #MajorSportsEventsCommittee https://t.co/Asdza8cra9
— Cricket Hong Kong, China (@CricketHK) October 17, 2026
ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 22 ઓક્ટોબરથી શરૂ થવાનો છે, જ્યારે Hong Kong Sixes ટૂર્નામેન્ટ 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી રમાવાની છે. બંને કાર્યક્રમોની તારીખો એકબીજા સાથે ટકરાતી હોવાથી ભુવનેશ્વર કુમારને હોંગકોંગ સિક્સેસમાંથી બહાર થવું પડ્યું છે.
તેમના સ્થાને ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયેલા 34 વર્ષીય ફાસ્ટ બોલર કુલવંત ખેજરોલિયાને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. હવે તેઓ ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે.
ક્રુણાલ પંડ્યાએ ચાહકોને આપ્યો ખાસ સંદેશ

કેપ્ટન બન્યા બાદ ક્રુણાલ પંડ્યાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ચાહકોને ટીમને સપોર્ટ કરવાની અપીલ કરી છે. તેમણે Hong Kong Sixes 2026 દરમિયાન ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારવા માટે ફેન્સને અપીલ કરી છે.
ક્રુણાલ માટે આ જવાબદારી મહત્વપૂર્ણ રહેશે, કારણ કે ભારતીય ટીમ ગયા સીઝનમાં અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શકી નહોતી. હવે નવી ટીમ સાથે ભારત વધુ સારું પ્રદર્શન કરવા અને ટાઇટલ જીતવા માટે મેદાનમાં ઉતરશે.
ગયા વર્ષે ભારતનું પ્રદર્શન રહ્યું હતું નિરાશાજનક
2025ના હોંગકોંગ સિક્સેસમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. રોબિન ઉથપ્પા અને દિનેશ કાર્તિક જેવા અનુભવી ખેલાડીઓ ટીમમાં હોવા છતાં ભારત ગ્રુપ સ્ટેજમાં કૂવૈત સામે પણ હારી ગયું હતું.
ત્યારબાદ ભારતને નેપાળ, UAE અને શ્રીલંકા સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં સૌથી નીચેના સ્થાને રહી હતી. બીજી તરફ પાકિસ્તાને ટાઇટલ જીતીને ટ્રોફી પોતાના નામે કરી હતી.
આ વખતે BCCIએ અનુભવી ખેલાડીઓની જગ્યાએ ઘરેલુ ક્રિકેટ અને IPLમાં સારું પ્રદર્શન કરી રહેલા ખેલાડીઓને તક આપી છે. હવે આ નવા ચહેરાઓ પાસે ભારતને ટાઇટલ સુધી પહોંચાડવાની જવાબદારી રહેશે.
Hong Kong Sixes 2026 માટે ભારતનું અપડેટેડ સ્ક્વોડ
ક્રુણાલ પંડ્યા (કપ્તાન), નીતિશ રાણા, રાહુલ ત્રિપાઠી, શશાંક સિંહ, રાહુલ તેવટિયા, ટી. નટરાજન અને કુલવંત ખેજરોલિયા.
આ ટીમ સાથે ભારત Hong Kong Sixes 2026માં પોતાનું પ્રદર્શન સુધારવા અને ટાઇટલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
