Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકો સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવા અને સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘વહીવટી તંત્ર આપના દ્વારે’ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને (Gargi Jain Collector) કવાંટ તાલુકાના મધ્યપ્રદેશની સરહદે આવેલા ભુમસવાડા ગામની (Bhumswada Village) મુલાકાત લીધી હતી. અહીં તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી.
Gargi Jain Collector: જમીનથી લઈને પીવાના પાણી સુધીના પ્રશ્નો રજૂ કરાયા
કલેક્ટરની મુલાકાત દરમિયાન ગ્રામજનોએ જમીન-મિલકત, પીવાનું પાણી, વીજ પુરવઠો, આવાસ યોજના, રસ્તા, આરોગ્ય સેવાઓ, વાહનવ્યવહાર અને આંગણવાડી સહિતના વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા. ગ્રામજનોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને કલેક્ટર ગાર્ગી જૈને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
સ્થળ પર નિરાકરણ માટે અધિકારીઓને સૂચના
ગામમાં ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓની સ્થિતિ અને વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ અંગે પણ કલેક્ટરે માહિતી મેળવી હતી. ગ્રામજનોના પ્રશ્નોનું શક્ય તેટલું સ્થળ પર નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશનો હેતુ નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને તેમની સમસ્યાઓનો સમયસર ઉકેલ આવે તેવો છે.
સરહદી વિસ્તારના નાગરિકો સુધી પહોંચશે સરકારી યોજનાઓનો લાભ
‘વહીવટી તંત્ર આપના દ્વારે’ (Vahivati Tantra Aapna Dware) ઝુંબેશ દ્વારા ખાસ કરીને જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં રહેતા નાગરિકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભુમસવાડા ગામની મુલાકાત દરમિયાન વહીવટી તંત્રએ ગ્રામજનોની રજૂઆતો સાંભળી અને સંબંધિત વિભાગો સાથે સંકલન સાધ્યું હતું.
આ પ્રસંગે પ્રાંત અધિકારી સંદીપસિંહ ઝાલા, કવાંટના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ પણ હાજરી આપી હતી.
આ પણ વાંચો: ચૈતર વસાવાના બદલાયા સુર! સરકારી યોજનાઓની પ્રશંસા કરી, વિકાસમાં સહકાર આપવા કરી અપીલ
આ પણ વાંચો: લાભાર્થીના ઘરે પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે ભોજન લીધું:છોટા ઉદેપુરના ધંધોડામાં સરકારી યોજનાઓની માહિતી મેળવી
આ પણ વાંચો: છોટાઉદેપુરવાસીઓ માટે રાહતના સમાચાર; સિહોદ ખાતે ભારજ નદી પર ઓવરબ્રિજનું કામ પુનઃ ધમધમ્યું
