Vijayadashmi 2026/ વિજયાદશમીએ ભગવાન શ્રીરામને આ વસ્તુઓનો પ્રસાદ ધરાવો…ઘરમાં જળવાશે સુખ-સમૃદ્ધિ!

વિજયાદશમીનું પર્વ (Vijayadashmi 2026) બુરાઈ પર સારપના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. દશેરાએ કૌશલ્યાનંદનને આ ખાસ વસ્તુઓનો પ્રસાદ ધરાવવાથી…

Trending festival Religious Dharma & Bhakti
Vijayadashmi 2026 એ ધરાવો ભગવાન રામને આ 4 Special પ્રસાદ...blessings મેળવો!

Vijayadashmi 2026: વિજયાદશમીનું પર્વ 20 ઓક્ટોબર 2026 (Vijayadashmi 2026, 20th October 2026)ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન રામની વિધિ-વિધાનપૂર્વક અર્ચના કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે આ વિજયાદશમીએ પ્રભુ રામની આરાધના કરવાથી ભક્તોના તમામ સંકટ દૂર થાય છે અને એમને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

વિજયાદશમી પૂજા મુહૂર્ત (Vijayadashmi Puja Mahurat)

દશમી તિથિનો પ્રારંભ– 20 ઑક્ટોબર 2026ના રોજ બપોરે 12:50 PM કલાકે

દશમી તિથિનું સમાપન– 21 ઑક્ટોબર 2026ના રોજ બપોરે 02:11 PM કલાકે

વિજય મુહૂર્ત– બપોરે 02:19 PM થી 03:06 PM સુધી

અપરાન્હ પૂજાનો સમય– 01:33 PM થી 03:53 PM સુધી

વિજયાદશમીએ ભગવાન શ્રીરામને આ વસ્તુઓનો પ્રસાદ ધરાવો (Vijayadashmi 2026 Prasad)

પૌરાણીક માન્યતાનુસાર, આ દિવસે ભગવાન રામે રાવણ (Ravana)નો વધ કર્યો હતો. આ સંજોગોમાં વિજયાદશમીનું પર્વ બુરાઈ પર સારપના વિજયનું પ્રતીક માનવામાં આવે છે.

Ram Kills Ravana
Ram Kills Ravana

દશેરાએ કૌશલ્યાનંદનને આ ખાસ વસ્તુઓનો પ્રસાદ (Prasad) ધરાવવાથી ઘર-પરિવારમાં સંપન્નતા, ખુશાલી અને શાંતિનો વાસ થાય છે. તો ચાલો જાણીએ કે વિજયાદશમીના દિવસે પ્રભુ શ્રી રામને કઈ-કઈ ખાસ વસ્તુઓનો પ્રસાદ ધરાવવો જોઇએ?

1. કેસરવાળી ખીર (Saffron Kheer)

વિજયાદશમીના દિવસે ભગવાન રામ (Lord Rama) ને કેસરવાળી ખીરનો પ્રસાદ અવશ્ય ધરાવવો. ત્યાર બાદ આ પ્રસાદને પરિવારના તમામ સભ્યોની સાથે ગ્રહણ કરવો.

2. પંચામૃત (Panchamrut)

વિજયાદશમીના દિવસે રઘુનંદનને પંચામૃત અવશ્ય અર્પણ કરવું. દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી બનેલા આ પંચામૃતમાં તુલસીનું પાન (Tulsi Patra) મૂકવું અને પછી શ્રી રામને ધરાવવું.

3. બુંદીના લાડુ (Bundi Laddoo)

દશેરાના દિવસે ભગવાન રામને સાચા હૃદયથી અને પૂર્ણ શ્રદ્ધાથી દેશી શુદ્ધ ઘીના બનેલા બુંદીના લાડુનો ભોગ અવશ્ય લગાવવો. આમ કરવાથી પ્રભુ રામ અતિ પ્રસન્ન થાય છે અને જાતકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

4. ફળ (fruits)

દશેરાના પાવન અવસરે ભગવાન રામને કેળાં, સફરજન, દાડમ (Banana, Apple, Pomegranate) અથવા અન્ય મોસમી ફળોનો પ્રસાદ અર્પણ કરી શકો છો. ફળ અર્પણ કરતી વખતે મનમાં પ્રભુ શ્રી રામનું સ્મરણ કરવું જોઇએ.

દશેરાએ પ્રસાદ ગ્રહણ કરતો પરિવાર
દશેરાએ પ્રસાદ ગ્રહણ કરતો પરિવાર

આ વાતોનું ધ્યાન રાખવું

જો પ્રસાદ ઘરે બનાવો તો શુદ્ધતા અને સાત્વિકતાનું ધ્યાન રાખવું.

તામસિક વસ્તુઓ જેમ કે, ડુંગળી, લસણ વગેરેને પ્રસાદથી દૂર રાખવી અને સ્પર્શ પણ ન થવા દેવી.

ભગવાન રામની પૂજા અને પ્રસાદમાં તુલસીપત્ર અવશ્ય રાખવું. તુલસી વિના રામજીની પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી.

ભગવાન રામની સાથે હનુમાનજી (Lord Hanuman)ની પૂજા પણ અવશ્ય કરવી.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: દશેરા પર આ ખાસ છોડ રોપવો અત્યંત શુભ માનવામાં આવે છે, જે 40-50 રૂપિયામાં તમારા ઘરમાં સકારાત્મકતા લાવે છે.

આ પણ વાંચો:

આ પણ વાંચો: દશેરાના તહેવારે આટલી ભૂલો ન કરવી, નહિંતર ભાગ્ય સાથ છોડી દેશે..!