Navratri 2026/ ક્યારે મનાવવામાં આવશે વિજયાદશમી…20 કે 21 ઓક્ટૉબર?…જાણો રાવણ દહનનું શુભ મુહૂર્ત…

દશેરા (Dussehra 2026)નું આ પર્વ શારદીય નવરાત્રિના સમાપનનું પ્રતીક છે. નવ દિવસો સુધી વ્રત-ઉપવાસ રાખ્યા બાદ આ દિવસે પૂજા કર્યા બાદ શ્રદ્ધાળુઓ પારણા…

Trending Religious Dharma & Bhakti
Dussehra 2026...શારદીય 9 રાત્રિના સમાપનનું પ્રતીક પર્વ...રાવણ દહનનો Amazing અવસર!

Navratri 2026: દશેરા (Dussehra 2026) સનાતન ધર્મના મુખ્ય તહેવારો પૈકીનો એક છે. વિજયાદશમીનું પર્વ બુરાઈ પર સારપની અને અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક માનવામાં આવે છે.

વર્ષ 2026માં દશમી તિથિ બે દિવસ સુધી રહેવાને કારણે લોકોમાં દશેરા ક્યારે મનાવવામાં આવશે એ વિશે અસમંજસની સ્થિતિ છે. ક્યાંક 20 ઓક્ટોબર તો ક્યાંક 21 ઓક્ટોબરે વિજયાદશમી (Vijayadashmi 2026) મનાવવાની વાત થઈ રહી છે. આ સંજોગોમાં જાણીએ કે દશેરા કયા દિવસે મનાવવાનું યોગ્ય રહેશે અને રાવણ દહનનો શુભ સમય અને વિજય મુહૂર્ત ક્યારે છે?

દશેરા 2026ની સાચી તારીખ (Dussehra 2026 Date)

હિન્દુ પંચાંગ અનુસાર, અશ્વિન માસના શુક્લ પક્ષની દશમી તિથિ 20 ઓક્ટોબર 2026, મંગળવારે (20 October 2026, Tuesday) બપોરે 12:50 કલાકે શરુ થશે. એનું સમાપન 21 ઓક્ટોબર બપોરે 02:11 કલાકે થશે. ઉદયા તિથિ અનુસાર, 21 ઓક્ટોબરે જ દશેરા મનાવવાનું ઉચિત ગણાય છે પરંતુ વિજયાદશમીએ વિજય મુહૂર્ત અને પ્રદોષ કાળનું પણ વિશેષ મહત્વ રહેલું છે. આ સંજોગોમાં 20 ઓક્ટોબરની સાંજે રાવણ દહન કરવામાં આવી શકે છે.

વિજયાદશમી 2026નું શુભ મુહૂર્ત (Vijayadashmi 2026 Mahurat) 

20 ઓક્ટોબરે દશેરા પર વિજય મુહૂર્તને વિશેષ કરીને શુભ માનવામાં આવે છે. આ સમયે પૂજા-પાઠ અને શુભ કાર્ય કરવાનું ફળદાયક માનવામાં આવે છે.

વિજય મુહૂર્ત- બપોરે 01:59 થી 02:45 વાગ્યા સુધી

અપરાન્હ પૂજાનો સમય- બપોરે 01:14 થી સાંજે 03:30 વાગ્યા સુધી

રાવણ દહનનો શુભ સમય (Ravan Dahan Mahurat)
રાવણ દહનનો શુભ સમય (Ravan Dahan Mahurat)

રાવણ દહનનો શુભ સમય (Ravan Dahan Mahurat)

દશેરાએ પ્રદોષ કાળમાં રાવણ દહન કરવાનું શુભ માનવામાં આવે છે. 20 ઓક્ટોબરે સાંજે 05:47 વાગ્યાથી પ્રદોષ કાળ શરુ થશે. સ્થાનીય પંચાંગ અને પરંપરા અનુસાર રાવણ દહનનો સમય નક્કી કરવામાં આવી શકે છે.

નિશિત મુહૂર્ત 20 ઓક્ટોબરની રાત્રે 11:41 વાગ્યાથી 21 ઓક્ટોબરની રાત્રે 12:31 વાગ્યા સુધી રહેશે.

Ram-Ravan War
Ram-Ravan War

વિજયાદશમીનું ધાર્મિક મહત્વ

પૌરાણિક કથાઓ અનુસાર, આ દિવસે ભગવાન શ્રીરામે (Shree Ram) રાવણનો વધ કરીને બુરાઈ પર સારપની જીતનો સંદેશ આપ્યો હતો. આ જ કારણે દશેરાએ રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાંનું દહન કરવામાં આવે છે. આ પર્વ શારદીય નવરાત્રિ (Navratri 2026)ના સમાપનનું પ્રતીક છે. નવ દિવસો સુધી વ્રત-ઉપવાસ રાખ્યા બાદ આ દિવસે પૂજા કર્યા બાદ શ્રદ્ધાળુઓ પારણા કરે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: નવરાત્રીમાં વસ્ત્રો ધારણ કરતા પહેલા જોઈ લો આ લિસ્ટ…જાણો કયા દિવસે કયો રંગ પહેરવો શુભ છે

આ પણ વાંચો:

આ પણ વાંચો: શાથી પડ્યું માતા પાર્વતીનું નામ સ્કંદમાતા? દેવતાઓના સંકટમોચક બન્યા ભગવાન કાર્તિકેય…કર્યો તારકાસુરનો વધ!