World News/ ભૂખમરાની આગમાં સળગી રહ્યું છે પાકિસ્તાન! ટોપ-10 દેશોમાં એન્ટ્રી, 1 કરોડથી વધુ જનતા લાચાર

પ્રતિષ્ઠિત સંસ્થા ‘એક્શન અગેઇન્સ્ટ હંગર’ના લેટેસ્ટ અહેવાલ મુજબ પાકિસ્તાન (Pakistan)દુનિયાના 10 સૌથી મોટા ખાદ્ય સંકટવાળા દેશોમાં સામેલ છે, જ્યાં 2026 સુધીમાં 1 કરોડથી વધુ લોકોને માનવતાવાદી સહાયની જરૂર પડશે.

Top Stories World
Pakistan માં ભૂખમરાનું ભયાનક સંકટ

World News :પાકિસ્તાન (Pakistan)દુનિયાના એવા 10 રાષ્ટ્રોમાં સામેલ થઈ ગયું છે જે સૌથી ભયાનક ખાદ્ય કટોકટીનો સામનો કરી રહ્યા છે. આ દિલદ્વાવક ખુલાસો આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સંસ્થા ‘એક્શન અગેઇન્સ્ટ હંગર’ (Action Against Hunger) ના લેટેસ્ટ રિપોર્ટમાં થયો છે. અહેવાલ મુજબ, આબોહવા પરિવર્તનની આફતો, નાણાકીય મુશ્કેલીઓ, લોકોનું મોટાપાયે વિસ્થાપન અને રાહત ભંડોળમાં આવેલા ઘટાડાને કારણે નબળા વર્ગના લોકો માટે બે ટંકની રોટલી મેળવવી પણ મુશ્કેલ બની રહી છે.

‘વિશ્વના 10 સૌથી મોટા ખાદ્ય સંકટો’ (Ten Largest Global Food Crises) શીર્ષકવાળો આ રિપોર્ટ ‘વિશ્વ ખાદ્ય દિવસ’ નિમિત્તે શુક્રવારે પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે વર્ષ 2026 સુધીમાં પાકિસ્તાનમાં આશરે 1.06 કરોડ લોકોને ફૂડ અને મેડિકલ સહાયતાની સખત જરૂર પડશે. આ ગંભીર સ્થિતિ ત્યારે ઊભી થઈ છે જ્યારે દેશની આર્થિક સ્થિતિ સુધારવાના દાવાઓ થઈ રહ્યા છે અને કેટલાક મોરચે સામાન્ય સુધારાના સંકેતો પણ દેખાયા હતા.

pakistan

વૈશ્વિક સ્તરે 26.6 કરોડ લોકો ગંભીર ભૂખમરાની ચપેટમાં

રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે સમગ્ર દુનિયામાં અંદાજે 17.7 કરોડ લોકો એવા 10 દેશોમાં જીવી રહ્યા છે જે અત્યારના સૌથી મોટા ખાદ્ય સંકટ (Food Crisis)થી પીડાઈ રહ્યા છે. છેલ્લા દસ વર્ષની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે ગંભીર ભૂખમરા (Starvation)નો ભોગ બનેલા નાગરિકોની સંખ્યા સીધી ડબલ થઈ ગઈ છે. વર્તમાન સમયમાં, દુનિયાના 47 દેશોના અંદાજે 26.6 કરોડ લોકો ગંભીર અન્નસંકટનો સામનો કરી રહ્યા છે.

pak

આ રિપોર્ટમાં સૌથી ખરાબ હાલત ધરાવતા ટોપ-10 દેશો તરીકે નાઈજીરીયા, કોંગો, સુદાન, યમન, અફઘાનિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, પાકિસ્તાન, દક્ષિણ સુદાન અને સીરિયાના નામ સામે આવ્યા છે. આ તમામ પ્રદેશોમાં વસ્તીનો મોટો હિસ્સો અનાજની તીવ્ર અછત અને માનવીય દુર્દશાથી પ્રભાવિત છે.


આ પણ વાચો:દેવામાં ડૂબેલા પાકિસ્તાનને 2027માં IMF-વર્લ્ડ બેંકના બોર્ડની કમાન, 1953 બાદ મળશે અધ્યક્ષપદ

આ પણ વાચો:પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 28 બાળકોના મોત, 25થી વધુ ઘાયલ

આ પણ વાચો:ચીન-પાકિસ્તાનની વધતી સૈન્ય ભાગીદારીથી ભારત સામે નવો પડકાર, પૂર્વ એર માર્શલનો મોટો દાવો