Ahmedabad News: અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં પાંચ વર્ષના બાળકનું મોત થયું છે. 18 ઓક્ટોબરની સવારે ટેલિફોન એક્સચેન્જ જંકશન પાસે રસ્તો ઓળંગી રહેલા નિલેશ રાઠોડને એક કારે ટક્કર (Ahmedabad Road Accident) મારી હતી. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ મામલે ‘બી’ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Ahmedabad Road Accident: રસ્તો ઓળંગતી વખતે કારની ટક્કર લાગી
મળતી માહિતી મુજબ, 18 ઓક્ટોબરની સવારે પાંચ વર્ષીય નિલેશ રાઠોડ ગુલબાઈ ટેકરા ટેલિફોન એક્સચેન્જ જંકશન (Gulbai Tekra Accident) પાસે રસ્તો ઓળંગી રહ્યો હતો. તે સમયે પૂરઝડપે આવતી કારે તેને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત બાદ કારચાલક માલા રાજેશ મિત્તલે કાર રોકી હતી અને બાળકને સારવાર અપાવવામાં મદદ કરી હતી. તેણે બાળકના પરિવારને સારવારનો ખર્ચ ઉઠાવવાની ખાતરી પણ આપી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બાળકની સ્થિતિ ગંભીર બનતાં તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. (Child Accident Ahmedabad)
ચાર બાળકોના પરિવારમાં શોક
મૃતક નિલેશના પિતા મહેશ રાઠોડ મજૂરીકામ કરે છે અને અલગ-અલગ વિસ્તારોમાં પટ્ટા (બેલ્ટ) વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અકસ્માતના દિવસે તેઓ કામ પરથી ઘરે પરત ફર્યા ત્યારે પત્ની પાસેથી ઘટનાની જાણ થઈ હતી.
નિલેશ ચાર બાળકોમાંનો એક હતો. તેને યોગેશ નામનો પાંચ વર્ષનો જોડિયા ભાઈ પણ છે. નિલેશના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી
બાળકના પિતાની ફરિયાદના આધારે ‘બી’ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અકસ્માત કઈ પરિસ્થિતિમાં સર્જાયો અને તેમાં કોની બેદરકારી હતી તે જાણવા પોલીસ વધુ તપાસ કરી રહી છે. (Gujarat News)
આ પણ વાંચો: ધંધુકા હાઈવે પર ડમ્પર-કારની ટક્કર, આગમાં ચાલકનું મોત
આ પણ વાંચો: ખમ્મમમાં લારીની ટક્કરથી 3 વર્ષની બાળકીનું મોત, પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ
આ પણ વાંચો: કોચી એરપોર્ટ નજીક મિની કૂપરની ટક્કરથી 3નાં મોત, છતાં નબીરાને અકડ! બોલ્યો- ‘મારા પપ્પા બધું સંભાળી લેશે’
