Ahmedabad News/ ચૂંટણી પહેલાં અસારવા ભાજપમાં બળાપો? વોટ્સએપ પોસ્ટમાં મૂળ કાર્યકરોની અવગણનાનો આક્ષેપ

BJP Workers Discontent: અમદાવાદના અસારવા વિધાનસભા વિસ્તારમાં ભાજપના વોટ્સએપ ગ્રુપમાં મૂળ કાર્યકરોની અવગણનાનો આક્ષેપ કરતી પોસ્ટ સામે આવી છે. અન્ય પક્ષોમાંથી આવતા નેતાઓને પ્રાધાન્ય મળતું હોવાની ફરિયાદથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા.

Top Stories Ahmedabad Gujarat Breaking News
BJP Workers Discontent: અસારવા ભાજપમાં જૂના કાર્યકરોની અવગણનાનો આક્ષેપ

Ahmedabad News: આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં અમદાવાદની અસારવા વિધાનસભા બેઠકના ભાજપના કાર્યકરોમાં અસંતોષ (BJP Workers Discontent) હોવાની ચર્ચા શરૂ થઈ છે. અસારવા વિધાનસભાના એક વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવેલી પોસ્ટમાં પક્ષના મૂળ કાર્યકરોની અવગણના થતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. પોસ્ટમાં પક્ષમાં અન્ય પક્ષોમાંથી જોડાતા નેતાઓને પ્રાધાન્ય મળતું હોવાનો આક્ષેપ કરીને વર્ષોથી ભાજપ માટે કામ કરતા કાર્યકરોના યોગદાન અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

BJP Workers Discontent: વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ મૂકીને ઠાલવ્યો બળાપો

અસારવા વિધાનસભા (Asarwa BJP) વિસ્તારના કાર્યકરો સાથે જોડાયેલા વોટ્સએપ ગ્રુપમાં શેર થયેલી આ પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. તેમાં ‘વિપક્ષમાંથી આવતા નેતાઓને ગોળ, મૂળ ભાજપના કાર્યકરોને ખોળ’ જેવા શબ્દો દ્વારા પક્ષની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

પોસ્ટમાં આક્ષેપ છે કે અન્ય પક્ષોમાંથી ભાજપમાં જોડાતા નેતાઓને પદ – સન્માન આપવામાં આવે છે, જ્યારે પક્ષના પાયાના કાર્યકરોને પૂરતું મહત્ત્વ મળતું નથી. જોકે, આ પોસ્ટના આધારે સમગ્ર અસારવા ભાજપ સંગઠનના કાર્યકરોમાં એકસરખો અસંતોષ છે એવું કહી શકાય નહીં.

જૂના કાર્યકરોના યોગદાનને યાદ કરાવ્યું

પોસ્ટમાં ભાજપ માટે લાંબા સમયથી કામ કરતા કાર્યકરોના સંઘર્ષનો ઉલ્લેખ (BJP Internal Discontent) કરવામાં આવ્યો છે. પક્ષના કાર્યક્રમો માટે ઝંડા ઉપાડવાથી લઈને વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવા અને ચૂંટણી દરમિયાન પ્રચાર માટે રાત-દિવસ મહેનત કરવા સુધીની કામગીરી કરનારા કાર્યકરોને યોગ્ય માન-સન્માન મળવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

પોસ્ટમાં એવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે કે પક્ષ માટે મુશ્કેલ સમયમાં સાથ આપનારા અને સંગઠનને મજબૂત બનાવવા માટે મહેનત કરનારા કાર્યકરોને હવે પૂરતું મહત્ત્વ કેમ મળતું નથી?

પક્ષમાં જોડાતા નેતાઓને પ્રાધાન્ય મળતું હોવાનો આક્ષેપ

વોટ્સએપ પોસ્ટમાં કોંગ્રેસ સહિત અન્ય પક્ષોમાંથી ભાજપમાં જોડાતા નેતાઓને વધુ પ્રાધાન્ય મળતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચૂંટણીમાં જીતવાની ક્ષમતા ધરાવતા નેતાઓને પક્ષમાં મહત્ત્વપૂર્ણ સ્થાન મળતું હોવાની ફરિયાદ સાથે મૂળ કાર્યકરોની ભૂમિકા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

આ પોસ્ટ દ્વારા કાર્યકરોએ પક્ષ પ્રત્યેની વફાદારી, વર્ષોનું યોગદાન અને સંગઠન (BJP Old Workers)  માટે કરેલી મહેનતને પણ મહત્ત્વ આપવાની અપેક્ષા વ્યક્ત કરી છે.

અસારવા ભાજપમાં ચર્ચા, સત્તાવાર પ્રતિક્રિયાની રાહ

અસારવા વિધાનસભાના (Asarwa Assembly) વોટ્સએપ ગ્રુપમાં શેર થયેલી પોસ્ટને કારણે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. જોકે, પોસ્ટ કોણે મૂકી હતી, તેને કેટલા કાર્યકરોનું સમર્થન છે અને આ મુદ્દે સ્થાનિક ભાજપના આગેવાનોનું શું કહેવું છે, તે અંગેની વિગતો ઉપલબ્ધ નથી.

હાલમાં આ મામલે ભાજપના સ્થાનિક સંગઠન કે સંબંધિત આગેવાનોની સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. તેથી પોસ્ટમાં કરવામાં આવેલા આક્ષેપોને કાર્યકરોના એક વર્ગ દ્વારા વ્યક્ત કરાયેલી નારાજગી તરીકે જોવું યોગ્ય રહેશે.


આ પણ વાંચો: IPL ટિકિટ મુદ્દે ભાવનગર ભાજપમાં વિવાદ: કાર્યકરોમાં રોષ, વિધાનસભા સુધી ગાજ્યો મામલો

આ પણ વાંચો: કોંગ્રેસના સિંહ ભાજપમાં જઈને બકરી બની ગયાઃ ગેનીબેન ઠાકોર ત્રાટક્યા

આ પણ વાંચો: ભાજપમાં ફિટ ન હોવાના સવાલ પર નીતિન ગડકરીએ કહ્યું, ‘પાર્ટી પણ સાચી છે અને માણસ પણ’