sports news/ BCCIની પસંદગી સમિતિમાં ફેરફાર, અજિત અગરકરની જગ્યાએ પ્રજ્ઞાન ઓઝાની નિમણૂક કરાઈ

પુરુષ ટીમની નવી પસંદગી સમિતિમાં પ્રજ્ઞાન ઓઝા(Pragyan Ojha) ચેરમેન બન્યા

Breaking News Sports
pragyan ojha

Sports News: પ્રજ્ઞાન ઓઝા(Pragyan Ojha) ચીફ સિલેક્ટર તરીકે BCCIની પુરુષ ટીમની પસંદગી સમિતિના નવા ચેરમેન બન્યા છે. ભારતના આ પૂર્વ ક્રિકેટર અજિત અગરકરની જગ્યા લેશે. સમિતિમાં અગરકરની જગ્યાએ પૂર્વ ભારતીય સ્પિનર રમેશ પોવારનો સમાવેશ કરાયો છે.

Pragyan Ojha ચીફ સિલેક્ટર બનતા સમિતિમાં કોણ કોણ?

પુરુષ ટીમની નવી પસંદગી સમિતિમાં પ્રજ્ઞાન ઓઝા ચેરમેન છે. તેમની સાથે શિવ સુંદર દાસ, આરપી સિંહ, અજય રાત્રા અને રમેશ પોવાર સભ્યો તરીકે છે.

પ્રજ્ઞાન ઓઝા ચીફ સિલેક્ટરની ક્રિકેટ કારકિર્દી

ડાબા હાથના સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ ભારત માટે 24 ટેસ્ટ, 18 વનડે અને 6 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. તેમણે ટેસ્ટમાં 113, વનડેમાં 21 અને ટી-20 ઇન્ટરનેશનલમાં 10 વિકેટ ઝડપી છે. ટેસ્ટમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 6/47 રહ્યું છે.

પ્રથમ શ્રેણી ક્રિકેટમાં તેમના નામે 108 મેચમાં કુલ 424 વિકેટ નોંધાયેલી છે. 2018માં તેમણે બિહાર તરફથી ઉત્તરાખંડ સામે પોતાની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. IPLમાં તેઓ ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ માટે રમ્યા છે. IPLની કુલ 92 મેચમાં તેમણે 89 વિકેટ લીધી છે. 2015થી તેઓ IPLની કોઈ ટીમનો ભાગ નથી.

રમેશ પોવાર સિલેક્શન કમિટીમાં કેવી રીતે જોડાયા?

pragyan ojha
pragyan ojha chief selector of 5 member team

મુંબઈના પૂર્વ ભારતીય સ્પિનર રમેશ પોવારે ભારત માટે 2 ટેસ્ટ અને 31 વનડે રમી છે. તેઓ ભારતીય સીનિયર વિમેન ટીમના હેડ કોચની જવાબદારી બે અલગ કાર્યકાળમાં સંભાળી ચૂક્યા છે. તેમણે પહેલી વાર 2018માં આ જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ મે 2021માં તેમની ફરી એ જ પદે નિમણૂક થઈ હતી.

મિતાલી રાજ વિવાદ શું હતો?

પોવારનો સૌથી ચર્ચિત વિવાદ 2018 વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ દરમિયાન કેપ્ટન મિતાલી રાજ (Mithali Raj controversy) સાથે થયો હતો. મિતાલીએ તેમના પર ભેદભાવ કરવાનો, અપમાનિત કરવાનો અને કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂક્યો હતો. ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાંથી મિતાલીને બહાર રાખવામાં આવતાં વિવાદ વધુ ઊંડો બન્યો હતો. ત્યારબાદ પોવારને પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

BCCI સિલેક્શન કમિટીની પસંદગી પ્રક્રિયા

BCCIના જણાવ્યા મુજબ ક્રિકેટ એડવાઇઝરી કમિટીમાં અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપે સામેલ હતા. કમિટીએ BCCI મુખ્યાલયમાં અરજદારોનું સ્ક્રીનિંગ અને ઇન્ટરવ્યૂ કર્યા હતા. ત્યારબાદ રમેશ પોવારના નામ પર મહોર લાગી.


આ પણ વાંચો:BCCIનું મોટું એલાન! ટીમ ઈન્ડિયા પ્રથમ વખત જાપાન સામે રમશે T20I મેચ

આ પણ વાંચો:BCCIનો મોટો નિર્ણય! ઉંમરમાં છેતરપિંડીના મામલે એકસાથે 64 ખેલાડીઓ પર પ્રતિબંધ, વર્લ્ડ કપ વિજેતા પણ સામેલ

આ પણ વાંચો:IPL 2027: ઈમ્પેક્ટ પ્લેયર નિયમ પર ફરી ચર્ચા, BCCIએ ટીમો પાસેથી માંગ્યો અભિપ્રાય