Food Recipe/ બજારમાં મળવા લાગ્યા છે તાજા આમળા…ઘરે જ બનાવો ઈમ્યૂનિટી બૂસ્ટર આમળાનો મુરબ્બો!

કોઇ આમળાની ચટણી ખાવાનું પસંદ કરે છે તો કોઇને આમળાને મુરબ્બો (Amla Murabba)! કોઇ આથેલા આમળા ખાવાનું પસંદ કરે છે કોઇને આમળાનું અથાણું…

Trending Food Lifestyle
Amla Murabba એક Delicious રેસિપી...12 મહિના સુધી રહેશે Fresh!

Food Recipe: શું તમે ક્યારેય આમળાનો મુરબ્બો (Amla Murabba Recipe) ટ્રાય કર્યો છે ખરો? ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત એ એક ઈમ્યૂનિટી બૂસ્ટરની જેમ પણ કાર્ય કરે છે.

ઓક્ટોબરનો મહિનો શરુ થતા જ બજારોમાં આમળા દેખાવા લાગે છે. આમળામાંથી લોકો અનેક પ્રકારની વાનગી બનાવે છે જેમાં આમળાની ચટણી (Amla Chutney)ઘણી જ કૉમન છે. આ ઉપરાંત, લોકો અને ખાસ કરીને બાળકો એને કાચા જ ખાવાનું પસંદ કરે છે. આમળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આમળામાં વિટામિન સી પ્રચૂર માત્રામાં હોય છે. એના સેવનથી ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે અને વાયરલ ઇન્ફેક્શન (Viral Infection)નું જોખમ પણ ઓછું થાય છે. શું તમે ક્યારેય આમળાનો મુરબ્બો ટ્રાય કર્યો છે ખરો? ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત એ એક ઈમ્યૂનિટી બૂસ્ટર (Immunity Booster Recipe) ની જેમ પણ કાર્ય કરે છે. અહિં આમળાના મુરબ્બાની રેસિપી દર્શાવવા જઇ રહ્યાં છીએ…

આમળા છે શિયાળાનું સુપરફૂડ

શિયાળાની ઋતુ આવતાની સાથે જ ચોમાસાનો મંદાગ્નિ જેમ જઠરાગ્નિમાં પરિવર્તિત થઇ જાય છે એ જ પ્રમાણે રસોડા અને ગૃહિણીઓની ઊર્જામાં વૃદ્ધિ થઇ જાય છે! લીલાછમ શાકભાજીની આવકની સાથોસાથ લીલા કાચ જેવા આમળા પણ ઠેર-ઠેર દેખાવા લાગે છે. આમળા એક સુપરફૂડ (Superfood) છે જેનું સેવન શિયાળામાં સ્વાસ્થ્ય (Health) માટે ઘણું જ ઉત્તમ ગણાય છે. શિયાળામાં બજારમાં આમળાનું ધૂમ વેચાણ થાય છે. ઘર-ઘરમાં ઠંડીની સિઝનમાં એમાંથી ભાત-ભાતની વાનગીઓ અને વ્યંજન બનતા હોય છે. આમળામાંથી અનેકવિધ વાનગીઓ અને મુખવાસ પણ બને છે જે વિશે આપણે હવે જાણીશું.

આમળાની વિવિધ વાનગીઓ અને ફાયદા

કોઇ આમળાની ચટણી (Amla Chatni) ખાવાનું પસંદ કરે છે તો કોઇને આમળાને મુરબ્બો (Amla Murabba)! કોઇ આથેલા આમળા ખાવાનું પસંદ કરે છે તો વળી કોઇને આમળાનું અથાણું (Amla Pickle) પસંદ હોય છે! આ તમામ વસ્તુઓ સ્વાદિષ્ટ હોય છે પણ શું તમે ક્યારેય આમળાની કેન્ડી (Amla Candy) ખાધી છે ખરી? એ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, સ્વાસ્થસભર મુખવાસ છે. એના સેવનથી ઇમ્યુનિટી (Immunity Booster) બુસ્ટ થાય છે અને જેથી વાયરલ ઇન્ફેક્શન (Viral Infection)નું જોખમ પણ મોટા ભાગે રહેતું નથી. ઘણા લોકોને એનો ખાટો સ્વાદ ગમતો ન હોય તો તમે આમળાના અથાણાના સ્વરુપમાં સેવન કરી શકો છો. હવે જો તમે આમળાનો મુરબ્બો (Amla Murabba Recipe) ઘરે જ તૈયાર કરવા માગતા હો તો અહિં પ્રસ્તુત છે એની સરળ રેસિપી…

વિટામિન સી (Vitamin C)થી ભરપૂર આમળા પાચન, ત્વચા અને વાળ (Digestion, Skin, Hair) માટે એક સુપરફૂડ ગણાય છે. જોકે, મોટાભાગના લોકો અથાણાં ખાવાનું ટાળે છે કારણ, તેમાં ઘણું તેલ અને મસાલા હોય છે. જો તમે સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા ધરાવો છો આ આમળાનો મુરબ્બો તમારા માટે શ્રેષ્ઠ ઓપ્શન રહેશે.

શી રીતે બનાવશો આમળાનો મુરબ્બો? (Amla Murabba Recipe) 

આમળાનો મુરબ્બો બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Amla Murabba Ingredients
Amla Murabba Ingredients

સામગ્રી

1 કિલો તાજા આમળા

1 કિલો ખાંડ

1 નાની ચમચી ફટકડી અથવા ચૂનો

5-6 વાટેલી લીલી ઈલાયચી

અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર

અડધી નાની ચમચી સંચળ

8-10 કેસરના તાંતણા

Amla Murabba Recipe
Amla Murabba Recipe

આમળાનો મુરબ્બો બનાવવાની વિધિ

1. આમળાને સારી રીતે ધોઈને સુકવી લો. ત્યારબાદ એક કાંટા ની મદદથી ચારે તરફ કાણા પાડી લો.

2. એક વાસણમાં પાણી લઈને એમાં થોડો ચૂનો અથવા ફટકડીને મિક્સ કરી લો. આ પાણીમાં આમળાને આખઈ રાત અથવા 8-10 કલાક સુધી પલાળીને રાખો.

3. સવારે એને કાઢીને 2 થી 3 વાર સ્વચ્છ પાણી વડે ધોઇ લો.

4. હવે એક મોટું વાસણ લો અને એમાં પાણી ઉકાળી લો. એમાં આમળાને 8-10 મિનિટ સુધી મધ્યમ તાપે પકાવી લો. ધ્યાન રાખવું કે આમળા સોફ્ટ થઈ જાય પણ તૂટવા ન જોઇએ.

5. ત્યારબાદ પાણી કાઢીને આમળાને તદ્દન કોરા કરી લો.

6. એક કડાઈમાં ખાંડ અને 1 કપ પાણી ઉમેરીને ધીમા તાપે ખાંડ ઓગળે ત્યાં સુધી પકાવી લો.

7. જ્યારે ખાંડ પીગળી જાય ત્યારે એમાં ઉકાળેલા આમળા (Indian gooseberry) ઉમેરી દેવા.

8. આમળાને ચાસણીની સાથે ધીમા તાપે ત્યાં સુધી પકાવી લેવા જ્યાં સુધી ચાસણીનો એક તાર ન બની જાય! આમળાનો રંગ પણ બદલાઈ જશે અને મધ જેવો દેખાવા લાગશે.

9. ગૅસ બંધ કરીને એમાં વાટેલી ઈલાયચી, કાળા મરીનો પાવડર, સંચળ અને કેસર મિક્સ કરી લો.

તો તૈયાર છે તમારો આમળાનો સરસ મજાનો મુરબ્બો (Amla Murabba)….જેને તમે આખું વર્ષ આરામથી ખાઈ શકો છો. આ એક શક્તિવર્ધક વાનગી છે અને સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.


આ પણ વાંચો: ચટપટું આમળાનું અથાણું, તેલ-મસાલા વગર આ હૅલ્ધી રીતે બનાવો…શિયાળામાં માટે છે સુપરફૂડ…

આ પણ વાંચો: આમળાનો સ્વાદ પસંદ નથી તો…શિયાળામાં આયુર્વેદના આ ‘અમૃતફળ’નું સેવન કરવાની 7 ટિપ્સ…

આ પણ વાંચો: આમળા કેન્ડીનો મુખવાસ, છે ઇમ્યૂનિટી વર્ધક…ઘરે બનાવવાની અત્યંત સરળ રેસિપી…