Vadodara News: શહેરમાં ચોરીની ઘટનાઓ વચ્ચે હરણી-વારસીયા રિંગ રોડ પર આવેલી પંચશીલ સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. પરિવાર ગરબા જોવા માટે બહાર ગયો હતો ત્યારે તસ્કરોએ ઘરમાં ઘૂસીને સોનાના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ. 1.81 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
vadodaraમાં પરિવાર ગરબા જોવા ગયો, અને ઘર સાફ
મળતી માહિતી મુજબ, પંચશીલ સોસાયટી(Panchsheel Society)માં રહેતા અંકિતભાઈ મહેશભાઈ સુથાર 18 ઓક્ટોબરની રાત્રે આશરે 10 વાગ્યે પત્ની આશ્રુતી અને પુત્ર સાથે સેવાસી ખાતે ગરબાનો આનંદ માણવા ગયા હતા. આ દરમિયાન મકાન બંધ હોવાની તકનો લાભ લઈને તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોરોએ મુખ્ય દરવાજાની જાળી અને ઇન્ટરલોક તોડી અંદર પ્રવેશ કર્યા બાદ ઘરમાં ચોરીને અંજામ આપ્યો હતો.
બીજા દિવસે એટલે કે 19 ઓક્ટોબરની સવારે આશરે 5:30 વાગ્યે પરિવાર ઘરે પાછો ફર્યો ત્યારે દરવાજો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. ઘરની અંદર તપાસ કરતાં સામાન અસ્તવ્યસ્ત હાલતમાં પડ્યો હતો. બીજા માળે આવેલા બેડરૂમમાં કબાટ અને ડ્રોઅરના તાળાં પણ તૂટેલાં જોવા મળ્યાં હતાં.
પરિવારે કબાટમાં તપાસ કરતાં સોનાની 16 ગ્રામની ચેઇન, 33 ગ્રામનો સોનાનો સેટ, હીરા જડિત વીંટી, મંગળસૂત્ર અને બુટ્ટી સહિત અંદાજે રૂ. 1.31 લાખની કિંમતના દાગીના ગાયબ(Jewelry missing) હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત કબાટમાં રાખેલી રૂ. 50 હજારની રોકડ રકમ પણ તસ્કરો ચોરી ગયા હતા.
આ રીતે તસ્કરો કુલ રૂ. 1.81 લાખની મત્તા લઈને ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસે(Police) ચોરી અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બંધ મકાનમાં ચોરી કરનાર તસ્કરોને શોધવા માટે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સુરતમાં ચોરી કરવા ઘૂસેલા બે ચોર કારખાનામાં જ ફસાયા, બહાર નીકળવાનો રસ્તો ભૂલતાં બારીમાંથી પાડી ‘બચાવો’ની બૂમો
આ પણ વાંચો: બોટાદ હીરા ચોરીનો ભેદ ઉકેલાયો; 43.11 લાખ રૂ.ના હીરા રિકવર, વેપારીએ નાયબ મુખ્યમંત્રીનો માન્ય આભાર
આ પણ વાંચો: બંગલામાં ચોરી કરવા ઘૂસ્યો કે ફસાઈ ગયો? સુરતના નાના વરાછામાં ગ્રીલમાં અટવાયેલા શખ્સને લોકોએ માર્યો
