Ajab Gajab News: બાળકોનું મન ધણું જ જીજ્ઞાસુ હોય છે અને ઘણી વાર એ એવા-એવા કામ કરે છે કે જેની પર મોટા લોકોને પણ વિશ્વાસ નથી થતો! આવો જ એક અજબ કિસ્સો (6 Year Child Fossil Explorer) અમેરિકાના નેબ્રાસ્કા (Nebraska, USA)થી સામે આવ્યો છે. અહિં 6 વર્ષના એક બાળકે ઈતિહાસ રચી દીધો છે. પાર્કમાં રમતા-રમતા એને એક અત્યંત દુર્લભ ફૉસિલ મળ્યું જેને વૈજ્ઞાનિક મેમથના હાડકાથી પણ વધુ દુર્લભ ગણાવી રહ્યાં છે!

લિયો યંગડાલ- જીવાશ્મનો શોધક (6 Year Child Fossil Explorer)
આ ઘટના નેબ્રાસ્કાના શ્રામ પાર્ક સ્ટેટ રિક્રિએશન એરિયા (Schramm Park State Recreation Area)ની છે. 6 વર્ષનો બાળક લિયો યંગડાલ (6 years old Leo Youngdahl) પોતાના પરિવાર સાથે ત્યાં એક ‘રિફ્ટિંગ એન્ડ રૉક્સ’ ઈવેન્ટમાં ભાગ લેવા ગયો હતો.
લિયોને પહેલાથી જ ફૉસિલ અર્થાત્ જીવાશ્મ (Fossil) એકત્ર કરવાનો ઘણો જ શોખ છે. પાર્કમાં ફરતા-ફરતા એની નજર એક મોટા પથ્થર પર પડી. એણે વિચાર્યુ કે ચલો એને ઉલટાવીને જોઉં…જેવો એણે પથ્થર ઊંધો કર્યો કે નીચે એક અજીબ ડિઝાઇન રચાયેલી જોઈ. આ નિશાન બિલકુલ સાપ (Snack) જેવા લાગી રહ્યાં હતા.
લિયો સમજી ગયો કે આ ફૉસિલ અર્થાત્ જીવાશ્મ કોઈ સામાન્ય નિશાન નથી! એ તરત જ એ પથ્થરને લઇને પાર્કની એજ્યુકેશન સ્પેશ્યાલિસ્ટ કેલી ઈક્યૂ પાસે ગયો. જ્યારે વૈજ્ઞાનિકોએ એને ધ્યાનથી જોયો ત્યારે એ અચંબામાં પડી ગયા! આ ફૉસિલ મેમથના હાડકા (Mammoth bones)થી પણ વધુ દુર્લભ નીકળ્યો.

આ કોઈ સામાન્ય જીવાશ્મ નથી
‘આઉટડોર નેબ્રાસ્કા’ ના રિપોર્ટ અનુસાર, તપાસમાં જાણવા મળ્યું કે આ કોનુલારિડ નામના એક અત્યંત પ્રાચીન સમુદ્રી જીવનો ફૉસિલ છે. આ જીવ આજે આશરે 20 કરોડથી 50 કરોડ વર્ષ પહેલા ધરતી પર રહેતો હતો. વૈજ્ઞાનિકોના મતે આ જેલીફિશ જેવો જીવ હતો જેનું શરીર ઊંધા પિરામિડ જેવું હતું.
આ જીવોનું શરીર ઘણું જ મુલાયમ અને પાતળું હતું આથી એમનું ફૉસિલ બનવું ઘણું જ મુશ્કેલ છે. આથી જ આ અત્યંત દુર્લભ માનવામાં આવે છે. સૌથી નવાઈની વાત એ છે કે નેબ્રાસ્કામાં છેલ્લા 55 વર્ષોમાં આવું ફૉસિલ ક્યારેય પ્રાપ્ત થયું નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ શોધ મેમથના હાડકાથી પણ વધારે દુર્લભ છે.
આ શોધ પછી (6 Year Child Fossil Explorer) લિયો અત્યંત ખુશ છે. નિયમાનુસાર એ આ ફૉસિલને ઘરે લઈ જઈ શકતો નથી પણ એને એનું કાઈ જ દુ:ખ નથી. આ દુર્લભ ફૉસિલ હવે ‘શ્રામ એજ્યુકેશન સેન્ટર’માં જ રાખવામાં આવશે. ત્યાં એને સુરક્ષિત રીતે રખાશે અને બાળકોના અભ્યાસ માટે એને ઉપયોગ થશે. 6 વર્ષીય લિયોની સમજદારી અને જીજ્ઞાસાની ચર્ચા હવે આખી દુનિયામાં થઈ રહી છે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
