Ahmedabad News/ Porterની આડમાં MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ

પોલીસે પાર્સલમાંથી અંદાજે રૂ. 1,500ની કિંમતનું MD Drugsજપ્ત કર્યું છે

Gujarat Ahmedabad
અમદાવાદમાં ડિલિવરી સર્વિસ પ્લેટફોર્મ પોર્ટરના માધ્યમથી MD ડ્રગ્સ (MD Drugs)ની હેરાફેરી કરવાનો મામલો સામે આવ્યો છે

Ahmedabad News : અમદાવાદમાં ડિલિવરી સર્વિસ પ્લેટફોર્મ પોર્ટરના માધ્યમથી MD ડ્રગ્સ (MD Drugs)ની હેરાફેરી કરવાનો મામલો સામે આવ્યો છે. ગોતા વિસ્તારમાં પહોંચાડવાના પાર્સલ અંગે શંકા જતાં પોર્ટરના કર્મચારી વસંત સોલંકીએ તપાસ કરી હતી. પાર્સલમાંથી અંદાજે રૂ. 1,500ની કિંમતનું MD ડ્રગ્સ મળી આવતાં તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આ ઘટનાને પગલે નરોડા પોલીસે તપાસ શરૂ કરી એક યુવકને પૂછપરછ માટે બોલાવ્યો છે.

ડિલિવરી પહેલાં શંકા જતાં પાર્સલની તપાસ કરી

મળતી માહિતી મુજબ, પોર્ટર કર્મચારી વસંતભાઈ સોલંકીને ગોતા વિસ્તારમાં સામાન પહોંચાડવાનો ઓર્ડર મળ્યો હતો. જોકે, ઓર્ડર અને પાર્સલ અંગે શંકા જતાં તેમણે તેની ચકાસણી કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન સતીશભાઈ સરાણીયાના પોર્ટર એકાઉન્ટમાં તેમની જાણ બહાર ઓર્ડર આવતા હોવાની બાબત પણ સામે આવી હતી.

આથી વસંતભાઈ અને સંબંધિત પોર્ટર ડ્રાઇવરે નાના ચિલોડા ખાતે ભેગા થઈ સામાનની તપાસ કરી હતી. તપાસ દરમિયાન પાર્સલમાંથી એક પડીકી મળી આવી હતી, જેમાં MD ડ્રગ્સ (MD Drugs)હોવાની શંકા જતાં બંનેએ તાત્કાલિક 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી.

નરોડા પોલીસે ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો

માહિતી મળતાં નરોડા પોલીસ (Naroda Police)હરકતમાં આવી હતી અને ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસને પાર્સલ મોકલનાર અને તે સ્વીકારનાર અંગે માહિતી મળી હતી. આ કેસમાં પ્રિયાંક વસંતભાઈ સંઘવી (ઉંમર 27 વર્ષ) નામના યુવકને પૂછપરછ માટે લાવવામાં આવ્યો છે.

પોલીસે પાર્સલમાંથી અંદાજે રૂ. 1,500ની કિંમતનું MD Drugsજપ્ત કર્યું છે. આ મામલે પાર્સલ મોકલનાર અને મેળવનારની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે. જોકે, ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેને કોણે પાર્સલમાં મૂક્યું હતું તે હજી તપાસનો વિષય છે.

ડ્રગ્સનું કનેક્શન શોધવા પોલીસની તપાસ

પ્રાથમિક પૂછપરછ દરમિયાન ડ્રગ્સનો જથ્થો આગળ અન્ય કોઈ વ્યક્તિને આપવાનો હોવાની બાબત સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. આથી પોલીસ હવે પાર્સલ બુક કરાવનાર વ્યક્તિ, ડ્રગ્સ મેળવનાર અને તેની આગળની ડિલિવરી સાથે સંકળાયેલા લોકોની કડીઓ તપાસી રહી છે.

આ ઘટનામાં પોર્ટર કર્મચારીની સતર્કતા મહત્વપૂર્ણ રહી હતી. શંકાસ્પદ પાર્સલની ડિલિવરી આગળ વધારવાને બદલે પોલીસને જાણ કરવાથી ડ્રગ્સની હેરાફેરી (MD Drugs Smuggling)નો મામલો સામે આવ્યો હતો. હવે તપાસમાં આ કથિત ડ્રગ્સ નેટવર્ક (Drugs Racket)માં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: નાસ્તાની લારીની આડમાં કથિત ડ્રગ્સનો વેપાર? સુરતમાં MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો

આ પણ વાંચો: વડોદરામાં MD ડ્રગ્સની મોટી કાર્યવાહી: સ્કોર્પિયોમાં દંપતી ઝડપાયું, 57 લાખનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો: ચોકલેટના રેપરમાં છુપાવેલું MD ડ્રગ્સ ઝડપાયું, મહિલાની ધરપકડ