Ahmedabad News: અમદાવાદના એસ.જી. હાઇવે પર 22 ઑક્ટોબરની સવારે એક BMW કારના ચાલકે ત્રણ વાહનોને ટક્કર મારતાં અકસ્માત (Ahmedabad Car Accident) સર્જાયો હતો. ઇસ્કોન બ્રિજ ઊતર્યા બાદ કર્ણાવતી ચાર રસ્તા નજીક બનેલી આ ઘટનામાં મોપેડ પર સવાર બે ભાઈ અને રિક્ષામાં બેઠેલા એક મુસાફરને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થળ પર એકઠા થયેલા લોકોએ કારચાલકને પકડીને માર માર્યો હોવાની પણ માહિતી મળી છે.
Ahmedabad Car Accident: ઇસ્કોન બ્રિજ ઊતરતાં જ મોપેડને ટક્કર
મળતી માહિતી અનુસાર, સવારે આશરે 9 વાગ્યે 27 વર્ષીય કન્હૈયાલાલ કુમાવત પોતાના નાના ભાઈ મુકેશકુમારને મોપેડ પર બેસાડીને દુકાને જઈ રહ્યા હતા. તેઓ એસ.જી. હાઇવે (SG Highway Accident) પર ઇસ્કોન બ્રિજ ઊતરીને કર્ણાવતી ચાર રસ્તા પહેલાં શેલ્બી હોસ્પિટલ તરફ જતા કટ પાસે એએમટીએસ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા.
આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી BMW કારના ચાલકે મોપેડને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર લાગતાં બંને ભાઈઓ રસ્તા પર પડી ગયા હતા અને તેમને શરીરના વિવિધ ભાગોમાં ઇજાઓ પહોંચી હતી.
રિક્ષા અને અન્ય કારને પણ ટક્કર
મોપેડને ટક્કર માર્યા બાદ BMW કાર આગળ જતી રિક્ષા અને અન્ય એક કાર સાથે અથડાઈ (BMW Car Accident) હતી. આ ઘટનામાં રિક્ષામાં બેઠેલા એક મુસાફરને પગમાં ઇજા થઈ હતી. આમ, અકસ્માતમાં કુલ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા
અકસમાત બાદ સ્થળ પર લોકો એકઠા થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, કેટલાક લોકોએ કારચાલકને પકડીને માર માર્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની મદદથી બંને ભાઈઓને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ (Sola Civil Hospital)માં લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
કારચાલક સામે પોલીસ ફરિયાદ
આ મામલે કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અહેવાલ મુજબ, આ જ કારચાલકનું નામ થોડા દિવસ પહેલાં સાણંદમાં બોક્સ ક્રિકેટ સ્થળે થયેલી તોડફોડની ઘટનામાં પણ સામે આવ્યું હતું. આ બંને બનાવો વચ્ચેના સંબંધ અંગે સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો: મહેસાણામાં પૂરપાટ ઝડપે જતી કારે મોપેડને ટક્કર મારતા મહિલાનું મોત
આ પણ વાંચો: અમદાવાદ SG હાઇવે પર રખડતાં પશુઓનો ત્રાસ, અડાલજ નજીક રસ્તા વચ્ચે જમાવડો
આ પણ વાંચો: ગાંધીનગર SG હાઇવે પર નશામાં ધૂત નબીરાએ સર્જ્યો અકસ્માત: 4 વાહનો વચ્ચે અકસ્માત બાદ કાર બળીને ખાખ, એક ગંભીર
