Ahmedabad News: અમદાવાદના વટવા વિસ્તારમાં કેમિકલનો વેપાર કરતા વેપારી સાથે ₹18.03 કરોડની છેતરપિંડી (Ahmedabad ₹18 Crore Fraud) થઈ હોવાનો આરોપ સામે આવ્યો છે. આ મામલે એટેક્ષ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝના માલિક ભાનુપ્રસાદ મોતીલાલ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, બાકી રકમની ચુકવણી માટે આપવામાં આવેલા 179 ચેક બેંકમાં રિટર્ન થયા હતા. આ ઉપરાંત વકીલ મારફતે મોકલાયેલી 64 નોટિસનો પણ કોઈ જવાબ મળ્યો ન હતો. અંતે વેપારીએ પોલીસ કમિશનરને અરજી કરતાં મામલે ગુનો નોંધાયો છે.
Ahmedabad ₹18 Crore Fraud: ₹70 કરોડથી વધુના કેમિકલની ખરીદી
ફરિયાદ મુજબ, સંજય લાલજીભાઈ ગુપ્તાની માલિકીની સિદ્ધિ વિનાયક એન્ટરપ્રાઇઝ કલર બનાવવા માટે જરૂરી રો-મટીરિયલ અને કેમિકલનો વેપાર કરે છે. વટવા (Vatva Fraud Case) સ્થિત એટેક્ષ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝના માલિક ભાનુપ્રસાદ પટેલે એપ્રિલ 2024થી જાન્યુઆરી 2026 દરમિયાન તેમની પાસેથી કુલ ₹70,17,92,907ના કેમિકલની ખરીદી કરી હતી.
આ ખરીદી સામે ફેબ્રુઆરી 2026 સુધીમાં તબક્કાવાર ₹52,13,93,090 ચૂકવવામાં આવ્યા હતા. જોકે, ફરિયાદ મુજબ ₹18,03,99,817ની રકમ બાકી રહી હતી. આરોપીએ ખરીદેલા કેમિકલમાંથી ડાઈઝ તૈયાર કરીને બજારમાં વેચી દીધી હતી, પરંતુ તેમાંથી મળેલી રકમ બાકી ચૂકવવાને બદલે અંગત ઉપયોગમાં લીધી હોવાનો આક્ષેપ છે.
બાકી રકમ પેટે આપેલા 179 ચેક બાઉન્સ
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બાકી નીકળતા નાણાંની વારંવાર ઉઘરાણી કરવા છતાં આરોપી દ્વારા ચુકવણી માટે વાયદા કરવામાં આવતા હતા. ડિસેમ્બર 2025થી બાકી નીકળતી રકમના ચુકવણી માટે કુલ 179 ચેક આપવામાં આવ્યા હતા. જોકે, બેંક ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી તમામ ચેક રિટર્ન (179 Cheque Bounce) થયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
64 નોટિસ બાદ પોલીસ ફરિયાદ
વેપારીએ પોતાના વકીલ મારફતે રજિસ્ટર્ડ એ.ડી.થી કુલ 64 નોટિસ મોકલી હતી. તેમ છતાં કોઈ જવાબ મળ્યો ન હતો અને બાકી રકમની ચુકવણી પણ થઈ ન હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ વેપારીએ પોલીસ કમિશનરને અરજી કરી હતી. આ અરજીના આધારે ભાનુપ્રસાદ પટેલ સામે ફરિયાદ નોંધવામાં (Ahmedabad Crime News) આવી છે. હવે પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: ગરબાનું ફેક પાસ કૌભાંડ: 686 પાસ વેચી ₹8 લાખની છેતરપિંડી, 2 ઝડપાયા
આ પણ વાંચો: Airbnb પર રૂમ બુકિંગ કરવું અમદાવાદના વૃદ્ધને ભારે પડ્યું,₹9.77 લાખની છેતરપિંડી
આ પણ વાંચો: શેરબજાર છેતરપિંડી આચરતી ગેંગના 3 આરોપી વડનગરના સુલીપુરમાંથી પકડાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
