Bhavnagar News/ માત્ર રૂ.7 હજાર માટે પરિવાર પર ધારિયા-ધોકાથી હુમલો! ભાવનગરમાં મહિલા સહિત 5ને ઈજા

Bhavnagar Money Dispute: ભાવનગરના હાદાનગર વિસ્તારમાં ₹7,000ની લેતીદેતીના વિવાદમાં પરિવાર પર ધારિયા, ધોકા અને લાકડીઓથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. મહિલા સહિત પાંચ લોકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા છે. બોરતળાવ પોલીસે ચાર શખસો સામે તપાસ શરૂ કરી.

Gujarat Top Stories Breaking News
Bhavnagar Money Dispute: માત્ર રૂ.7 હજારની ઉઘરાણીમાં પરિવાર પર હુમલો!

Bhavnagar News: ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં માત્ર રૂ.7,000ની લેતીદેતીના વિવાદમાં એક પરિવાર પર હુમલો થયાની (Bhavnagar Money Dispute) ઘટના સામે આવી છે. સર્વોદય સોસાયટીમાં ઘરના ફળિયામાં બેઠેલા પરિવાર પર ચાર શખસોએ ધારિયા, ધોકા અને લાકડીઓ વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. આ ઘટનામાં મહિલા સહિત પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ આરોપીઓ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સર તખ્તસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે બોરતળાવ પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Bhavnagar Money Dispute: ઘરના ફળિયામાં બેઠેલા પરિવાર પાસે પહોંચ્યા આરોપીઓ

પોલીસ ફરિયાદ મુજબ, હાદાનગરની સર્વોદય સોસાયટીમાં રહેતાં જાગૃતીબેન અજયભાઈ ચૌહાણ અને તેમના પરિવારજનો રાત્રે આશરે 9:30 વાગ્યે ઘરના ફળિયામાં બેઠા હતા. તે દરમિયાન બે બાઈક પર ભાવેશ હિંમતભાઈ મકવાણા, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ભુરો, યુવરાજસિંહ અને એક અજાણ્યો શખસ ત્યાં પહોંચ્યા હતા.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, આરોપીઓએ ત્યાં પહોંચીને ગાળાગાળી શરૂ કરી હતી. મુખ્ય આરોપી ભાવેશે જાગૃતીબેનના પતિ અજયભાઈને તેમના ભાઈ રાજુભાઈએ લીધેલા રૂ.7,000 પરત (₹7000 Money Dispute આપવા કહ્યું હતું. રૂપિયા તાત્કાલિક ચૂકવી દેવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

ધારિયા અને ધોકા વડે મહિલા સહિત પાંચ પર હુમલો

ફરિયાદ અનુસાર, અજયભાઈએ રૂપિયા ચૂકવવા માટે થોડો સમય માગતાં ભાવેશ ઉશ્કેરાયો હતો અને ધારિયા વડે હુમલો કર્યો હતો. બચવાનો પ્રયાસ કરતી વખતે અજયના ખભા પર ઘા વાગ્યો હતો. પતિને બચાવવા વચ્ચે પડેલાં જાગૃતીબેન પર પણ ધારિયાથી હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.

આ દરમિયાન અન્ય ત્રણ શખસોએ લાકડીઓ અને ધોકા વડે અજયના કાકા મહેશ, તેમના પુત્ર પવન અને જેઠ અલ્પેશભાઈ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં મહિલા સહિત પરિવારના પાંચ સભ્યો ઈજાગ્રસ્ત (Five Injured) થયા હતા.

છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી

હુમલા દરમિયાન પરિવારજનોની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો એકઠા થવા લાગ્યા હતા. ફરિયાદ મુજબ, લોકો ભેગા થતાં ભાવેશે છરી બતાવીને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી (Bhavnagar Crime News)  આપી હતી. ત્યારબાદ ચારેય શખસો બાઈક લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર તખ્તસિંહજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

બોરતળાવ પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો

જાગૃતીબેન ચૌહાણની ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે ભાવેશ મકવાણા, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ભુરો, યુવરાજસિંહ અને એક અજાણ્યા શખસ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસે ફરાર (Bor Talav Police) આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. તેમના સંભવિત ઠેકાણે શોધખોળ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રૂ.7,000ની લેતીદેતીના વિવાદમાં બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી છે.


આ પણ વાંચો: માત્ર ભણવા બાબતે ઠપકો અને ઘર છોડવાનો નિર્ણય! સુરતમાં 13 વર્ષના કિશોર સાથે શું થયું?

આ પણ વાંચો: રૂ.24.50 લાખના દેવા સામે 5 વીઘા જમીન લખાવી લીધી! વ્યાજના ત્રાસથી ખેડૂતે ઝેર પીધું

આ પણ વાંચો: અમદાવાદના SG હાઇવે પર BMW કારનો અકસ્માત, ત્રણ વાહનોને ટક્કર; 3 ઇજાગ્રસ્ત