Ahmedabad News: અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનના પાછળના (Danilimda Police Station Fire) ભાગે બપોરના સમયે અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ સ્ટેશનના પરિસરમાં મુદ્દામાલ તરીકે રાખવામાં આવેલા વાહનો આગની ઝપેટમાં આવતાં 20થી વધુ વાહનોને નુકસાન (20 Vehicles Damaged) થયું હોવાનું પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું છે. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
Danilimda Police Station Fire: એક પછી એક વાહનો આગની ઝપેટમાં આવ્યાં
દાણીલીમડા પોલીસ સ્ટેશનના પાછળના ભાગે જ્યાં મુદ્દામાલનાં વાહનો અને અન્ય વાહનો પાર્ક કરવામાં આવ્યાં હતાં, ત્યાં અચાનક આગ લાગી હતી. આગે જોતજોતામાં આસપાસનાં વાહનોને પણ પોતાની ઝપેટમાં લીધાં હતાં. તેના કારણે વાહનોને મોટાપાયે નુકસાન થયું હતું.
આગ લાગતાં પોલીસ સ્ટેશનના સ્ટાફ અને સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડની ટીમ (Danilimda Fire Incident) ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા
પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આ અંગે વધુ તપાસ માટે FSLની ટીમની મદદ લેવામાં આવશે.
પોલીસ સ્ટાફ અને અન્ય લોકોનાં વાહનોને નુકસાનની શક્યતા
પોલીસ સ્ટેશનના પરિસરમાં મુદ્દામાલ તરીકે રાખવામાં આવેલા વાહનો સહિત 20થી વધુ વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ વાહનોમાં પોલીસ સ્ટાફનાં તેમજ અન્ય લોકોનાં વાહનો પણ હોવાની શક્યતા છે. જોકે, કેટલાં વાહનો આગમાં ખરેખર નુકસાન પામ્યાં છે અને કેટલાં વાહનો સંપૂર્ણપણે બળ્યાં છે તેની ચોક્કસ વિગતો તપાસ બાદ સામે આવશે.
દાણીલીમડા પોલીસે તપાસ શરૂ કરી
આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને થયેલા નુકસાનને લઈને તપાસ શરૂ કરવામાં આવશે. દાણીલીમડા પોલીસ દ્વારા જાણવાજોગ નોંધ કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે. FSLની તપાસ બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનની વિગતો સ્પષ્ટ થવાની શક્યતા છે.
આ પણ વાંચો: સુરત સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી! જૂના MEICU વિભાગમાં આગ ભભૂકી
આ પણ વાંચો: વડોદરામાં આગની બે ઘટના: ગોત્રીની સાડીની દુકાનમાં નાસભાગ, અકોટામાં ત્રણનું રેસ્ક્યૂ
આ પણ વાંચો: પ્રદૂષણ મુદ્દે મુંબઈ દિલ્હી કરતાં આગળ, હાઈકોર્ટ લાલઘૂમ
